section and everything up till
*/ ?> Ami Mehta Archives - Shabdoni Sangathe

શબ્દ જાત-જાતનાં

બંધારણ : લગાલગા લગાલગા લગાલગા

જુઓને ઢગ કરે છે વાત-વાતનાં,
ને શબ્દ વાપરે છે જાત-જાતનાં.

કમી નથી અહીં ગજબનાં કૃત્યની,
જગતમાં માનવો છે ભાત-ભાતનાં.

આ જીવ ને જરાય શાંતિ ના જડે,
ઉજાગરા કરે છે રાત-રાતનાં.

પડી રહે અજ્ઞાનતાની ઠામ લઈ,
હજીય ભેદભાવ નાત-જાતનાં.

એ જીવનાં શિરે છે બોજ તો ઘણા,
ઋણો ઘણા રહે છે માત-તાતનાં.

Ami Mehta

અમી વરસી રહી.

છંદ : રઝજ
બંધારણ : ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

આજે આ પ્રેમળતા ઘણી હૈયાની ડાળેથી ખરી,
શું આવશે પાછી એ રૂપાળી અને કોમળ કળી?

ચાદર બની પથરાય પ્રેમળતાનાં એ પુષ્પો હવે,
પીમળ તો યાદોનાં સહારે ચોતરફ મીઠી ઠરી.

વિશ્વાસનાં કૂંપળને હરખે ફૂટવાની વાટ રે!
બેઠી હજી પણ જોને મનડામાં ઘણી આશા ભરી.

શું વીસરાશે પ્રેમ ડાળે એ થતાં કિલ્લોલને,
એ પાનખરની જેમ સૌ પર્ણો ગયાં જાણે ગરી.

ખીલ્યા હતા સંબંધ વન-ઉપવનમાં તો પુષ્પો સમા,
એ પુષ્પ રસમાં માત્ર આજે આ “અમી”વરસી રહી.

Ami Mehta