section and everything up till
*/ ?> Ami Maheta Archives - Page 7 of 9 - Shabdoni Sangathe

સક્ષમ છે બાબત

અચાનક આવતી જીવનમાંય આફત,
ને ક્ષણવારે જ બદલાતી સૌની હાલત.

નજીવી અલ્પ બાબતને કેમ ફેંકી,
કુશળતાનાં વિચારે સક્ષમ છે બાબત.

ઘણાં સમયે વિચારો વૃદ્ધત્વ પામે,
બદલતી જીંદગીમાં ત્યારે જ આદત.

સમજદારીનાં ડગલાં ભરતા મુસાફર,
હૃદય શ્વાસે થયા છે વિશ્વાસ આહત.

ફળોને ચાખતા આશા માનવીની,
“અમી” રસ પાનની હંમેશા છે ચાહત.

🖊️Ami Maheta

પલમાં હાજર થઈ ગયા

પીમળ જો પ્રસરી ફૂલની, સ્નેહે હૃદય ઝર થઈ ગયા,
ઘાયલ હૃદય જાણે-અજાણે પ્રેમ સાગર થઈ ગયા.

તમ હર કદમ આહટ થકી ધબકાર તો વધતા ગયા,
ત્યાં પાસ આવ્યે પ્રેમ પરિભાષાથી શાયર થઈ ગયા.

ઝાંખી જણાતી હાથની કિસ્મત લકીરો આમ તો,
તોયે છુપાયા નેણ સાગરનાં ઝાલર થઈ ગયા.

હૈયાની કોતરણી મહીં પ્રતિમા તમારી સ્પષ્ટ છે,
એક સાદ પાડ્યો ત્યાં તમે તો પલમાં હાજર થઈ ગયા.

કંસાર સમ મીઠો થયો ઝઘડો કશા કારણ વગર,
આજે મને જીતાડવા પ્રિયતમ તો સાકર થઈ ગયા.

🖊️Ami Maheta

કરવી મરામત

જગતમાં હકીકતની જાણી કરામત,
અને જીંદગીને કરી છે સલામત.

અહંકારનાં નામનો રોગ લાગ્યો,
થશે એક ‘દી માન નામે હજામત.

રચી એક દુનિયા નયનનાં વતનમાં,
તરંગી હતી એક ત્યાં પણ કયામત.

બધાં બસ આ ઈર્ષાની આગે જ બળતાં,
અમુકનાં મુખેથી થતી ‘તી ખુશામત.

વિચારે બદલતી હૃદયની ખુમારી,
હૃદયની “અમી”થી જ કરવી મરામત.

🖊️Ami Maheta