section and everything up till
*/ ?> Deep Gurjar Archives - Shabdoni Sangathe

સમજણ વગર

મેં ભર્યા ‘તા સ્વપ્નને સમજણ વગર,
રોજ બદલાણી હતી મારી ગમત.

એકબીજાને પકડવા દોડવું,
દોસ્ત થપ્પો દાનો એ કેવો હરખ.

જ્ઞાતિના નામે હતા નહિ ભાગલા,
ત્યાં હું જીવ્યો પ્રેમ છલકાતી ડગર.

ઘા કરે લોકો જુવાનીમાં કેવા,
બાળપણની યાદ આવે છે રમત.

આંબળી ને પીપળી કેવો રમ્યો,
બાળપણ લખતા નથી થાકી કલમ.

🖊️Deep Gurjar

સલાહ, તું યોગ્ય નથી!

ખુદની જિંદગીમાં રહેલી મુશ્કેલીઓને ફેસ કરવાના એકપણ ઉપાય આજે માણસ પાસે જોવા નહિ મળે, પણ જો કોઈ બીજો માણસ દુઃખી હશે અથવા તો કોઈ પ્રકારની મુશ્કેલીમાં હશે તો તેની પાસે બધા સોલ્યુશન હશે. ફક્ત મુશ્કેલી પૂરતી જ આ વાત સીમિત નથી, સલાહ એ તો પોતાની એક અલગ જ દુનિયા બનાવી લીધી છે. કોઈ વ્યક્તિ સારું કામ કરવા જઈ રહ્યો હોય તો ત્યાં પણ એને કોઈ બીજું વ્યક્તિ સલાહ આપવા દોડે છે.

કદાચ આપણી સલાહ સામેવાળાને ઉપયોગી પણ નીવડી શકે પરંતુ હરહંમેશ આપણે સાચા હોતા નથી. સામેવાળું માણસ કેટકેટલી મુશ્કેલીમાં પસાર થઈ રહ્યું છે કદાચ એ વિશે આપણે જાણતા હોઈશું પરંતુ તેના જીવનનું વાતાવરણ કેવું છે એ બાબતથી આપણે અજાણ હોઈશું. એટલા માટે આપણા દ્વારા આપવામાં આવેલી સલાહ એ માણસને ઉપયોગી નીવડી પણ શકે અને કદાચ ના પણ ઉપયોગી નીવડે!

કોઈ માણસ આપણને સલાહ આપવા આવે અને કદાચ આપણે એની સલાહ સ્વીકારી પણ લઈએ પરંતુ જો એનાથી નુકશાન થયું તો? સંબંધ તો બગાડવાનો જ ને! ઓછામાં પૂરું આજે કોઈ વ્યક્તિ એવું નથી ચાહતું કે કોઈ એના કામમાં દખલઅંદાજી કરે! માણસ અત્યારે સ્વતંત્ર રીતે જીવવા માગે છે પરંતુ તે ઘણા સંબંધોથી બંધાયેલો હોય જેથી તેને કોઈને કોઈ રૂપે સલાહ સાથે મુલાકાત થઈ બેસે છે.

ઘણીવાર બને એવું કે આપણે કોઈને સલાહ આપવા ગયા હોય અને એ માણસ આપણી ઉપર રાતોચોળ થઈ જાય! બોલો આમાં આપણો વાંક શું? આપણે તો નિઃસ્વાર્થ ભાવે સલાહ આપી અને એક સેવા કરી ને? તો પણ સામો ગુસ્સો મળ્યો! માણસની માનસિકતા અહીં અગત્યનો ભાગ ભજવી ગઈ. ઘણા લોકોને એવો અહમ હોય છે કે પોતે જે કરે છે એ યોગ્ય અને ઠીક છે. પરંતુ ખરેખર તો એનું કર્મ બીજા ઘણા લોકોને નુકશાન પણ પહોંચાડતું હોય..

