section and everything up till
*/ ?> Alpesh Prajapati Archives - Shabdoni Sangathe

ગાળ : એક અપશબ્દ

ગાળોનું નામ આવે એટલે મગજમાં વિકૃત વિચારો શરુ થઈ જાય ખરું ને? અને ખાસ કરીને આજના સમયમાં તો ગાળો જાણે રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે. ગાળોનો સ્વભાવ પણ મસ્ત છે કોઈ પણ ઇમોશન્સમાં આસાનીથી ભળી જાય છે ને જેવા ઇમોશન્સ એવી ગાળો પછી બંદૂકની ગોળીની જેમ છૂટવા લાગે છે. પણ વ્યવહારે જોવા જઇયે તો શુ ગાળો બોલવી એ વ્યાજબી છે ખરા? કદાચ તો જવાબ ના જ હશે કારણ કે આપણે બધા સંસ્કારી જો રહ્યા. પરંતુ ખરેખર જોવા જઇયે તો મોટાભાગે દરેક લોકો જાણે અજાણે આ બહુમૂલ્ય અપશબ્દોનો ઉપયોગ તો કરતા જ હોય છે. જાણે અજાણે એટલે માટે કે અમુકને બોલવામાં મજા આવતી હોય તો એ લોકો જાણી જોઈને બોલશે ને અમુકને બોલવામાં ખચકાટ થતો હશે તો એ ગુસ્સામાં આવશે ત્યારે અચાનક જ નીકળવા લાગશે.

ગાળો પણ માણસના સ્ટેટ્સની જેમ વહેંચાયેલી છે. પ્રોફેશનલ લોકો હશે તો એમની ગાળો પણ પ્રોફેશનલ હશે અને મજુરિયાત કે નીચલા કલાસવાળા હશે તો એમની ગાળો એ લેવલની હશે. પણ શુ ગાળો દરેક વ્યક્તિ પાસે કે દરેક વ્યક્તિને બોલી શકાય? હવે આમાં વ્યક્તિ પાસે બોલવી અને વ્યક્તિને બોલવી એના પણ બંનેના અલગ અલગ અર્થ થાય છે. જયારે તમે કોઈ પર ગુસ્સે થાવ છો તો ત્યારે અનાયાસે જે અપશબ્દો તમારા મોં માંથી છૂટે છે એ શબ્દો સીધા એ વ્યક્તિને વાગે છે જેના પર તમેં ગુસ્સે છો એટલે કે તમે એ વ્યક્તિને ગાળો આપી. જયારે બીજી બાજુ જિંદગીમાં એવા મિત્રો પણ હોય છે કે જેની સાથે બિન્દાસ મજાક મસ્તીમાં પણ ગાળો નીકળી જતી હોય છે અને એ ગાળો વ્યક્તિને જ આપવામાં આવી હોય એ જરૂરી નથી. આજની યુવા જનરેશન આ ગાળોની આદિ થઈ ગઈ છે એ કદાચ ગાળ ન બોલે તો એમનું frustration દૂર થતું નથી એમનો માનસિક તણાવ એમના પર હાવી થઈ જાય છે. જયારે ઘણા લોકોને શોખ પણ હોય છે વાત વાત પર ગાળ બોલવાનો. તો ઘણા એવા પણ હોય છે કે ના ઇચ્છવા છતાં પણ આદતને કારણે ગાળો નીકળી જતી હોય છે.

ગાળોને એક સ્ટેટ્સ પણ માનવામાં આવે છે કદાચ તમને ગાળો ના આવડતી હોય અને તમારા મિત્ર વર્તુળમાં ખબર પડે તો એ તમને સીધા, સાદા અને ભોળા સમજીને તમારી મજાક પણ ઉડાવશે. અને તમને એટલા હેરાન કરી દેશે કે એક વાર ગુસ્સામાં તમારા જ મોઢામાંથી એ ગાળ નીકળી જશે.

તો હવે ગાળોના વધતા જતા ટ્રેન્ડમાં પોતાને કઈ રીતે હૅન્ડલ કરવા? સૌ પ્રથમ તો નક્કી કરો કે તમને ગાળો આવડે છે કે નહિ? આવડે છે તો છૂટથી બોલી શકો છો કે નહિ? અને છૂટથી બોલી શકો છો તો કોની સામે ને કઈ પરિસ્થિતિમાં બોલી શકો છો અને કયા લેવલની ગાળો બોલી શકો છો. જો તમારી આસપાસ કોઈ એવા લોકો છે કે જે તમને judge કરે છે તો ત્યાં બને ત્યાં સુધી ગાળો બોલવાનું ટાળવું જોઈએ. હા ગાળો બોલવી એ એક અદા બેશક કોઈ શકે પણ એ કોઈના દિલ – દિમાગમાં તમારી ખરાબ છાપ પણ ઉભી કરી શકે છે. તેમ છતાં પણ જો ગાળો બોલવાની આદત પડી જ ગઈ છે અને એના વિના તમારું frustration દૂર નથી થતું તો અમુક એવા listed મિત્રો રાખો કે જેની સામે તમે ખુલીને ખુલ્લા દિલથી ગાળો બોલી શકો અને એ તમને judge પણ ન કરે. બાકી આજના સમય પર ગાળો પર કંટ્રોલ રહેવો કદાચ અશક્ય જ છે..!

