section and everything up till
*/ ?> Mayur Brahmbhatt Archives - Shabdoni Sangathe

મોટી બેન

ભૂમિ પર વાત્સલ્યની બીજી મૂરત પણ માની છે એ કેહવાય.
બીજી મા બનીને હૃદય સમા રાખતી એ માની છે પરછાઇ.

ભોજન બન્યું જો ઓછું ત્યારે ખુદનો ભાગ અમને દઈ જાય.
સ્મિત અમારા જોઈ એની તૃપ્તિ ઉદરની થાઈ.

ના માંગે તો પણ મળે એટલું કે મન તોઈ ના ભરાઈ.
ના આપતા ખૂટે તેનો સ્નેહએ લાગણી કેમ સમજાઈ.

જો શબ્દરૂપી સાગર માં કલમે એનો સાર લખાઈ.
તો ધન્ય બનવા સ્વર્ગથી મારા પ્રભુએ સાંભળવા તત્પર થાઈ.

કેમ લખું હું પ્રેમ શબ્દોમાં જ્યાં લખતા શબ્દો ખૂટી જાય.
વહાલસોયી મોટીબેન રૂપે જો બીજી મા જીવનમાં મળી જાય.

🖊️Mayur Brahmbhatt

“અમાવસ્યા” – “અભિશાપ કે વરદાન”

