section and everything up till
*/ ?> Prakash Gohel Archives - Shabdoni Sangathe

જિંદગી પ્રેમ વિનાની શું કામની? – Lekhanotsav

સોનેરી સવાર સૂરજ વિનાની શું કામની?
ને અંધારી રાત સપનાં વિનાની શું કામની?

અમુક નજર કામની અનોખી મૂર્ત હોય છે,
આ જ આંખો ઉંડાણ વિનાની શું કામની?

વાયરામાં ડોલતી ઝુમખીની વાત અલગ છે,
મોહક હોય કેશા પણ લટ વિનાની શું કામની?

સંબંધનાં ઘણાં દાખલા પુરાણોમાં જડિત છે,
સીતા રામ ને રાધા કૃષ્ણ વિનાની શું કામની?

વાર્તા, ગીત, કવિતા કવિના ભાવે લખાય છે,
કલમની સ્યાહી શરારત વિનાની શું કામની?

સંસારમાં હૈયાનાં અનેક રૂપ જોવા મળે છે,
“પ્રેમ” કહે, જિંદગી પ્રેમ વિનાની શું કામની?

🖊️ Prakash Gohel

કોઈક

નાનકડાં જીવનની એક ચાહ જણાય છે,
કોઈકનાં પ્રેમ દરિયે મુજ હૈયું તણાય છે.

લોકો ભલેને સાચવે સ્વાર્થથી દરેક સંબંધ,
કોઈક જીવનની દોર સાત જન્મે બંધાય છે.

સુખ અને દુઃખ જાણે સિક્કાની બે બાજુ,
મન તો કોઈકના માત્ર સ્મરણે હરખાય છે.

બેરંગ લાગે આખુયે આકાશ પણ ક્યારેક,
તનેય કોઈક અજાણ્યાં વરસાદે રંગાય છે.

અરે કવિ! કલમે લખાયો સઘળો સંસાર,
સ્યાહી કોઈક નયનના વર્ણને મલકાય છે.

🖊️Prakash Gohel

મનગમતું સ્વપ્ન

આજે દર્શન કોઈ અજાણી સુંદરતાનું થઈ ગયું,
લાગ્યું મનગમતું કોઈ સ્વપ્ન સામેથી વહી ગયું.

નયન, નેણ અને લટની તો વાત અલગ હતી,
મારું મન, એમની લટકતી ઝુમખીમાં રહી ગયું.

મુલાકાત તો ઠીક વાતચીત થવાને પણ વાર હતી,
કંઈપણ બોલ્યાં પહેલાં જ એમનું મૌન મોહી ગયું.

જિંદગી તો એમ પણ બરાબર જ ચાલતી હતી,
દુનિયા એમની જોડે સજાવવા હૈયું જીદે ચડી ગયું.

કલમે તો અવિચાર પ્રેમની પંક્તિઓ સજાવી હતી,
એમની ઝલકનું સ્મરણ કંઈક અજુગતું લખી ગયું.

🖊️Prakash Gohel