section and everything up till
*/ ?> Sharvil Pandit Archives - Shabdoni Sangathe

ગરીબ:મનથી કે ધનથી?

આ વાત છે એક શાળા ના બાળક રાજની. રાજ 6ઠા ધોરણમાં ભણતો હતો. તેના વર્ગમાં તેને એક અલગ જ નજરથી જોવાતો હતો. ઓછી જરૂરિયાત, લઘરવઘર, સાદગીભર્યો છોકરો. ઓછા શોખ તેમજ સાદગી અને વધુ ભળતો ન હોવાથી તેને વર્ગના લોકો ગરીબ ગણતા. ન તેને nike ના જૂતા પ્રત્યે લગાવ, ન paragon ના sandals માટે. ભાઈ લાંબુ ટકે અને કામ થાય એવા sandal બતાવો આવી તેની ખરીદી. હવે થાય છે એવું કે વર્ગમાં શિક્ષક કહે છે કે હવે આપ સૌ 7માં ધોરણમાં જવાના તો આપણે પરમદિવસે ઉજાણી કરીશું. વર્ગના દરેક બાળક ખુશ થાય છે. 4 વસ્તુ નક્કી થાય છે જેની વસ્તુઓ અલગ અલગ લોકો એ લાવાની. પહેલી વસ્તુ sandwich, બીજી વસ્તુ ભેળપુરી, ત્રીજી પાણીપુરી, ચોથી વસ્તુ cake અને પાંચમી વસ્તુ કઠોળની કરામત. જેમાં sandwich,cake વગેરે બધી જ વસ્તુ લાવાની જવાબદારી સૌ લોકો સામેથી સ્વીકારી લે છે. વાત આવી પાણીપુરીની તો શ્વેતા ને પુરી, રાજ ને ચણા-બટાકાનો માવો અને જય ને તીખું પાણી લાવાનું કહેવામાં આવે છે. ગળી ચટણી કઠોળની કરામતમાં કોઈક લાવાનું જ હતું.

રાજ ખુશ થઈને ઘરે જાય છે,તેની મમ્મી ને કહે છે કે મારે આવી રીતે નક્કી થાય પ્રમાણે માવો લઇ જવાનો છે. તેની મમ્મી વહેલા ઉઠીને સરસ રીતે તાજો માવો બનાવી આપે છે અને રાજ હવે શાળામાં જાય છે. ઉજાણીની તૈયારી શરૂ થાય છે એટલે રાજ શ્વેતાને કહે છે કે પુરી લાવ તો માવો ભરતા થઈએ. આટલું સાંભળતા જ રાજની આ વાત શ્વેતા આખા વર્ગની વચ્ચે જઈને જોરથી કહે છે. બધા હસવા લાગ્યા. ત્યાં પાછળથી દેવ કહે છે કે એ ગરીબ તને શું લાગ્યું અમે તારા ઘરનું unhealthy ખાવાના? તારા કરતા તો લારી વાળો પણ સારો. રાજની આંખો ભરાઈ આવે છે ને એક ખૂણે બેસી જાય છે.

બધા પોતપોતાની રીતે ખાઈ લે છે અને અંતે રાજ દફ્તરમાંથી માવો કાઢે છે. અને ન ચમચી લીધી,ન કાંઈ બીજું ને હાથથી જ ડબ્બામાં ભરેલો માવો ખાવા લાગે છે. એટલામાં શિક્ષિકા આવે છે અને તેને કહે છે કે આટલું ખાઈને તારું પેટ નથી ભરાયું? તે આ કાચો માવો ખાય છે? રાજ બસ હસતો જોતો જ રહે છે. ત્યાં દુરથી આ ઘટનાના આછા સાક્ષી સફાઈ કર્મી આવે છે અને શિક્ષિકાને કહે છે કે એને આપ કશું ન બોલો, એને કાંઈ નથી ખાધું. ત્યારબાદ એ શિક્ષિકા આવીને ફરી ગુસ્સામાં પૂછે છે તે કેમ કંઈ ન ખાધું? અને આ માવો કોણ લાવ્યું? તારે શું લાવાનું હતું અને એ વસ્તુ બનીને ક્યાં ગઈ? રાજ એટલું જ કહે છે કે madam હું તો ગરીબ છું. મને જે લાવા માટે કહેલું એ આ માવો. પણ પુરી લાવા વાળી વ્યક્તિને સૌએ ના કહેલું અને સાચે જ મુજ ગરીબના ઘરનું કોણ ખાય?. હવે આ માવો હું ફેકીશ તો અન્નનું અપમાન થશે, અને ઘરે થઈશ તો માં પ્રશ્નો પૂછશે. અને તેની મહેનત બરબાદ થશે. એટલે હું આ માવો ખાઉં છું. શિક્ષકે પૂછ્યું કે તે બધી વાનગી જોઈ તો હશે,તો ખાવાની ઈચ્છા ન થઈ? રાજ નો જવાબ સાંભળી શિક્ષક મૌન થઈ જાય છે અને અશ્રુ સરી પડે છે, રાજ કહે છે જો મારા દ્વારા લાવેલી વસ્તુ નો અસ્વીકાર થાય તો હું મફતમાં એમની તેમજ એમના પરિવારજનની મહેનતનું અન્ન કેમ ખાઈ શકું? ન મારી લાસે હાલ પૈસા છે કે ન અન્ન માંગવા મારા હાથમાં સામર્થ્ય છે. એટલે હું મારી પાસે જે આ થોડું ઘણું છે તેનામાં ચલાવી લઈશ.

