section and everything up till
*/ ?> Urvashi Shah Archives - Shabdoni Sangathe

અહમ

નંદુ, તું કેમ કોર્ટ મેરેજ કરવા માંગે છે?

મારી અને તારા પપ્પા બંનેની ઈચ્છા એવી છે કે, તારા હિન્દુ રીતિરિવાજ મુજબ ધામ-ધૂમથી લગ્ન કરીએ. ભલે તું ચાર વર્ષ લંડન રહીને આવ્યો છે અને એક આયકોનિક મોડેલ છો પણ આપણુ ટ્રેડિશન આપણી રીતિઓ થોડી ભુલાય?

ઓહહ મોમ.. સ્ટોપ ઓલ ધીઝ નોનસેન્સ! હું આ બધી વાતોમાં નથી માનતો અને ધામધૂમથી લગ્ન કરવામાં કેટલો બધો ખર્ચ થાય. એના કરતા હું કોર્ટ મેરેજ કરું તો એટલો મારો ખર્ચ બચી જાય અને એ પૈસાથી હું મારું ભવિષ્ય સિક્યોર કરી શકું.

અરે કેમ?.. અમે લોકોએ પણ આ રિતિરિવાજો પ્રમાણે લગ્ન કર્યા છે. કેટલા દુઃખ વેઠ્યા અને એ પછી તને અને તન્વીને મોટા કર્યા અને ભણાવ્યા!

ઓહ…! મમ્મી…
તમે લોકોએ મારાં માટે કંઈ કર્યું જ નથી. અને જે કર્યું છે એ તો પોતાના સંતાન માટે દરેક મા-બાપની ફરજ છે. આજે મે મારાં પગ પર સફળતા મેળવી છે અને હવે હું મારું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગુ છું. જે તમે લોકો નથી કરી શક્યા.!

નંદુના મમ્મી તો બસ એક નજર તેને જોઈ રહ્યા! ….

🖊️Urvashi Shah

સપનું (સત્ય ઘટના આધારિત)

ઘણા સમયની મહેનત પછી મને એક સરકારી પ્રાથમિક શાળમાં શિક્ષકની નોકરી મળી ગઈ. આજે એક શિક્ષક તરીકે શાળામાં મારો પહેલો દિવસ હતો. શાળાના આચાર્યએ મને ધોરણ 3નો વર્ગ સંભાળવા કહ્યું. હું આતુરતાથી વર્ગમાં ગઈ.

બધા વિદ્યાર્થીઓ એ એવી રીતે અભિવાદન કર્યુ. જાણે એક 6 મહિનાનું બાળક પોતાની માતાને જોઈ કિલકારી મારવા લાગે અને રાજીનાં રેડ થઇ જાય! એવો જ કંઈક માહોલ વર્ગમાં સર્જાયો.
હું પણ ખુશ થઇ ગઈ.

બધાને શાંત કર્યા અને જગ્યા પર બેસવા કહ્યું. બાળકોને વાર્તા ખુબ ગમતી હોય છે. તો મને થયું આજે પહેલો દિવસ છે તો, શરૂઆત વાર્તાથી કરું.
મે એક” કદરૂપા બતકનાં બચ્ચાની “વાર્તા કહી.
બધા બાળકો વાર્તા સાંભળીને ખુશ ખુશ થઇ ગયા. અચાનક એક બાળકી મારાં પાસે આવી. ગોરો- ગોરો રંગ અને આંખો મંજરી! દેખાવે તો જાણે પરી! બોલી.. Teacher can i go to washroom?…
હું તો આશ્ચર્યથી તેની સામું ને સામું જ જોઈ રહી.!
પછી મે કીધું… Yes dear.. U can!

એ ક્લાસની દીવાલોનો સહારો લઇ ને બહાર ગઈ.અન્ય વિદ્યાર્થીને મે પૂછ્યું આ કેમ આવી રીતે પકડી પકડી ને ચાલતા ગઈ?
એક છોકરો બોલ્યો.. ટીચર એ “પ્રજ્ઞાચક્ષુ” છે. આ સાંભળીને મારાં રુંવાળા ઉભા થઈ ગયા.
એ બાળકી વર્ગમાં પાછી આવી.. મે પૂછ્યું બેટા, તારું નામ શું છે?
મારું નામ સંધ્યા છે. ટીચર!
મે પૂછ્યું બેટા તું આટલી ધગશથી ભણી રહી છે.. તારું સપનું શું છે મોટા થઇ ને બનવાનું?
ટીચર… ભગવાને મને સપનું જોવા આંખો જ કયાં આપી છે. પણ મારી એક ઇરછા જરૂર છે.!
શું બેટા?
મારાં જેવા પ્રજ્ઞાચક્ષુ ખુલ્લી આંખે સપના જોઈ શકે તેના માટે એક આંખની હોસ્પિટલ બનાવવી છે.!
બસ હું તો તેની સામું ને સામું જ જોઈ રહી.!

✍️Urvashi shah

મોનોઇમેજ કાવ્ય – હૃદયનો એકાંત

હે પ્રભુ!
સમજે જો તું,
માનવ કેરી લાગણી..
તો લાગણીઓના ઘોડાપુરને,
ડામી દે એકાંતના સહારે!

હે પ્રભુ!
સમજે જો તું,
અશ્રુભીની આંખો મારી!
તોડી દે એકાંત મારું
આપી તેનો સાથ
પ્રિયતમ કેરી પ્રીતે!

હે પ્રભુ!
સમજે જો તું,
હ્નદયની લહેરોનો
ખળભળાટ, તો
તોડી દે સમાજની
નકામી વાતોનો કકળાટ!

હે પ્રભુ!
સમજે જો તું પ્રેમ શબ્દ,
તો તું આજે ચિતરી દે,
ઉરમાં વસેલા એકાંતને
મારા પ્રિયતમના હૃદયે.

©Urvashઇ Shah