section and everything up till
*/ ?> Niti Sejpal Archives - Shabdoni Sangathe

સાચું વરદાન – Lekhanotsav

એક મહાદેવના બહુ મોટા ભક્ત હતાં. તેમનું નામ કાનજીભાઈ હતું. તે હંમેશા મહાદેવની ખૂબ સેવા કરતાં. તેમને એકવાર મહાદેવને મળવું હતું.અને તેમને પ્રસન્ન કરવું હતું. તેમની આ ઈચ્છાને પુરી થવા બહુ વાર ન હતી. કારણ કે તેઓ  છેલ્લા એક મહિનાથી કંઈ પણ ખાધા-પીધા વગર બસ તેમનું જ નામ બોલ્યા કરે.

 

આજ પૂનમની રાત હતી. આજનો એ દિવસ હતો જ્યારે મહાદેવ પોતાના ભક્તને મળવાના હતાં. રોજની જેમ આજે પણ કાનજીભાઈએ કંઈ ખાધું ન હતું. અને મહાદેવનું નામ લીધું હતું. અચાનક તેમની સામે ખૂબ પ્રકાશ આવ્યો. હવા પણ ખૂબ ચાલવા લાગી.થોડી વાર પછી આંખ ખોલીને જોયું તો સામે મહાદેવ ઉભા હતા. કાનજીભાઈને દર્શન દેતા હતાં. કાનજીભાઈ તો ખૂબ ખુશ થઈ ગયાં. તેમનાં દર્શન કર્યા. મહાદેવ ખુશ હતા તેથી તેઓએ કાનજીભાઈને ત્રણ વરદાન આપ્યા જેમાં કાનજીભાઈની જે ઈચ્છા હશે તે જ થશે.

 

કાનજીભાઈએ પહેલું વરદાન આપ્યું કે તે ખૂબ દુરનું સાંભળી શકે એવી શક્તિ તેમને મળે. 100 કિમિ દૂર ઉભેલો માણસ પણ શું વાત કરે છે તે એવું સાંભળી શકે. મહાદેવે આ વરદાન કાનજીભાઈને આપ્યો.

 

કાનજીભાઈ ખૂબ ખુશ હતાં. જેની સાંભળવાની શક્તિ ખૂબ ઓછી હતી તેની ઘણી બમણી થઈ ગઈ એ વિચારીને જ તે ખુશ થઈ રહ્યાં હતાં. આજે તેમની દીકરીના લગ્ન હતા. તેમનાં સંબંધીઓ ત્યાં આવ્યા. અને કહ્યું કે જમવાનું ખૂબ સારું હતું. કાનજીભાઈ પણ ખૂબ ખુશ થયા કે બધાને લગ્નનો ઉત્સવ ખૂબ ગમ્યો. તે લોકો પોતાના ઘરે જાય છે.અને ઘરે જઈને કહે છે, “આવું ખાવાનું તો ક્યાંય હોય? કંઈ સ્વાદ જ નહોતો. લગ્નમાં તો જરાય મજા ન આવી. બધાં પૈસા પાણીમાં ગયા.” કાનની શક્તિ હોવાને કારણે કાનજીભાઈ આ વાત સાંભળી શકે છે અને તેમને ખૂબ દુઃખ થાય છે. આવી જ વસ્તુ ઘણી વાર થઈ. જ્યારે તે બહાર જતા ત્યારે તેમની સામે લોકોની વાત કંઈક અલગ હોય અને પાછળથી તેઓની મશ્કરી કરે.

 

કાનજીભાઈ ફરી મહાદેવ પાસે ગયા અને કહ્યું, “વધું સાંભળવાની શક્તિ તો મને નુકસાન પહોચાડે છે. ન સાંભળવાનું પણ સંભળાય જાય છે. તમે મને વધું જોવાનું વરદાન આપો.” આ વરદાન તેમને મળી જાય છે.

