section and everything up till
*/ ?> Ami Maheta Archives - Page 3 of 10 - Shabdoni Sangathe

ધરોહર

બંધારણ: ગાલગાગા×૪

ધ્યાન દઈ જોજો જરા તૂટે નહીં કોઈ ધરોહર,
જાળવીને રાખજો એ સૂક્ષ્મ દોરાને બરોબર.

બેખબર થઈને ન કૂદો કોઈ એક ખાબોચિયામાં,
શું ખબર આગળ જશોને આવશે સુંદર સરોવર?

હોય ઝઘડાઓ તો ભાઈ-બંધુઓ વચ્ચે ઘણાંયે,
પણ ગહેરો હોય સાચો સ્નેહ, આખર એ સહોદર.

દૂર નાખી ‘તી નજર ત્યાં જોયું ‘તું રૂપાળું બાળક,
રૂપનો અંબાર તેજસ્વી ચહેરો ‘તો મનોહર.

ઝીણવટ અંદાજથી શોભા રચી કુદરત કળામાં,
દૂરથી કેવી સરસ દેખાય છે પર્વતની કોતર.

🖊️Ami Maheta

હોય છે

બંધારણ: ગાગાલગા ×૪

જીવન સકલ પુસ્તકમાં તો એક કોરું પાનું હોય છે,
વચ્ચે રહ્યું એ કોરું પાનું સાવ છાનું હોય છે.

જગ્યા બધી રોકાઈ છે સ્વાર્થો ભર્યા સામાનથી,
પણ ભીતરે જોશો તો એક પ્રેમાળ ખાનું હોય છે.

ડગમગ થતો વિશ્વાસ, મુખ પર છે લિસોટો ભૂલનો,
શું તક મળી જાતાં છટકવાનું બહાનું હોય છે?

ચાહો કે ના ચાહો તમે હર સ્થિતિનાં પડકારને,
પણ છેવટે થઈ જાય છે એ, જે થવાનું હોય છે.

માયાથી વશ માણસને જીવનની અધીરાઈ રહે,
ના ભૂલશો સૌ, આખરે અહીંથી જવાનું હોય છે.

🖊️Ami maheta

જાણી

બંધારણ : ગાલગાગા ×૩ ગા

લોક સંસ્કારોમાં આજે સભ્યતા જાણી,
પ્રભુએ ધરતી પર રચેલી રમ્યતા જાણી.

રંક જોયાં, જે સ્વભાવેથી અમીરી છે.
ઝૂંપડીમાં બંગલાની ભવ્યતા જાણી.

જ્યાં છવાયા વાદળે કર્યો ઈશારો રે !
આમ વર્ષા આવવાની શક્યતા જાણી.

જ્ઞાન પ્રત્યે આમ અજ્ઞાની કરે નિંદા,
પાંગળા લોકોની આજે મુગ્ધતા જાણી.

નીરમાં અઢળક ખજાનો ઉરમાં છૂપાવે,
એ મહાસાગરનાં માટે ધન્યતા જાણી.

— Ami maheta