section and everything up till
*/ ?> Chintu Patel Archives - Shabdoni Sangathe

ગુહિણી (“ઘરે તારે શું કામ હોઈ ?”નો જવાબ) – લાઘવિકા

ઉદય ઓફિસેથી ઘરે આવ્યો. ચારસો સાત નંબરનાં બંગલાનાં ગેટ પાસે ગાડી થોભાવી. વોચમેન લાલુ આજ ગેટ પર દેખાયો નહીં એટલે ઉદયે જાતે જ ગેટ ખોલીને ગાડી અંદર લીધી.ગાડી ડાબી બાજુ પાર્કિંગ કરી.

બંગલાની બહાર બે વર્ષનો રાહુલ દેખાયો. રાહુલનાં સફેદ ટી-શર્ટ પર લાલઘૂમ ડાઘ હતાં. રાહુલ એકદમ સૂનમૂન ઉભો હતો. ઉદયનાં મનમાં કાંઇક અઘટીત થવાનાં વિચાર આવ્યાં. ઉદયે ઝડપથી બંગલા અંદર પ્રવેશ કર્યો.

જોયું તો ટીપાઇ પર પડેલ પુસ્તક આમ તેમ નીચે પડ્યા છે. સોફા પર લાલ છાંટા ઉડેલ છે. તકિયા અને ઓશિકા સીડી પાસે પડેલ છે. બે ત્રણ બારીનાં પડદા અવ્યવસ્થિત રીતે લટકેલ છે. વચ્ચેના ચોગાનમાં કચરો એમ જ પડ્યો છે. રસોડામાં સવારનાં નાસ્તાનાં વાસણો હજી એમ જ એઠા પડેલ છે.

આ બધું જોઈ ઉદય એકદમ ડરી ગયો. ઉદયનાં મનમાં વિચારોનાં બોમ્બ ફૂટવા લાગ્યા. મનમાં ને મનમાં ગુંગણાવા લાગ્યો,”આ બધું શું છે ! મારી નેહાને કાંઈ થયું તો નહીં હોઇ ને..!”

આવો વિચાર આવતાં ઉદય જોરથી ચીખીને બોલ્યો, “નેહા…ક્યાં છે તું ?” આમ તેમ શોધવા લાગ્યો. ઉદય શોધતો શોધતો ઉપરનાં બેડરૂમ પાસે પોહચ્યોં.

ઉદયે જોયું તો તેનાં હોશ ઊડી ગયા. બેડરૂમનો દરવાજો જરાક ખુલ્લો હતો. સામે બેડ પર નેહાનાં પગ દેખાયા બેડસીટ વિખાયેલી હતી. ઉદય ખૂબ જ ડરી ગયો.ઉદયે ઝડપથી પૂરો દરવાજો ખોલ્યો.

ઉદય આશ્ચર્યથી બોલી ઉઠ્યો, ” નેહા… આ બધુ શું છે ! આખું ઘર આમ તેમ વેર વિખેર કેમ પડયું છે ? અને તું આમ આરામથી લેપટોપ લઇ પગ લંબાવી કેમ બેઠી છો ? મને તો કાંઇ સમજાતું નથી આ બધુ શું ચાલી રહ્યુ છે..!”

નેહાએ જાણે કાંઇ થયું જ ન હોઈ એવી રીતે આરામથી જવાબ આપ્યો, “ઉદય તે મને કાલ કીધું હતું કે હું ઘરે બેસીને શું કરૂ છું… ”

ઉદયને બધુ જ સમજાઈ ગયું…

🖊️Chintu Patel

नयन में जो

नयन में जो कुछ भी बगावत न होती,
ये इश्क की कुछ भी हिमाक़त न होती।

न कुछ तुम को कहते न तुम दूर होते,
न हम कुछ भी लिखते न तुम चूर होते,
ये हरक़त न करते तो मुहब्बत न होती।

भले हम भी खुद को नही रोक पाए,
कलम के सहारे से कुछ बोल पाए,
लिखावट की बातें हक़ीकत न होती।

बचे थे हमारे वो सारे जो बतलब,
वो दिल से नही लिख शके एक भी खत,
हमारी ये कुछ भी शिकायत न होती।

नयन में जो कुछ भी बगावत न होती,
ये इश्क की कुछ भी हिमाक़त न होती।

🖊️Chintu Patel

ડરમાંથી થોડું શીખી લેજો…!

આ સમયનાં ડરમાંથી થોડું શીખી લેજો,
મરણ-સમયમાં પણ બધાં જીવી લેજો,

અફવાથી દુર રહી, પોતાનાંને પાસે રાખી,
આ કાળને કોરા કાગળમા હણી લેજો,

સમભાવમાં મદદની મીઠી નજર રાખી,
ડરાવણી ટેવોને ગજવામાં સીવી લેજો,

આ અખબારી ખબરોને પળતી મૂકીને,
એકબીજાનાં ખબર અંતર પૂછી લેજો,

ખુદને જેટલું મળ્યું છે એનો સંતોષ રાખી,
એકવાર પ્રાણવાયુને પણ નમન કરી લેજો,

એ ફરતી બિહામણી વાતોને અવગણીને,
વિશ્વાસનું બંધન માનવ પ્રત્યે બાંધી લેજો,

સાંત્વના આપીને કોઈનું મનોવળ વધારી,
અજાણતાને પોતાના બનાવી મળી લેજો,

🖊️Chintu Patel