સુનંદાબેન અને અશ્વિનભાઈ બંને પતિ પત્ની મોતિનગરમાં રેહતા હતા. સુનંદાબેન એક શિક્ષિકા હતા, અને અશ્વિનભાઈ મોતિનગર ગામના માભી સરપંચ હતા. બંને પતિ પત્ની સુખી જીવન જીવી રહ્યા હતા . ગામની પ્રગતિ માટે જાણે કેટ કેટલું યોગ્ય કાર્ય કરતાં. તેમનું જીવન બસ ગામના લોકોની સેવામા અને ગામનાં છોકરાં છોકરીઓની શિક્ષામાં વ્યતીત થઈ રહ્યું હતું. ગામના દરેક વ્યક્તિ સુનંદાબેન અને અશ્વિનભાઈથી ખુબ જ ખુશ હતા અને એમનું માન સન્માન પણ ઘણું કરતા.
આમને આમ એમનું જીવન વ્યતિત થઈ રહ્યું હતું, અને એક દિવસ એમના ઘરમાં હર્ષ ઉલ્લાસના એવા અનેરા સમાચાર આવ્યા કે સુનંદાબેન મા બનવાના છે. આ વાતની જાણ જ્યારે મોતિનગરમાં પવનના સૂસવાટા ભેર પોહચી ગઈને ત્યારે આખા ગામમાં તેહવારની જેમ રંગત જામીના ગઈ હોઈ એવું વાતાવરણ થઈ ગયું. ગામ લોકોને નાનકડી એવી ઊજવણી રાખી અને ત્યાં સુનંદાબેન અને અશ્વિનભાઈને આમંત્રણ આપી તેમને ભેટો અને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી.
ધીરે ધીરે આ ખુશીના દિવસો વ્યતીત થઈ રહ્યા હતા. અને એક દિવસ અમાવસ્યાની રાત્રે સુનંદાબેનને દુખાવો થવા લાગ્યો અને રાત્રીના સમયે જ તેમને બાળકને જન્મ આપ્યો. ગામના પાદરે કૂતરા બિલાડા કરુણ આક્રંદ સાથે અવાજ કરવા લાગ્યા. આ બાજુ ગામના લોકો ના જાણે કેવી કેવી વાતો કરવા લાગ્યા. બાળકના જન્મની સાથે જ ગામમાં એક સાથે ઘણા પશુઓનું અકાળ મૃત્યુ થવા લાગ્યું. ગામમાં ડરનો માહોલ ફેલાઈ ગયો. દરેક વ્યક્તિ બાળકને લઈને કઈક ને કઇક વાતો કરવા માંડ્યા. અંધવિશ્વાસના એવા ઘણા કિસ્સાઓ કેહવાવ માંડ્યા. આમને આમ અઠવાડિયું વ્યતીત થઈ ગયું. ગામ લોકો હિંમત કરી ભેગા થઈ અશ્વિનભાઈ પાસે પહોંચ્યા અને કેહવા લાગ્યા કે, “આપ આ બાળકનો ત્યાગ કરી દો અને એની બલી આપી દો, આ રાક્ષસી બાળક છે, તે આપડા આખા ગામને ખાઈ જશે”. આ વાત સંભાળતાની સાથે જ સુનંદાબેન રડવા માંડ્યા અને તેમના રુદનનો અવાજ અશ્વિનભાઈના કાને પડ્યો, અને પછી તરત જ અશ્વિનભાઈ એ કહ્યું “કાલે પંચ બોલવામાં આવશે અને ત્યાં જે કંઈ પણ નક્કી થાય એ યોગ્ય નિર્ણય માંની તેનું પાલન કરવામાં આવશે”.
આ બાજુ તે રાત્રી આખું ગામ એક તરફી અને અશ્વિનભાઈ અને સુનંદાબેનનું પરિવાર એક તરફી હતું. દરેકના મનમાં બસ આવતી કાલના નિર્ણયને લઈને જ વાતો હતી. અશ્વિનભાઈ એ સુનંદાબેનને છાના રાખી સુવડાવી દીધા. અને તેઓ પોતે વિચારોમાં લાગી ગયા. આખરે કાલનો દિવસ આવી ગયો સમય અનુસાર આખું ગામ, પંચ અને અશ્વિનભાઈનું પરિવાર ગામનાં ચોગાનમાં ભેગા થયા. કોઈ કઈ પણ બોલે તેની પેહલા જ અશ્વિનભાઈએ બાળકનો ત્યાગ કરવાનો પોતાનો નિર્ણય બધાની વચ્ચે મૂકી દીધો. આખું ગામ આ નિર્ણયથી ખુશ થઈ ગયું પરંતુ તેમના પતિના મોઢેથી આવું વચન સંભાળતાની સાથે સુનંદાબેન એક દમ હેબતાઈ ગયા, અને અશ્વિનભાઈને સામે જોઈને એમને કેહવાં લાગ્યા, “તમને કઈ સમજ પડે છે તમે આમ શું બોલી રહ્યા છો? કઈ પણ વિચાર અહીંયા મૂકતા પેહલા ક્ષણ ભર માટે પણ વિચાર કર્યો મારો અને આપણા બાળકનો? તમને થઈ શું ગયું છે? આવા તો હતા નઈ તમે?”
ના જાણે આવા કેટ કેટલાય પ્રશ્નોનો વરસાદ સુનંદાબેનએ અશ્વિનભાઈ પર કરવાનો ચાલુ કરી દીધો. પ્રતિ ઉત્તરમાં બસ અશ્વિનભાઈ એટલું જ બોલ્યા,”મે જે કઈ પણ બોલું છું એ વિચારીને અને ગામના લોકોની ભલાઈ માટે જ કહું છું તને કંઈ સમસ્યા હોઈ તો તું અહીથી જઈ શકે છે”. આ સંભાળતાની સાથે જ સુનંદાબેનએ નિર્ણય લઈ લીધો કે તેમને આ ગામ છોડીને ઘણે દૂર જઈને આ બાળક જોડે રહશે. જેવી સુનંદાબેનની આ વાત સાંભળી અશ્વિનભાઈ બોલ્યાં કે “આપણ શું? તું આ અભિશાપના લીધે મને તરછોડે છે? આ પાપીના લીધે શું તું તારા પતિ નો ત્યાગ કરીશ?”. પ્રતિ ઉત્તરમાં સુનંદાબેન બસ એટલું જ કહે છે,”બાળકએ ભગવાનની ભેટ હોઈ છે. એ અભિશાપ નથી હોતું. એતો નાનકડો છોડ છે, જેમ એને ઉછેરશું તેમ તેનું રૂપ ખીલશે.” મા ના આ જવાબને ત્યાં ઉભેલા દરેક વ્યક્તિ માંથી કોઈ સમજી ના શક્યું. અને આખરે નિર્ણય લેવાયો કે સુનંદાબેન અને તેમનું બાળક મોતિનગર ગામથી દૂર જતા રહે.
એક નિરાધાર મા પોતાના બાળક સાથે કઈ પણ લીધા વિના મોતિનગર ગામ માંથી નીકળી ગયા. જેમ જેમ બીજા ગામમાં પહોંચતા તેમ તેમ દરેક ગામ માંથી તેમને કાઢી મૂકવામાં આવતા કારણ કે તેમના બાળકના જન્મની વાત આજુ બાજુના દરેક ગામોમાં ફેલાઈ ગઈ હતી. સુનંદાબેનને તેમના પિયરમાંથી પણ કોઈ આશાના મળી તેમને પણ તેમનો તિરસ્કાર કર્યો. છતાં પણ કેહવાયું છેને મા ધારે એ કરી શકે અને મા દરેક સમસ્યાથી લઢી લે પોતાના બાળક માટે અને આજે એજ કર્યું સુનાંદબેને.
ચાલતા ચાલતા અને કેટ કેટલાય વિઘ્નોને પાર કરતાં કરતાં છેવટે સુનંદાબેન મનોહર વન પાસે પોહચ્યા જ્યાં એક જૂનું મંદિર હતું અને થોડે દૂર એક ઝૂંપડી. મંદિર બંધ હોવાના કારણે સાવ ખરાબ સ્થિતિમાં હતું. અને ઝૂંપડીએ બસ નામની જ ઝૂંપડી હતી, તુટલી અવસ્થામાં કોઈ પણ જગ્યા એથી યોગ્ય નઈ એવી સ્થિતિમાં ઝૂંપડી હતી. પરંતુ ત્યાં એક વૃદ્ધ પુજરી આવે છે અને સુનંદાબેનને કહે છે, ” દીકરી તું અહીંયા આવી તો છો પરંતુ મંદિર બંધ છે, મારી ઉંમર થઈ ગઈ છે એટલે હું એક સાથે બે મંદિર સંભાળી નથી શકતો. અહીંયા મનોહર વન થી થોડે દૂર રતનપુર ગામમાં