🖊️Alpesh Prajapati

નિરાશા : હતાશા તરફ એક કદમ

“નિષ્ફળતાના માર્ગે હું થોડો નિરાશ થયો છું,
પંપાળી આ નિરાશા હું હવે હતાશ થયો છું..!”

જીવનમાં સફળતા કોને ના ગમે? પરંતુ શુ દરેક વ્યક્તિ જીવનમાં સફળ થઈ શકે છે ખરા? અને કદાચ કેટલાક અંશે અસફળ રહ્યા તો એ અસફળતાને માણસ કયા નજરીયાથી જોવે છે એ પણ ખુબ જરૂરી પાસું છે સફળતાનું. પેલું કહેવાય છે ને કે કમળો થયો હોય એને બધું પીળું જ દેખાય પણ એ નજર ને બદલો તો બધું પહેલા જેવું મસ્ત દેખાઈ શકે ને?

માણસ સફળ થવા માટે અઢળક પ્રયત્ન કરે છે ને તેમ છતાં પણ એ અસફળ રહે છે એટલે એ નિરાશ થાય છે. આ નિરાશાને પચાવીને ફરી સફળતા તરફ દોટ મુકવી એ થોડું અઘરું છે પણ અસંભવ નથી. નિરાશાને મનના મંદિરમાં બેસાડીને પછી સફળતાના અન્ય વિકલ્પ શોધવા એ એક મુર્ખામી કહી શકાય કારણ કે અન્ય વિકલ્પ પર તમારે નવેસરથી નવા પ્રયત્નો અને નવી વ્યૂહરચનાથી સફળતા તરફ ડગ માંડવા પડશે જયારે તમે જે રસ્તા પર અસફળ રહ્યા છો એ રસ્તાનો તમને થોડો ઘણો અનુભવ છે તો એ રસ્તા પર રહી ગયેલી ત્રુટિઓને દૂર કરી તમે સફળતા તરફ આગળ વધી શકો છો. પરંતુ એના માટે જરૂરી છે નિરાશાને માત આપી સફળતા તરફના રસ્તાને પકડી રાખવો ને એના પર સતત ચાલતા રહેવું.

અનેક વાર પ્રયત્ન કર્યા પછી પણ અસફળ રહેતો વ્યક્તિ વારંવાર નિરાશ થાય છે ને આ વારંવાર નિરાશ થયેલો વ્યક્તિ પોતાની નિરાશાને પચાવી શકતો નથી ને પરિણામે એ હતાશા તરફ ધકેલાય છે. હતાશ થયેલો માણસ દિવસે ને દિવસે વધુ નકારાત્મક થતો જાય છે અને છેલ્લે એક એવા stage પર પહોંચી જાય છે કે એ પ્રયત્ન કરવાનું પણ બંધ કરી નાંખે છે. હતાશ થયેલી વ્યક્તિ દરેક વિપરીત પરિસ્થિતિ માટે પોતાને જ જવાબદાર માનવાનું શરુ કરી દે છે. એ દરેક પરિસ્થિતિને શંકાના નજરીયાથી જોવા લાગે છે. હતાશ થયેલા વ્યક્તિના સ્વભાવમાં પણ બદલાવ આવા લાગે ને અંતે એનો સ્વભાવ ચીડચીડો થઈ જાય છે. હતાશ થયેલો વ્યક્તિ પણ બહાર આવી શકે છે જો એને સરખું માર્ગદર્શન આપવામાં આવે અને વિશ્વાસ અપાવામાં આવે કે એ પણ સફળ થઈ શકે છે. હતાશ વ્યક્તિને હતાશામાંથી બહાર કાઢવા નાની નાની સફળતાનો સ્વાદ ચખાડવો ખુબ જરૂરી છે.

નિરાશા ને હતાશા આ મોટે ભાગે દરેકની જિંદગીમાં આવતા બે કપરા સમય છે જેમાંથી માનસિક સમતોલ અને સૂઝબુઝથી બહાર નીકળી શકાય છે. નિરાશ થયેલ વ્યક્તિને એક આશાનું કિરણ દેખાતા એ ફરી પછી એ રસ્તા પર દોડવા લાગશે પણ હતાશ થયેલા વ્યક્તિને એક સકારાત્મક ગાઈડની જરૂર પડે છે. એની આસપાસ એવુ વાતાવરણ બનાવવું પડે છે કે જે એને ફક્ત સકારાત્મક વિચારો જ આપે. એને નાના નાના પ્રયત્નોમાં પણ સફળતાનો સ્વાદ ચખાડવો પડે છે. હતાશ થયેલ વ્યક્તિ મોટેભાગે રસ્તો ભટકી જાય છે માટે એને સાચો રસ્તો બતાવવો પડે છે.

