section and everything up till
*/ ?> Narendrasinh Sindha Archives - Shabdoni Sangathe

માન્યતા (લાઘવિકા) – Lekhanotsav

“મમ્મી, ગઈકાલે સાંજે હું ધ્વનિને ઘરે હતી ત્યારે ધ્વનિ કચરો વાળતી હતી ત્યારે એની મમ્મી એના પર ગુસ્સો થઈ ગઈ, એવું કેમ કર્યું એની મમ્મીએ?”એકતાએ કુતૂહલતાથી એની મમ્મી શાંતાબેનને કહ્યું.

“બેટા, એમાં એવું છે ને કે પહેલેથી એવી માન્યતા છે કે સાંજ થાય પછી કચરો ન વાળવો જોઈએ.”

“તે હેં મમ્મી, એવું કેમ હશે? કચરો વાળવાથી શું થવાનું?”એકતાની જાણવાની ઉત્સુકતા વધી રહી હતી.

“સાંભળ, પહેલેના જમાનામાં અત્યારની જેમ લાઈટ ને એવી બધી સુવિધા નહોતી તેથી કોઈ કિંમતી વસ્તુ ઘરમાં પડી ગઈ હોય અને તે ખોવાય ના જાય માટે સાંજે વાળવાની મનાઈ હતી અને એક પ્રકારની માન્યતા બની ગઈ” શાંતાબેને ચોખવટ કરી.

“બસ આ એકલી જ માન્યતા છે કે બીજી કોઈ પણ છે?”

“બેટા, આવી તો ઘણી પાયા વિહોણી માન્યતાઓ, રૂઢિઓ, અંધશ્રદ્ધા માણસોના મનમાં ઘર કરી ગયા છે.”

બન્ને વાતો કરી રહ્યા હોય છે ત્યારે એકતાની મોટી બહેન સંગીતા ત્યાં આવે છે અને એની મમ્મીને પૂછે છે, “મમ્મી , આજે જમવાનું શું બનાવવાનું છે?”

“તારે આજે રસોડામાં પગ જ નથી મુકવાનો, આજે હું રસોઈ બનાવી લઈશ એટલી પણ ખબર નથી પડતી કે પિરિયડ હોય ત્યારે રસોઈ ન બનાવાય.”

શાંતાબેનની આ વાત સાંભળીને એકતા એકીટશે વિહવળ બનીને જોયા જ કરે છે.

Narendra Sinha

બાળપણ

ઉનાળાના એ દિવસો હતા. બાળકો વેકેશનની મજા માણતા પાટિયાનું બેટ, નાસરમાના સ્ટમ્પ અને પ્લાસ્ટિકનો દડો લૈ દડો બેટ મતલબ કે ક્રિકેટ રમતા હતા. તેવામાં સમસમાટ એક સાયકલ આવી નાસરમાની એક સોટી લઈ લીધી, શંકરે બૂમ પણ દીધી કે, “ભગલા દોડ તારા પપ્પા આવ્યા છે…” ભગલો પણ એના પપ્પાને જોતા જ મુઠ્ઠી વાળીને દોડ્યો, આગળ ભગલોને પાછળ એના પપ્પા.

