section and everything up till
*/ ?> Miral Patel Archives - Shabdoni Sangathe

ક્યારે મને મળશો માધવ

(રાગ : હૈયા ના હેતેથી આવ, શ્યામ તને જોવાનો છે લ્હાવ)

કેવા રૂપાળા લાગો રણછોડ, ક્યારે મને મળશો માધવ?
આજે લાવો આ વાતનો નીચોડ, ક્યારે મને મળશો માધવ?

મળવાની આજ મે તો હઠ લીધી શામળા,
પાછો નહીં જાઉં હું તો ખાલી હાથ શામળા,
આવી વાતોથી મુખડા ન મોડ, ક્યારે મને મળશો માધવ?

કસોટી ભગતની કરવાની શામળા,
આવીને આવી તને ટેવ પડી શામળા,
તારી ટેવને આવીને તોડ, ક્યારે મને મળશો માધવ ?

તારી સાથે પરણવા તૈયાર હું શામળા,
તુ જો તૈયાર પછી શેની વાર શામળા…?
ઓઢુ તારા નામની હું સોડ, ક્યારે મને મળશો માધવ?

“પુનિત” અભિલાષ મારી એટલીજ શામળા,
“યુવા કવિ”ને મળો ક્યારે સામસામી શામળા,
એને મનમાં જાગ્યા છે એવા કોડ, ક્યારે મને મળશો માધવ?

-સંત શ્રી પુનિત કૃપાથી

🖊️Miral Patel

પ્રભુ તુ અપનાવી લે આજ – Lekhanotsav

રાગ : મારે સદગુરુજીનો સાથ, છત્તર છાંયડે રહું છું…)

મારુ સ્વજન આવ્યું પાસ (૨), પ્રભુ તુ અપનાવી લે આજ…
કે તારા ચરણકમળમાનો દાસ (૨), પ્રભુ તુ અપનાવી લે આજ…

સારું ખોટું ન્યાય કરતો, વલ્લભાધીશ વ્હાલમા
તુ છે બાપ અમારો ગ્રાસ (૨), પ્રભુ તુ અપનાવી લે આજ…

માયાના સહુ લુઘડા ફાડી, સત્સંગનુ તુ વસ્ત્ર દે
એને પહેરાવ ભક્તિ લીબાસ (૨), પ્રભુ તુ અપનાવી લે આજ…

કર્મ પ્રમાણે યોની મળશે, ચક્ર આ છે ચાલતુ
ક્યારેક પુનમ ક્યારેક અમાસ (૨), પ્રભુ તુ અપનાવી લે આજ…

“પુનિત” ચરણની ભક્તિ મળે તો, માંગુ અહીંનુ જ આંગણું
“યુવા કવિ”ની વિનંતી ખાસ (૨), પ્રભુ તુ અપનાવી લે આજ…

-સંત શ્રી પુનિત કૃપાથી

🖊️Miral Patel

શીદને તલસાવો આંખડી

(રાગ: ખોટો સંસારીનો સાથ, શામળા સાચો તુ એક છે…)

પ્રભુ મારી સામુ જુઓ, શીદને તલસાવો આંખડી…
આંસુથી ભર્યો કુવો, શીદને તલસાવો આંખડી…

ઉઠુ સવારે ત્યાં નવી ઉપાધિ,
થાક્યો હવે હું થીગડાને સાંધી,
કરુણા તો કંઈક કરી લાવો, શીદને તલસાવો આંખડી…

રોજ રોજ મહેણાંથી કર્ણ મારા થાક્યાં,
ક્યાં છે તારો પ્રભુ શું કામે ન આવ્યા,
પરચો આવીને બતાવો, શીદને તલસાવો આંખડી…

એવી શું ભુલ મારી વાટ દિખલાવો,
કાળજે કઠણ આપ કેમ તમે થાઓ,
દયા નો દરિયો કહાવો, શીદને તલસાવો આંખડી…

સાચો સહારો મારો રણછોડ રાય છે,
એની જ તો મારે પુનિત છાંય છે,
યુવા કવિને મન ભાવો, શીદને તલસાવો આંખડી…

શ્રી સંત પુનિત કૃપાથી

🖊️Miral Patel