૭૦% બાબતમાં એવું જ બને છે કે સલાહ આપવા જઈએ ને ઝઘડો થઈ જાય અથવા સંબંધમાં કડવાશ પ્રસરી બેસે. તો પછી આ બાબતનું સોલ્યુશન શું? આ બાબતનું એક જ સોલ્યુશન છે, સલાહમાં સહકાર ભેળવી દેવાનો! કોઈ માણસને ફક્ત સલાહ આપવા કરતા જો એની સાથે રહીને એની મદદ કરીએ તો એને સારું પણ લાગે અને તમારી સલાહ મુજબ કામ પણ થઈ જાય અને સંબંધ પણ નફરતના ખીલે બંધાતો બચી જાય. માણસને કોઈના સાથની જરૂર હોય બાકી સૂચનો તો અત્યારે ગુગલ ઉપર સહેલાઈથી મળી રહે છે.

સલાહ, માણસની સમજદારી અને માનસિકતા ઉપર આધાર રાખે છે! બાકી આપી તો હરકોઈ શકે પરંતુ યોગ્ય ના હોય તો ફાયદો શું? એક ચોખ્ખી વાત છે કે તમારી અને સામેવાળાની માનસિકતા અથવા કામ કરવાની ઢબ અલગ હશે, જેથી સામેવાળી વ્યક્તિ નવું કામ કરશે કે તરત તમે એને સલાહ આપવા જાશો અને જો તમે નવું કામ કરશો તો એ તમને સલાહ આપવા આવશે. મુખ્ય બાબત એ છે કે તમે અને એ (સામેવાળી વ્યક્તિ) બંનેના અનુભવોને જાણતા નથી અને એકબીજાને સલાહ આપવા દોડી રહ્યા છો!

ઘણા વ્યક્તિનું જીવન એવું હોય છે જે “સલાહ” વગર ચાલતું જ નથી. ઝીણી ઝીણી બાબતો ઉપર એ વ્યક્તિને કોઈ બીજાના સલાહ સૂચન લેવા જવા પડે. કારણ કે, ખુદમાં આત્મવિશ્વાસ જ ના હોય! જેથી વાતેવાતે બીજા ઉપર વિશ્વાસ રાખીને બેઠેલો આ માણસ હરએક બાબતમાં બીજાના સલાહ સૂચન માટે તડપતો હોય છે અને ઘણીવાર બને એવું કે એકસાથે ઘણા લોકોના સલાહ સૂચન લઈને મૂંઝવણમાં પણ મૂકાય જવાય જેથી જે કામ કરવાનું હોય એની ગુણવતા પણ ઘટી બેસે.

સલાહ, આ ત્રણ અક્ષરના શબ્દને – સહકાર, ચાર અક્ષરના શબ્દમાં ફેરવી નાખીએ તો કદાચ તમામ પ્રકારની નફરત દૂર થઈ શકે! માણસ, અભિમાન ઉપર ટકતો એક જીવ છે. કોઈનું અભિમાન ઓછું પણ હોય અને કોઈનું હદ કરતા પણ વધારે. પરંતુ અભિમાન વગરનો માણસ અત્યારે મળવો અશક્ય છે. અભિમાન અને સલાહ વચ્ચે છત્રીસનો આંક છે! માટે એક જ સોલ્યુશન સલાહ સાથે સહકાર!

🖊️Deep Gurjar
Article – 650 words

હું!

પંથ છે કંટકી, તોય રખડીશ હું,
લાગણીના ખજાનાને શોધીશ હું.

લાખ માઈલ કાપીને ભેગા થશું,
મંઝિલે ત્યાં પહોંચીને જીવીશ હું.

રંગ ઊડી જશે, જિંદગીનો છતાં,
સૌને છેલ્લા તે શ્વાસે હસાવીશ હું.

રાત ને દી’ મહેનતમાં ચાલ્યા જશે,
આખરે જીતનો રસ ચખાડીશ હું.

સાથ તો જિંદગીભર નિભાવી જશું,
યાદનો “દીપ” હૈયામાં રાખીશ હું.

🖊️Deep Gurjar