રાજ ભલે ધન ખરચવામાં ગરીબી બતાવતો હશે પણ મારા ખ્યાલથી મનની જાગીરી કદાચ એના જેવી અને તેના જેટલી ઉંમરમાં કોઈ પાસે નહિ હોય. પરિવારના આપેલ સંસ્કારોનું ખરું પ્રદર્શન રાજ કેવા છોકરામાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.

-શર્વિલ પંડિત

પપ્પાનું સ્કૂટર

મને ખયાલ નથી કે તમે સ્કૂટર પર બેસ્યા છો કે નહીં,પણ મેં બાળપણમાં એની બહુ મજા માણી. મારા પપ્પા પાસે બજાજ નું સ્કુટર હતું,જેમાં 2 સીટ અલગ આવે. અને એ 2 સીટ વચ્ચે પેટ્રોલ ટાંકી નું ઢાંકણું. અને એ જમાનામાં એક અલગ જ મજા આવતી. 2 વાર સ્કૂટર નમાવો,4 કીક મારો એટલે મોટા અવાજે ચાલુ થાય,એને પછી થોડુંક accelerator આપવાનું એટલે ચાલુ રહે ને પછી ગેર બદલી ઉપાડવાનું.એમાં દરેક ચાલક ની એક ખાસિયત કે ઉપડે એટલે થોડાક ઉભા થઇ ફરી સરખા બેસે હવે એમાં આવી ખાસ વાત, મારા પપ્પા નું સ્કૂટર, એનો દર 3 મહિને સ્પાર્ક પ્લગ બદલાવાનો. એટલે એને ચાલુ કરવામાં તકલીફ ન થાય. રોજ સવારે પપ્પા કામ પર જાય એટલે જીદ પકડવાની કે મને આંટો મરાવો. એમાં જ્યારે ઉભો રહેતા શીખ્યો એટલે આગળ stearing પર હાથ મૂકી ઉભા રહેવાની ઘણી મજા આવતી.પછી તો આગળ જ ઉભા રહેવાનું. ઘરે ફોઈ નો છોકરો આવે તો આગળ ઉભા રહેવા ઝઘડતા અમે, જેવું સ્કૂટર ઉપડે એટલે સરસ પવન આવતો. એમાં જેવું સિગ્નલ આવે એટલે ઝાટકા શરૂ. પણ એ સ્કૂટર ની એક ખાસિયત હતી,અત્યાર ના એકટીવા અને ઍક્સેસ માં પણ એ મજા નથી જે મજા એ સ્કૂટરમાં હતી. રમમમ કરીને અવાજ આવે,બધા કાળજીપૂર્વક એનું ધ્યાન રાખે,આગળ ઉભા રહીને અમે આંટો મારવા જતા,અને ખાસ કે જ્યારે કોઈ ઓવર બ્રિજ આવે એટલે હાથ હવા માં લહેરાવાની મજા એ તો અમે સ્કૂટર માં જ લીધેલી. એ સ્કૂટર ના દિવસો આજે પણ એટલા યાદ આવે કે જેનો આનંદ આજે ખુદ એકટીવા ચલાવીએ એમાં પણ નથી મળતો.

🖊️Sharvil Pandit