section and everything up till
*/ ?> Ami Maheta Archives - Page 2 of 9 - Shabdoni Sangathe

શાહી

બંધારણ: ગાલગાગા×૪

હર મનુજ છે આ જગતમાં માત્ર પલ બે પલનાં રાહી,
ભોગવે મિથ્યા વિલાસી સુખને સૌ માયામાં માંહી.

સૌની કિસ્મતનાં લખાઈ જાય લેખો આપમેળે,
જિંદગીના એક કાગળ પર પ્રભુ ઢોળે જો શાહી.

પુણ્યની તુલનામાં જ્યારે પાપનું પલળું નમે તો,
ક્રૂરતાનાં વેશમાં આવી મચાવી દે તબાહી.

ના કરે એ આંધળો વિશ્વાસ એમજ કોઈ પર પણ, સત્ય નિર્ણય આપવા કાનુન તો માંગે છે ગવાહી.

માત્ર દેખાવે વચન પણ કામનાં ના હોય તેથી,
કાન ને રાધા તણી નિર્મળ હૃદયથી પ્રીત ચાહી.

🖊️Ami Maheta

ફળે

બંધારણ: ગાલગા×૪

કોઈ સંકેતમાં એક તુક્કો મળે,
મનની ઈચ્છા અને ઈશનાં આશિષ ફળે.

ખોટ પેસી રહે, શાનથી સ્થાન પર,
ત્યાં જ માણસને ભીતરનો બોજો કળે.

જીંદગી જીવશે એકતા સંગમાં,
સ્વાર્થનાં ત્યાગથી સ્નેહ માર્ગે વળે.

તાનમાં જોઈ છે માન અભિમાનને,
લાલચે માનવી ધૂળમાં હળભળે.

આપમેળે જ પરખાય છે સ્વાદ તો,
વિષની પ્યાલીમાં જ્યારે “અમી” રસ ભળે.

🖊️Ami Maheta

ધરોહર

બંધારણ: ગાલગાગા×૪

ધ્યાન દઈ જોજો જરા તૂટે નહીં કોઈ ધરોહર,
જાળવીને રાખજો એ સૂક્ષ્મ દોરાને બરોબર.

બેખબર થઈને ન કૂદો કોઈ એક ખાબોચિયામાં,
શું ખબર આગળ જશોને આવશે સુંદર સરોવર?

હોય ઝઘડાઓ તો ભાઈ-બંધુઓ વચ્ચે ઘણાંયે,
પણ ગહેરો હોય સાચો સ્નેહ, આખર એ સહોદર.

દૂર નાખી ‘તી નજર ત્યાં જોયું ‘તું રૂપાળું બાળક,
રૂપનો અંબાર તેજસ્વી ચહેરો ‘તો મનોહર.

ઝીણવટ અંદાજથી શોભા રચી કુદરત કળામાં,
દૂરથી કેવી સરસ દેખાય છે પર્વતની કોતર.

🖊️Ami Maheta