તમારા જીવનમાં આવતી નિરાશા અને હતાશાને સૂઝબુઝ અને માનસિક સંતોલન દ્વારા માત આપી જિંદગીને ફરી એજ સફળતાના હાઇવે પર દોડતી કરો એવી બહુજ બધી શુભકામનાઓ સાથે…
Good Morning..!

🖊️Alpesh Prajapati ‘Engineer’

શું જીવનમાં આવતી દરેક નબળી પરિસ્થતિમાં સકારાત્મક રહી શકાય..?

જીવન..! સાહેબ જીવન એ છુક છુક ગાડી જેવું છે. ગાડી છુક છુક કરતા ચાલે ને જીવન બૂમો પાડતા પાડતા. જેમ છુક છુક ગાડી ફાસ્ટ ચાલે, ધીરે ચાલે, ઘણા લોકો એમાં આવે ઘણા લોકો એમાંથી જાય, જીવન નું પણ કંઈક આવું જ છે.

હવે આવીયે આજના મુદ્દા પર તો નબળી પરિસ્થતિ. સાહેબ આ ભાગલા કોને પાડ્યા? સારી પરિસ્થિતિ ને નબળી પરિસ્થતિ? આપણને ગમતું થાય એટલે પરિસ્થતિ સારી જીવન સારુ ના ગમતું થાય એટલે પરિસ્થિતિ ખરાબ, જીવન ખરાબ? જો આપણા વિચારો પણ આવા જ હોય તો આપણે જીવનને સમજવામાં ક્યાંક થાપ ખાઈ રહ્યા છીએ. કારણ કે ઉપરવાળો પણ કલાકાર છે એને ખબર છે કે આપણને ક્યારે કંઈ પરિસ્થતિમાં રાખવા. નહીંતર એને પણ કોઈ યાદ ના રાખે. આ તો થઈ મજાકની વાત પણ દરેક પરિસ્થિતિ આપણને કંઈક શીખવાડી જાય છે એને છૂપો માસ્તર પણ કહી શકાય. કારણ કે ઉપરવાળો નથી દેખાતો એનું એજ કારણ છે કે એ ક્યારેય સામે આવી ને કંઈ શીખવાડતો નથી પણ એ આવો માહોલ બનાવે છે કે એમાંથી આપણને કંઈક શીખવા મળે છે જેને આપણે નબળી પરિસ્થિતિનું ટેગ આપીયે છીએ. હવે તમે જ કહો આ વ્યાજબી કહેવાય..?

નબળી પરિસ્થિતિમાં સકારાત્મક બનવું એના કરતા એ પરિસ્થિતિને જ સકારાત્મક રીતે લઈએ તો..? ઘણા ને એવુ પણ લાગશે કે આ બધી વાતો લખવામાં ને વાંચવામાં સારી લાગે પણ ખરેખર આને જીવનમંત્ર બનાવી જીવન જીવવામાં આવે તો કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિથી કોઈજ ફરિયાદ નહિ રહે અને જીવન આનંદાયી આગળ વધતું રહેશે.

હવે સવાલ આવે કે સકારાત્મક બનવું કઈ રીતે??
તમારી આસપાસ થતી દરેક પ્રવૃત્તિ જે તમારા જીવન સાથે જોડાયેલી હોય કે ના હોય એને સકારાત્મક રીતે જોવાનો પ્રયત્ન કરો. તમારી સાથે કંઈ નકારાત્મક બની રહ્યું હોય તો એમાં પણ કંઈક સકારાત્મક શોધવાનો પ્રયત્ન કરો. નકારાત્મક વાતો, નકારાત્મક સમાચાર, નકારાત્મક વિચારો ધરાવતા વ્યક્તિઓથી દુરી બનાવી રાખો. એમની નકારાત્મકતા તમારા પર હાવી ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખો. એક વાર સાહેબ આદત પડી જશે ને સકારાત્મક રહેવાની તો દુનિયાની કોઈ તાકાત તમને નકારાત્મક બનાવી નહિ શકે. બસ સકારાત્મક બનવાની શરૂઆત તો કરો..!

આશા રાખું કે તમારી આજના દિવસની શરૂઆત એક નવા સકારાત્મક વિચાર સાથે થાય. ફરી મળીશુ એક નવા ટોપિક સાથે ત્યાં સુધી..
Keep Tracking..!

🖊️Alpesh Prajapati