section and everything up till
*/ ?> Maitri Upadhyay Archives - Shabdoni Sangathe

ગુજરાતી ભાષા

આજે વાત કરવાની ઈચ્છા થાય છે ગુજરાતી ભાષાની. આપણી માતૃભાષા એટલે “ગુજરાતી”.આપણી સંસ્કૃતિની ઓળખ, આપણા સાહિત્યનું સર્જન, આપણુ ગર્વ એટલે આપણી ગુજરાતી ભાષા.પરંતુ ક્યાંક પશ્ચિમી સંસ્કૃતિની હોડમાં આપણે આપણી ભાષાને ભૂલી રહ્યાં છીએ. પશ્ચિમ સંસ્કૃતિની દોટ, અંગ્રેજી ભાષાની ઘેલછામાં આપણે મૂરખ બનીને આપણી મા સમાન ગુજરાતી ભાષાનો પાલવ છોડી રહ્યાં છીએ. જે ક્યાંક આપણી માટે શરમજનક બાબત છે.

આજે બાળકને ભણવા મૂકવા માટે આપણે અંગ્રેજી માધ્યમની પસંદગી કરીએ છીએ.આપણે ગર્વ અનુભવીએ છીએ કે મારા બાળકને ફક્ત અંગ્રેજી ભાષા આવડે છે, ગુજરાતી હોવા છતાં તે ગુજરાતી નથી સમજી શકતું.આ શું એક સારી બાબત છે? ના, ગુજરાતી ભાષામાં ભણેલું બાળક જે નમ્રતા જાળવી શકે છે તે અંગ્રેજી ભાષામાં ભણેલું બાળક નથી જાળવી શકતું. સાહેબ, ગુજરાતી માધ્યમોમાં આપણા શ્લોક, પ્રાર્થના અને સંસ્કારોનું સિંચન કરાવવામાં આવે છે, જે અંગ્રેજી માધ્યમમાં નથી થતું.

આજે આખો દેશ એક ગુજરાતી ચલાવી રહ્યો છે. આ તાકાત છે આપણી ગુજરાતી ભાષાની.

“મા ને છોડીને જો માસીને વ્હાલ આપવા જઈએ તો દુ:ખી થવાનો વારો ચોક્કસ આવે”.તેવી જ રીતે જો ગુજરાતી ભાષાનું મહત્વ નહીં સમજીએ તો આપણું અસ્તિત્વ પણ નહીં ટકી શકે.

🖊️Maitri Upadhyay

પુરૂષ

શું છે પુરુષ? કોણ છે પુરુષ? શું મહત્વ છે એક પુરુષનું? કદાચ આ બધી જ બાબતોને આજના યુગમાં આપણે બધાએ ખૂબ જ ઝાંખી પાડી દીધી છે.

જો એક સ્ત્રી ઘરને મંદિર બનાવે છે તો એ મંદિરમાં પ્રસાદ ધરાવનાર પુરુષ છે. ઘરની ઈંટ છે પુરુષ,તડકામાં છાંયડો આપતું વૃક્ષ છે પુરુષ,પણ આજની ખરાબ વાસ્તવિકતા છે કે સ્ત્રીને પુરુષ સમોવડી કહીને આપણે પુરુષને સમાજમાં ઝાંખો પાડી દીધો.

પુરુષને પણ દુ:ખ થાય છે, તેને પણ ઈશ્વરે એ જ હૃદય આપ્યું છે જે સ્ત્રીને આપ્યું છે.સ્ત્રીને તો તકલીફ પડે તો રડી લે, કોઈને પોતાનું દુ:ખ કહીને હળવી બની જાય.સાહેબ!પુરુષ આ વસ્તુ નથી કરી શકતો.એને તો ઘરની તકલીફો,નોકરીની ચિંતા બધુ મનમાં જ સંગ્રહી રાખવું પડે છે.

કેમ આપણે સ્ત્રીની મહત્વતાને સમજીએ છે તો પુરુષની કેમ નહીં? બધા કાયદા સ્ત્રી તરફના તો પુરુષનું સ્થાન ક્યાં?

જો આજે સ્ત્રી ઘરના લોકોને જમાડીને પછી જમે છે ને તો પુરુષ એ જ ઘરના સભ્યો ગરમ ,સ્વાદિષ્ટ જમી શકે ને એટલા માટે સવારનું ૭ વાગે બનાવેલું ટિફીન બપોરના ૨ વાગે જમે છે.

આ છે પુરુષનું મહત્વ અને તેની વાસ્તવિકતા જેને આજનો સમાજ સ્ત્રી તરફ વળીને અવગણી રહ્યો છે.

🖊️Maitri Upadhyay