section and everything up till
*/ ?> Tushar Jethava Archives - Shabdoni Sangathe

રાખજે…

એ ખુદા,
મારો મારગ સાચો રાખજે…
મને અસત્યથી દૂર રાખજે…

મારગ મારો હોય ભલે, કાંટાળો;
હું હસતાં મુખે ચાલતો, સંભાળો;
મારા પગને સ્થાન તારું ચીંધજે…
મારો મારગ સાચો રાખજે…

કાર્ય તારું થાએ નહી, યાદ આપજે;
માનવતા ચૂક થાયે, ફળ આપજે;
જીવન મારું, સરનામું તારું રાખજે…
મારો મારગ સાચો રાખજે…

કણકણમાં વસે છે, પાપથી ઉગારજે;
મારા વિશ્વાસની નાવડીને, હલેસા મારજે;
ભૂલ ભરેલાંને કિનારો બતાવજે…
મારો મારગ સાચો રાખજે…

🖊️Tushar Jethava

તારા બાળ

અમે તારા બનીએ, બાળ અમે તારા બનીએ…
નિત સત્ય બોલીએ, અમે લોક હિત કરીએ…
પ્રાતઃકાળે સમરીએ, પછી કામ બીજા કરીએ…
અમે તારા…

સૌની સેવા કરીને, સુખ અનોખું પામીએ;
કડવી વાણી, કાળજા કોરી ના બતાવીએ;
અમે તારા…

સતનો આધાર જગમાં, મોટો અમે જાણીએ;
કથિત મારગ ચાલીયે, પાપ કરતાં બચીએ;
અમે તારા…

તારું સ્મરણ ના વિસરે, ના પ્રપંચને પાળીએ;
‘તુષાર’ જગમાં મહિમા મોટો, નિત ગાઈએ;
અમે તારા…

🖊️Tushar Jethava

મારી પાસે

હું યાદ કરું છું તને, તુ આવી જા મારી પાસે;
જીવી રહ્યો છું બસ એક તારી આસે…

જીવન મળ્યું મને, જીવ એ ભૂલી ગયો;
આવજે મારી વ્હારે મારા છેલ્લાં શ્વાસે…
હું યાદ કરું…
જીવી રહ્યો…

મોહ – માયામાં ઘણું અટવાયો, ગૂંચવાયો હું;
જગમાં ફેંકાયો, ના રહ્યો હું મારા નિવાસે…
હું યાદ કરું…
જીવી રહ્યો…

રટણ કરવું મારે તો, એક તારા જ નામનું;
નથી વિશ્વાસ રહ્યો આજ, કોઈનાં દિલાસે…
હું યાદ કરું…
જીવી રહ્યો…

‘તુષાર’ એટલું તને, કર જોડી વિનવતો;
માફ કરજે તુ, ભૂલ થાયે જો દાસે…
હું યાદ કરું…
જીવી રહ્યો…

🖊️Tushar Jethava