પણ એક મંદિર છે ત્યાં પણ હું સેવા આપુ છું માટે દીકરી તું ત્યાં દર્શન કરવા માટે આવજે.” આ સંભાળતાની સાથે સુનંદાબેનએ પૂજારીને કહ્યું કે ,” હુ અહીંયા દર્શન માટે નથી આવી પરંતુ કોઈક રેહવાં માટે સ્થળ શોઘી રહી છું. મારું આ નવજાત બાળક છે તેની સાથે હું ક્યાં જાવ?” આમ કહી પોતાની સાથે થયેલી દરેક વાતો તેમને પૂજારીને કરી. બધું જ સાંભળ્યા પછી પૂજારી એટલું જ બોલ્યા કે,”દીકરી સારું નરસું એ તો ભગવાનના હાથમાં હોઈ છે. તારી લાગણી બહુ જ યોગ્ય છે. અને તારા જોડે જે પણ થયું એ ઘણું ખોટું થયું છે. પરંતુ દીકરીતું એક કામ કર અહીંયા રહે, ભગવાનની સેવા કર, તારા દીકરાને શિક્ષા પ્રદાન કર યોગ્ય માણસ તેને બનાવ. અને રહી વાત તારા બાળકના રાક્ષસ હોવાનો તો એ બધું નિયતિનું કામ છે અને ભગવાનની રચના, દરેકનું અવતરણ કોઈક ને કોઈક કાર્ય માટે જ થતું હોય છે.” બસ આટલું કહી સમજાવી પૂજારીએ સુનંદાબેનને ત્યાં રોકાઈ જવા અને મંદિરની સેવા કરવા તથા ત્યાં જ થોડે દૂર ખેતી કરી ભરણ પોષણ કરવા જમીન આપી અને સારા આશીર્વાદ આપી પરત રતનપુર ગામે જતા રહ્યા.
સુનંદાબેનએ બાળકનું નામ મૃદન પાડ્યું. બંને મા દીકરો ત્યાં રહીને જીવન જીવવા લાગ્યા પરંતુ મૃદન તેના આસુરી પ્રકૃતિના લીધે મંદિરમાં નહોતો જઈ શકતો. માટે મંદિરમાં સુનંદાબેન સેવા આપી પછી બહાર આવી મૃદનને શિક્ષા આપતા. કેટ કેટલા સંઘર્ષ અને સમસ્યા ઓથી જુજીને બંને માં દીકરા નું જીવન સારી રીતે ચાલવા માંડ્યું. આસુરી પ્રકૃતિના લીધે સમય જતા મૃદનનો બાહ્ય દેખાવ બદલાવા લાગ્યો હતો. છતાં પણ કીધું છે ને મા ના સંસ્કારોની છતમાં ઉછરેલા બાળકએ માની છબિ હોઈ છે. બસ મૃદન પણ સુનંદાબેનના સંસ્કારોના પરિણામ રૂપે યોગ્ય જીવાત્મા બની ગયો હતો.
સમય જતાં મૃદનને તેના પિતાને જોવાની ઈચ્છા થઈ તો તેને સુનંદાબેનને કહ્યું કે,” મા શું આપડે પિતાજીને મળવા નઈ જઈ શકીએ? મારે તેમને મળવું છે.” આટલું સાંભળતાની સાથે સુનંદાબેન ગભરાઈ ગયા અને મૃદનને ભેટીને કેહવા લાગ્યા કે ,”તું આવું કંઈ પણ ના વિચાર આપડે ત્યાં જવું જ નથી ત્યાં કોઈ નથી.” મા ના મુખે થી આવું વચન સંભાળતાની સાથે મૃદન સમજી ગયો તેના માની મનોદશા માટે તેને આગળ એ વાત કરવાની બંધ કરી દીધી અને તે તેની મા ને ભેટીને ‌‍ક્ષમા માંગીને વહાલ કરવા લાગ્યો.
