section and everything up till
*/ ?> Ami Maheta Archives - Shabdoni Sangathe

જાણી

બંધારણ : ગાલગાગા ×૩ ગા

લોક સંસ્કારોમાં આજે સભ્યતા જાણી,
પ્રભુએ ધરતી પર રચેલી રમ્યતા જાણી.

રંક જોયાં, જે સ્વભાવેથી અમીરી છે.
ઝૂંપડીમાં બંગલાની ભવ્યતા જાણી.

જ્યાં છવાયા વાદળે કર્યો ઈશારો રે !
આમ વર્ષા આવવાની શક્યતા જાણી.

જ્ઞાન પ્રત્યે આમ અજ્ઞાની કરે નિંદા,
પાંગળા લોકોની આજે મુગ્ધતા જાણી.

નીરમાં અઢળક ખજાનો ઉરમાં છૂપાવે,
એ મહાસાગરનાં માટે ધન્યતા જાણી.

— Ami maheta

સકલ ચણતર

બંધારણ : ગાગાલગા ×૩ ગાગા

માતા કરે જીવનનાં પાયાનું સકલ ચણતર,
ને શીખવે સાથે પરીસ્થિતિ સંગનું લડતર.

જીવનનાં પ્રતિ સાચી પરખ નિયમિત કરાવે છે,
આ ગુરુજનો તો શીખવે છે જ્ઞાનનું ભણતર.

સીડી પ્રગતિની આપ ચડતાં હોય જ્યાં આજે,
ત્યાં પણ તો લોકોનાં મહેણે થાય છે નડતર.

જીવન કસોટી આમ જ્યારે પણ ખડી ઉતરે,
ત્યારે ખરેખર થાય સાચા લક્ષમાં હર જડતર.

આ આત્મવિશ્વાસે જ ચાલી નીકળે માર્ગે,
ખુદમાં જ શ્વાસે હોંસલાથી થાય છે ઘડતર.

હર એક માનવનાં જ માથે છે કરજ ઝાઝા,
પણ કરવું તો મુશ્કેલ છે જાણે કરજ વળતર.

દુનિયાની હર એક સ્થિતિમાં તો ઉચ્ચ છે પૈસા,
તેથી જ પૈસાનું જરા મિથ્યા નથી ગણતર.

🖊️Ami Maheta

આલિંગન મળે

બંધારણ: ગાગાલગા×૪

કુદરતનાં સરનામે પહોંચી એક નવું સર્જન મળે,
મનમાં થતું એવું મને, કોઈ અલૌકિક વન મળે.

અનુભૂતિની માયા નિહાળી વ્હાલું હૈયું થનગને,
ને ચોતરફ બસ શૂન્ય લાગે મનથી જ્યારે મન મળે.

સીડીઓ ઉતરી સ્નેહની ને ધૂળ ભેગા હો છતાં,
અભિમાનનું આંબે શિખર માણસને થોડું ધન મળે.

સંતોષ માને ના કદી જે પણ મળ્યું છે એમાં ને,
ઘર-ઘરનાં ખોદે ઓટલા જ્યારે ઘણાંયે જન મળે.

ચૂમે ખુશી મન આંગણે, દિવસો પછી પિયરે જતાં,
પુત્રી તો પામે સ્વર્ગ, જ્યાં માતાનું આલિંગન મળે.

🖊️Ami Maheta