section and everything up till
*/ ?> Ami Maheta Archives - Page 9 of 10 - Shabdoni Sangathe

પરિણામમાં – ગઝલ

બંધારણ : ગાલગાગા ગાલગાગા ગાગાલગા

ફળ મહેનતનું મળે છે પરિણામમાં,
યોગ્યતા સીડી ચડે છે પરિણામમાં.

કોઈપણ કારણ, મહેનત સર્વોપરી,
સાબિતી એની રહે છે પરિણામમાં.

જીંદગી ઘડતરની વાતે જઈ થોભતી,
ગણતરી સાથે ચઢે છે પરિણામમાં.

વાત જ્યારે આપ પ્રામાણિક્તા થકી,
ખુદ અરીસો ત્યાં બને છે પરિણામમાં.

સૌ કસોટીની થતી જ્યાં ચોખ્ખી ખબર,
વાસ્તવિક્તામાં પડે છે પરિણામમાં.

દોષ ખોટો આપતા કિસ્મતને ભલે,
પણ કરમ સાચા ફળે છે પરિણામમાં.

🖊️Ami Maheta

ખેલમાં માનવ તો પાયા છે – વાત ગઝલની

બંધારણ : ગાલગાગા ગાલગાગા ગા

આ જગતમાં સૌ સમાયા છે,
બે ઘડીની માત્ર કાયા છે.

વાત વાતે રોદણાં રોવે,
ગીતડાં બસ દુઃખનાં ગાયા છે.

જીવવું ભારે કરમ ફળમાં,
માત્ર ખુદ પગ-ભરની છાયા છે.

રંક બન્યા સર્વ બાજુથી,
એક ઈશ્વર વરથી રાયા છે.

છોડ તું માયા જગતભરની,
ખેલમાં માનવ તો પાયા છે.

🖊️Ami Maheta

મૃગજળ સમી – ગઝલ

છંદ : મુતદારિક
બંધારણ : ગાલગા ગાલગા ગાલગા ગાલગા

હર એ શમણાંની કરણી છે મૃગજળ સમી,
ને હકીકતની ભરણી છે મૃગજળ સમી.

કોક ડગલા શિકારીના કાને પડ્યા,
દોડતી ક્યાંક હરણી છે મૃગજળ સમી.

એક આભાસ જાણે એ વાસ્તવ બને,
યાદ તો સુવર્ણ વરણી છે મૃગજળ સમી.

એ નિરંતર જ જીવનના દરિયા તરે,
પ્રાણ કેરી એ તરણી છે મૃગજળ સમી.

છે તરસ એક મૃગજળ-મિલન માત્રની,
દૂરથી એક ઝરણી છે મૃગજળ સમી.

મીટ માંડીને જોતાં “અમી”મય બધે,
અલ્પ એવી જ ગરણી છે મૃગજળ સમી.

🖊️ અમી મહેતા