ભગલો તો એના દાદાની પાસે જઈને ઉભો રહી ગયો, એના પપ્પા પણ પાછળની પાછળ જ આવ્યા અને કહેવા લાગ્યા, “આખો દિવસ બસ દડો જ ટીચ ટીચ કરે સે..બીજું કાંઈ હુઝે સે તને.. જો તારા વેશ કેવા બનાવ્યા છે.” કરશનભાઈ ને બીક હતી કે, એનો દીકરો બીમાર થઈ જશે, શ્યામવર્ણી થઈ જશે. ભગલો તો મારની બીકે દાદા પાસે છુપાઈને જ બેસી રહ્યો, પછી દાદાએ કીધું, “એલા કરશન તુંય નાંનો હતો તાર આની કરતાંય રમતીયો હતો, પણ મેં તને ક્યારેય ટોચ્યો નહીં”. કરશન બોલ્યો, “પણ બાપા આમ આખો દિવસ રમ્યા કરશે તો ક્યાંક માંદો પડી જશે”. “હા એ વાત સાચી પણ આ એનું બાળપણ છે, એમાં રમે નહીં તો શું કરે અને માંદા થવાની બીકે એના બાળપણનો ભોગ તો ના આપી શકાયને? શું તને બાળપણમાં પાછું જવાનું ગમશે કે નહીં? શું તને પણ આની જેમ રમવાનું ગમશે કે નહીં?” દાદાના શબ્દો સાંભળી કરશન મૂક બની ગયો અને ભગલાને ગળે લગાવી રમવા માટે મોકલી દીધો.

🖋️નરેન્દ્રસિંહ સિંધા

માણસાઈના દર્શન

“અરે, કાલે તો ડોક્યુમેન્ટ વેરીફીકેશન નો છેલ્લો દિવસ..!” સમર્થને અચાનક તેની માસ્ટર ડિગ્રીના એડમિશન માટેનો ખ્યાલ આવ્યો, એડમિશન પણ યુનિવર્સીટીની પહેલા નંબરની કોલેજ. સમર્થ જરૂરી બધા ડોક્યુમેન્ટ લઈ બીજે દિવસે સવારે જ અમદાવાદ જવા નીકળી ગયો. બસમાંથી ઉતરતાં એક નવું શહેર કે જ્યાં એ ક્યારેય આવ્યો નથી, કેવી રીતે કોલેજ સુધી પહોંચશે? સીટી બસમાં યુનિર્વિસટી સુધી પહોંચી ગયો. પૂછતાં પૂછતાં સમર્થ કોલેજ સુધી તો પહોંચ્યો , પણ ડોક્યુમેન્ટ જમા કરવાની ઉતાવળમાં
જાતિ અંગેનું પ્રમાણ પત્ર અને આવકનો દાખલી લેવાનું જ ભૂલી ગયો હતો… અને વેરીફીકેશન સમિતીએ પણ કહી દીધું કે, “એના વગર તો અમે એડમિશન ના આપી શકીએ અને એવું હોય તો તમે મોબાઈલ પર મંગાવી ઝેરોક્ષ આપી શકો છો.”
બપોરના બે વાગી ગયા હતા અને વેરીફીકેશન માટેની પ્રક્રિયા પણ 4 વાગ્યા સુધી જ હતી. પ્રમાણ પત્રો તો આવી ગયા મોબાઈલમાં પણ ઝેરોક્ષ કરાવવા માટે જવું ક્યાં? અજાણ્યું સ્થળ, અજાણ્યા રસ્તા… એવામાં અચાનક એક મોટરસાઇકલ આવીને સમર્થની સામે ઉભી રહી અને કહ્યું, “ચાલો બેસી જાવ, હું પણ એડમિશન માટે આવ્યો હતો મને ખબર છે તમારે ઝેરોક્ષ કઢાવવાની છે.. મારુ તો એડમિશન નહીં થાય પરંતુ તમારું થઈ જશે” સમર્થને તો જાણે એવું લાગ્યું કે ભગવાને જ એ વ્યક્તિને મોકલ્યો હશે અને આવી મોબાઈલ અને સ્વાર્થની દુનિયામાં આજે પણ માણસાઈ ક્યાંકને ક્યાંક જીવે છે. સમર્થે છેલ્લે સમયે ડોક્યુમેન્ટ વેરીફાય કરાવીને એડમિશન નક્કી કરી દીધું, મનોમન એ ભગવાન અને એ અજાણ્યા વ્યક્તિનો મનોમન આભાર માનતો ઘરે જવા માટે રવાના થયો.

🖊️નરેન્દ્રસિંહ સિંધા