સમય જતાં સુનંદાબેનનું આરોગ્ય બગડતા તેમને યોગ્ય ચિકિત્સા આપવી જરૂરી બની ગઈ. પરંતુ આ બાજુ મૃદન મનોહર વન અને રતનપુર સિવાય બીજે ક્યાંય ગયો જ નહોતો તેથી હવે તેને કરવું તો કરવું શું? એ તેને સમજાઈ રહ્યું નહોતું. રતનપુરમાં દરેક વ્યક્તિ બધી જ વાત જણાતું હતું મૃદનના જીવનની અને સત્ય પણ પરંતુ બધા તેને પ્રેમ કરતા હતા અને તેનું કારણ સુનંદાબેનના આપેલા સંસ્કારો હતા. મંદિરમાં નહોતો જઈ શકતો પરંતુ પૂજા કઈ રીતે કરવી ભગવાનની સ્તુતિ, આરતી, ક્ષમા યાચના દરેકનું સ્મરણ મૃદન ને હતું. રતનપુર ના વૈદ્ય સુનંદાબેનની દવા તો કરવા લાગ્યા પરંતુ એમનું આરોગ્ય સઘળું બરાબર થવાના બદલે વધારે બગડવા માંડ્યું અને આ બાજુ મૃદન મંદિરની બહાર થી જ ભગવાનની પૂજા કરતો, સ્તુતિ ગાતો અને મા નું આરોગ્ય સુધરી જાય એવી પ્રાર્થના કરતો.
વૈદ્યએ મૃદનને કહ્યું કે,”ભાયલા મૃદન સુનંદા દીકરીને હું કઈ રીતે મદદ કરું કઈ સમજાતું નથી મને લાગતી દરેક સારવાર મે આપી પરંતુ આ તેમનું આરોગ્ય સુધરી નથી રહ્યું. દીકરા તું એક કામ કર મારા મિત્ર છે જે બોવ જ પ્રખ્યાત વૈદ્ય છે એ જરૂર સુનંદા દીકરીને સાજી કરી દેશે. તું તારી મા ને લઈને મોતિનગર જા એ ત્યાં રહે છે અને એ તારી મદદ જરૂર કરશે. પરંતુ હમણાં ત્યાંના હાલત થોડા ખરાબ છે કારણ કે ત્યાં કુદરતનો કેહર આવી પડ્યો છે. આખું ગામ અને બીજા આજુ બાજુના ગામો જંગલમાં લાગેલી આગ થી જજુમી રહ્યા છે.” મૃદન એ કહ્યું કે,” હુ માતા માટે કઈ પણ કરીશ બસ તમે મને માર્ગ બતાવો મોતિનગર જવાનો.” વૈદ્ય મહારાજ એ મૃદનને માર્ગ બતાવ્યો અને મૃદન ત્યાં થી નીકળી ગયો એની મા ને લઈને. રસ્તામાં જ એ જંગલમાં લાગેલી આગથી ભીડાઈ ગયો આસુરી પ્રકૃતિનો હોવાથી તે પવન, આગ અને પાણીને નિયંત્રણમાં રાખી શકતો હતો. આગળ જતાં જતાં તે દરેક ગામોને બચાવતો આખરે મોતિનગર ગામે પોહચી ગયો અને વૈદ્યજીના કેહવા પ્રમાણે એમના મિત્ર પાસે પોહચી ગયો. પરંતુ તેના બાહ્ય દેખાવના લીધે બધા જ ડરી રહ્યા હતા. પણ મૃદનની આજીજી અને તેમના મિત્રના પત્રને વાચીને વૈદ્ય મનુભાઈ તેમને મદદ કરવા તૈયાર થઈ ગયા. અને એટલામાં જ મનુભાઈના ચોખટ પર ગામના વડા એવા અશ્વિનભાઈ હેબતાઈ ગયેલી અવસ્થામાં ત્યાં આવી ચઢ્યા અને મનુભાઈને કેહવા લાગ્યા કે,”આપડા મંદિરમાં ચારે બાજુ આગ ફેલાઈ ગઈ છે અને ગામના બાળકો અને મા તથા બેહનો ત્યાં જ છે. તેમને બચાવાના છે ચાલો તમે જલ્દી.” આ સાંભળતાની સાથે મૃદન બોલ્યો અશ્વિનભાઈને,” સરપંચ જી ચાલો હું તમને મદદ કરું છું આગળ પણ બધા ગામોમાં મે લોકોને મદદ કરી છે.” જેવો આ અવાજ સાંભળ્યોને જોયુ તો અશ્વિનભાઈ ડરી ગયા મૃદનને જોઇને. મૃદન અને અશ્વિનભાઈ વચ્ચે વાત થઈ થોડી. મૃદને બધું કહ્યું અને તેઓ નીકળી ગયા બધાને મદદ કરવા. આ બાજુ અડધું ગામ મૃદનના કાર્યને જોતું હતું અને મૃદન દરેકને બચાવી રહ્યો હતો. આજુ બાજુ ની આગ તેને બુઝાવી નાખી પરંતુ મંદિરમાં ફસાયેલા લોકો માટે તેને ખુદ મંદિરમાં જવું પડે તેમ હતું. મૃદન જરા પણ વિચાર કર્યા વગર મંદિરમાં જતો રહ્યો અને બધાને બહાર કાઢવા માંડ્યો પરંતુ પ્રકૃતિને તો જાણે શું જોઈતું હતું મૃદનને પીડાઓ થવા લાગી આસુરી પ્રકૃતિના લીધે મંદિરમાં ગયેલા મૃદનને અસહ્ય વેદનાથી જજુમવું પડ્યુું. ગામના ત્યાં ઉભેલા દરેક આ જોઈ રહ્યા હતા દરેકની આખોમા આશું હતા અને ઘણા વિચારો. આખરે દરેકને બચાવી મૃદન બહાર તો આવી ગયો પરંતુ આજે તો કુદરતને શું કરવું હતું કઈ સમજાઈ નહોતું રહ્યું. મૃદન જેવો બહાર આવ્યો કે સીધો ભૂમિ પર બેભાન થઈ ગયો. અશ્વિનભાઈ એ તેનું માથું પોતાના ખોળામાં લીધું અને રોવા લાગ્યા અને કેહવા લાગ્યા કે,” ધન્ય છે એ મા કે જેને આવા લાલને જણ્યો છે. પોતાની માને બચાવવા અહીંયા આવ્યો અને ગામના લોકોની મદદ માટે આજે આટલું મોટું બલિદાન આપવામાં આવ્યું તારા તરફ થી.” આટલું બોલતાની સાથે આશુની ધાર વેહવા લાગી. અશ્વિનભાઈની આંખો માંથી જેવા આશુસમાં મોતિ મૃદનના મુખ પર પડ્યા, કે તે ભાનમાં આવ્યો અને અશ્વિનભાઈના આશુ સાફ કરતા એટલું જ બોલી શક્યો કે,” મારી માતાને બચાવી લ્યો.” અને મૃદનનું મૃત્યુ થઈ ગયું. આ બાજુ આખું ગામ મૃદનના મૃત્યુ થી શોકમગ્ન થઈ ગયું દરેકની આંખોમાં અશ્રુઓ સમાન મોતિ વેહવાં લાગ્યા. આખું ગામ મનુભાઈના ઘરે જઈને મૃદનની મા ને જોવા પહોંચ્યું. અને ત્યાં જઈને જોયું તો દરેક લોકો બસ સ્તબ્ધ થઈ ગયા કારણ કે આખું ગામ સુનંદાબેનને આજે પણ જાણતું હતું અને અશ્વિનભાઈ સીધા ઊભા ઊભા જમીન સરખા પડી ગયા. સુનંદાબેન ભાનમાં આવ્યા અને આ વાતની જાણ એમને થઈ. એક મા આ વેદના કેમની સહન કરે? મૃદનને વિધિ અનુસાર અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા. આ બાજુ સુનંદાબેન અને અશ્વિનભાઇ બંને પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ. સુનંદાબેનએ કેવી રીતે મૃદનને સંસ્કારો આપ્યા અને કેમના રહ્યા દરેક વાત અશ્વિનભાઈને અને આખા ગામના લોકોને કહી. થોડા જ દિવસમાં સુનંદાબેનનું પણ અવસાન થઈ ગયું અને આ બધી વેદનાઓથી જજૂમી જજૂમીને અશ્વિનભાઈ એ પણ તેમના પ્રાણનો ત્યાગ કરી દીધો.
અર્થાત્ આ વાત થી એ શીખ મળે છે કે અયોગ્ય કે દુષ્ટ કોઈ હોતું નથી. યોગ્ય સંસ્કારોની છત મળે ને તો અશુભ પણ શુભ થઈ જાઈ છે, અને અયોગ્ય પણ યોગ્ય થઈ જાય છે. અંતમાં એટલું જ કહીશ યોગ્ય ચરિત્ર નિર્માણએ સારા મનુષ્યનું ભવિષ્ય છે. માટે આપણા પોતાના બાળકનું જેવું ચરિત્ર નિર્માણ કરીશું એજ આપણા બાળકનું ભવિષ્ય નક્કી કરશે.

