section and everything up till
*/ ?> Payal Dhameliya Archives - Shabdoni Sangathe

જો મળે મૌનને

આપશે ગીતા સબૂત બધાં સાચા,
જો મળે મૌનને અદાલતમાં વાચા.

સંભળાશે વણ કહેલ વાતો ઘણી,
જો મળે મૌનને દરેક અભિલાષા,

થઇ જશે દૂર મનની સઘળી વ્યથા,
જો મળે મૌનને લાગણીની ભાષા.

આવશે હરેક સમસ્યાનો ઉકેલ,
જો મળે મૌનને સમજનાર સારા.

‘પલ’ જીવ્યા કેવું તે સાબિત થશે.
જો મળે મૌનને પાળનારા મારા.

🖊️Payal Dhameliya

કવિતા

ખબર નથી આગળ ક્યાં જવાના હતા,
ઘરથી નીકળીને રસ્તા ગોતવાના હતા.

જનાર ના સરનામા યાદ રાખે છે કોણ,
આપણા પછી એને ઘણા મળવાના હતા.

હવે શું પહોંચી ગયા મંઝિલ પર બાકી,
કહે લોકો અમે માર્ગ બતાવવાના હતા.

એતો આવી યાદવે લાજ બચાવી તારી,
મહારથી કોણ આગળ આવવાના હતા.

હસતા મુખે દુઃખને સ્વીકારતા થઈ ગયા,
ખબર છે આસુંનુ કારણ આપવાના હતા.

‘પલ’ માણી લીધી જીંદગી બાળપણમાં,
હવે તો વિદાયના દિવસો ગણવાના હતા.

🖊️Payal Dhameliya

પરિણામે

અહીં ભલાઇથી જીવન જીવવું પડે છે,
પરિણામે જેવું મળે તેવું ભોગવું પડે છે.

સૌના આંસુ જોઈ આશ્વાસન આપું છું,
પરિણામે ખુદનું જ આંસુ છુપાવું પડે છે.

લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનું છું,
પરિણામે હર દુઃખ એકલા સહેવું પડે છે.

વ્યવહારતો લાગણી ભર્યા કર્યા કરું છું,
પરિણામે સ્નેહની આશમાં રહેવું પડે છે.

કહે મનની વાત તેની સાથે હંમેશા રહું છું,
પરિણામે મુશ્કેલીઓ સામે લડવું પડે છે.

‘પલ’જીવનતો સાદગીથી જીવી જાણું છું,
પરિણામે હું મજામાં છું એવું કહેવુ પડે છે.

🖊️Payal Dhameliya