 

તે બહાર નીકળે છે. અને એક પગ પર ચાલતા ભિખારીને મળે છે. તે ભિખારી ભીખ માંગવા આવે છે ત્યારે તેમને સાલથી ઢંકાયેલા પગ પણ દેખાય છે કે તે એકદમ સરખાં ચાલે છે. તે ભિખારીને પગને કંઈ નથી થયું હોતું. કાનજીભાઈ બસ નિરાશ થઈ ત્યાંથી જતાં રહે છે. ઘરે જઈ પોતાના છોકરાને મળે છે અને કહે છે, “બેટા, આ મહિનાના પૈસા થોડા ઓછા પડ્યાં.  થોડાં વધુ દે તો સારું રહેશે.” છોકરો કહે છે, “મારા પાકિટમાં તેટલાં પૈસા જ નથી રહ્યાં. હું તમને આ વખતે કદાચ નહિ આપી શકું.” વધું જોવાની શક્તિ સાથે કાનજીભાઈ ખિસ્સામાં પડેલા પાકિટમાં જોવે છે કે તેમાં 10000 રૂપિયા છે. તેમને ખૂબ દુઃખ થાય છે.

 

તે મહાદેવ પાસે પોતાનું આખરી વરદાન માંગવા જાય છે અને કહે છે, “હું ઘણો નિરાશ થયો. સમાજ આટલું ખોટું બોલે છે એ મને કદી નહોતી ખબર. મને એવી શક્તિ આપો કે હું કદી નિરાશ ન થવું અને સાચા માણસને પારખી શકું કે કોણ મારું છે? જો એ ખબર પડી શકશે તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ પાર કરી શકીશ.” મહાદેવ તેને પોતાનું આખરી વરદાન પણ આપી દે છે.

 

માણસ લોકોને ઘણી શક્તિઓ કદાચ ભગવાને વિચારીને જ નથી આપી. કારણ આપણો સ્વભાવ જ તેવો છે. બીજાને નિરાશ કરવા. અને જો એ વસ્તુ બીજું માણસ જાણી જાય તો તેને ઘણું દુઃખ થાય છે. તેથી જો એવી શક્તિ આપણી પાસે આવે કસ અપને સાચા અને ખોટનો ફરક જાણી શકીએ તો એ ઘણું મદદરૂપ થશે. કાનજીભાઈએ ખૂબ “સાચું વરદાન” માંગ્યું.

Niti Sejpal

Winter days

Will be missing that winter days,
When to have some warmth we all had different ways,
One of the way was your love,
That communication gave me warmth,
That heartful talk gave me warmth,
Hands in hands,
In front of campfire,
We were speaking our aims, goals and desires,
That feeling you have me there,
I’ll be missing so much,
When will we again meet?
When will we again talk?
The reality hits me,
That winter days are gone now,
That our beautiful story is over now,
No more snow and playing,
No more loving and caring,
Winter days are gone now..

🖊️Niti Sejpal, “Titli”

મમ્મી મને ચાલતાં શીખવાડ! (બાળગીત)

મમ્મી મને ચાલતાં શીખવાડ,
પહેલું ડગલું ભરવા જાઉં,
અને હું પડું ઢમ ઢમ ઢમ!
ડરથી મમ્મી બોલી પડી,
“રામ રામ રામ.”
બીજું ડગલું ભરવા જાઉં,
અને હું ઉભી રહી શકી ટમ ટમ ટમ,
ખુશીઓથી મમ્મી બોલી પડી,
લા લા લા,
ત્રીજું ડગલું મેં ભર્યું,
અને હું થોડું ચાલી ટિક-ટોક, ટિક-ટોક, ટિક-ટોક,
ત્યારબાદ મમ્મી બોલી,
જલ્દી અહીં આવ, આવ, આવ,
ચોથું ડગલું મેં ભર્યું,
અને હું મમ્મી પાસે પહોંચી છમ છમ છમ,
આ વખતે મમ્મી બોલી,
“જા! હવે જઈને રમ રમ રમ.”

🖊️Niti Sejpal