🖊️Mayur Brahmbhatt

ત્યાગની સાચી મૂરત

કદાચ તો શીર્ષકને વાચીને આપણે બધા કેટ કેટલા મંતવ્યો રજુ કરી દઈએ, કે ત્યાગ એટલે પ્રેમમાં થનારો એક દુઃખદ અહેસાસ. ત્યાગ એટલે ભગવાને કરેલા કેટલાય બલિદાન. ત્યાગ એટલે એક પ્રેમી અને પ્રેમિકા ના જુદા થવાની વેદના. પરંતુ ત્યાગ એટલે એક જ વ્યક્તિએ કરેલા પોતાના દરેક સ્વપ્ન અને દરેક ખુશીઓનું બલિદાન, અને તેજ વ્યક્તિ એટલે. અરે! માફ કરજો એ વ્યક્તિ નથી પણ આપણા માટે આંખે જોઈ શકાતા ભગવાન જેવા આપણ પિતા છે.
એક ઉંમર સુધી કેટ કેટલાય સ્વપ્ન જોયા હોય છે તેમણે. ના જાણે કેટલાય સંઘર્ષોથી જજુમ્યા હોઈ છે પોતાના સ્વપ્ન માટે તેઓ. દરેક ઉતાર ચઢાવ દરેક મૌસમના જાણે કેટ કેટલાય તુફાનો, તકલીફો અને વેદનાથી તેમને યુદ્ધ કર્યું હશે. માત્ર પોતાના સ્વપ્નને પામવા માટે.
છતાં એક વાર જ્યારે તેમના લગ્ન થઈ જાય છે અને તેઓ સાંસારિક જીવનમાં આવી જાય છે ત્યારથી જ ધીમે ધીમે તેઓ તેમના સ્વપ્નનો ત્યાગ કરવાનું શરૂ કરી દે છે. કારણ કે એમનાં સ્વપ્ન આગળ કેટલાય તેમના પોતાનાના સ્વપ્નો ઊભા હોઈ છે. અને તેઓ ફક્ત પરિવારના સ્વપ્નોને પૂરા કરવા માટે એક એક કરીને પોતાના દરેક સ્વપ્નનો ત્યાગ શરૂ કરી દે છે.
જ્યારે તેમના ઘરે બાળક આવે છે ને સાહેબ ત્યારે તેઓ પછી કશું જ ઈચ્છતા નથી, બસ પછી પોતાના સ્વપ્નોને મારી ને બસ પોતાના બાળકોની પાછળ અને પરિવારની પાછળ જ જીવવાનું શરુ કરી દે છે.
ઘણી વાર બાળકોને એમ લાગતું હોય છે કે પિતા ખુબ ઓછો પ્રેમ કરે છે મા કરતા પરંતુ જોવા જઈએ ને સાહેબ તો સત્ય તો એ છે કે એક પિતા જેટલો પ્રેમ દુનિયામાં કોઈ નથી કરતું. પિતાના ગુસ્સામાં પણ લાગણી છુપાયેલી હોય છે, ચિંતા છુપાયેલી હોઈ છે, અને ડર પણ. તેઓ આપણા ભવિષ્યને લઈને કેટ કેટલું વિચારી ચૂક્યા હોય છે કે જેનાથી આપણે અજાણ હોઈએ છીએ. આપણી એક નાદાની અને એક ભૂલ આપણું ભવિષ્ય બગાડીના કાઢેને બસ એજ કારણ થી પિતા આપણાને સમજાવતા હોઈ છે અને ખીજાતા હોઈ છે.
પિતા કદી કોઈની સામે રડતા નથી એમની વેદના કહેતા નથી પરંતુ કેટલું મોટું દુઃખ એમના મનમાં ધર કરીને બેઠું હોઈને સાહેબ એ ખુદ એજ જાણતા હોય છે. એટલે જ તો સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે હૃદય રોગથી જજુમતા હોઈ છે. કારણ કે તેઓ વેદના કદી કોઈને કેહતા નથી બસ અંદરને અંદર પીડાતા રહે છે. અને બસ એટલે જ સાહેબ “પિતા એટલે ત્યાગની સાચી મૂરત”.

🖊️Mayur Brahmbhatt