section and everything up till
*/ ?> Aanal Goswami Archives - Shabdoni Sangathe

મૌનને વાચા

ઈશાની , સંયુક્ત પરિવાર માં રહેતી, ખુબ સુંદર અને ભોળી દીકરી. ખોબો ભરીને રૂપ આપ્યું હતું એને ભગવાને પણ …..જોડે આપી હતી મૌન ની ભેટ. બિચારી બોલી ન શકતી હતી.

કેટકેલાય ઈલાજ કરાવ્યા, દેશી, વિદેશી દવાઓ, બાધા, મન્નત પણ આખરે પરિણામ શૂન્ય. બધી પ્રાર્થના અને દુઆ ના જવાબ માં મૌન પાછું આવતું સામેથી.

પણ ઈશાની ના માતા સુરેખા અને પિતા જગદીશે હાર ન માની અને એને ઉચ્ચ શિક્ષણ મળે એ બીજી બધી રીતે પગભર થાય એના માટે સતત કાર્યશીલ રહ્યા.એને ભણાવા માટે અલગ શિક્ષક આવતા અને એને ભણતર ની સાથે સંગીત માં સિતાર અને ભારત ગૂંથાય પણ શીખવાડવામાં આવતું. ઈશાની એક એવી છોકરી હતી જે ભલે નિ શબ્દ હતી, મૌન રહેતી પણ એ સાંભળી શકતી હતી. શરૂઆત માં પોતાને માટે બોલાયેલા બિચારી, બાપડી વેગેરે શબ્દો એને ખૂંચતા પણ હવે એ એને અવગણતા શીખી ગઈ હતી અને જયારે પણ કોઈ આવું બોલે તો એ બે મિનિટ માટે નીચે જોઈ જમણા પગ નો અંગુઠો જમીન સાથે ખોતરતી અને પછી સામાન્ય થઇ જતી.

૧૬ વર્ષ ની ઈશાની નું રૂપ સોળે કળાએ ખીલ્યું હતું અને એના મૌન ની ખામી દૂર કરવા માટે સરભરા કરતો હોય એમ એક નટી જેવું એનું દેહલાલિત્ય હતું. કોઈ પણ એને જોવા માત્ર થી પ્રેમ માં પડી જાય એવી સુંદર અને નમણી હતી, ઈશાની! પોતાની આ ખોટ ને સ્વીકાર ને આગળ વધી ગયેલી ઈશાની એક ખુશ મિજાજ અને જિંદાદિલ છોકરી હતી અને હમેશા કૈકંઈક નવુંનવું કરવાની એને ધગસ રહેતી.એનું મૌન એના જીવન ને કોઈ પણ સંજોગો માં રોકી ન શકે એટલી તાકાતથી એ પોતાની પરિસ્થિતિને સ્વીકારી આગળ વધી ગઈ હતી.

એક વાર એ પોતાની માતા સુરેખા સાથે એક મોલ માં ગઈ અને એણે તાજેતરમાં જોયેલા કોઈ સાબુ ની જાહેરાતથી આકર્ષાઈ ને એ સાબુ પાર લખેલી સૂચના અને એના ઇન્ગ્રેડિએન્સ વગેરે વાંચી રહી હતી અને ત્યાંજ એક મશહૂર મોડેલ એજન્સી ના મલિક ત્યાંથી પસાર થયા અને ઈશાની પર નજર પડતા બાદ જોતા જ રહી ગયા. એમને ઈશાની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા , ઈશાની એ પોતાની પાસે રહેલો મોબાઇલ કાઢી ને ટાઈપ કર્યું , ” હું બોલી નથી શકતી પણ સાંભળી શકું છું , તમારી વાત કહો ” એવો મેસેજ ટાઈપ કરીને એમને બતાવ્યો. આટલી સુંદર છોકરી, પરફેક્ટ ફિટ ફોર મોડેલિંગ અને આટલી મોટી ખોટ . આ મૌન, જે ઈશાની સ્વીકાર કરી ચુકી હતી, એને મેનેજર ની આંખોમાં આંસુ લાવી દીધા.

એ ત્યાંથી જતા રહ્યા અને દૂરથી સુરેખા, મેનેજર અને ઈશાની નો આ સંવાદ જોઈ રહી હતી. મેનેજર ની આંખોમાં આવેલ આંસુ એનું એકદમ જતું રહેવું અને ઈશાની નું નીચે જોઈને જમીન ખોતરવું, આ બધું સુરેખા ને કોઈ પણ શબ્દ વગર બધું સમજાવી ગયું. ઈશાની ખુશ રહેતી, પોતાને અરીસા માં જોઈને હસતી અને સોળ વર્ષ ની બાળકી કરે એ બધું જ અરીસા માં જોઈને કરતી. મોડેલ જેવા નખરા, મોડેલ ની નકલ, હીરોઇન બંનવું આ બધું, પણ જયારે કોઈ આમ અચાનક એને પોતાની ખામી નો અહેસાસ કરાવી જતું ત્યારે પોતાનું મૌન એને સૌથી વધારે ખૂંચતું. એ મૌન એટલું વાચાળ બની જતું કે અંદરથી મોટા મોટા અવાજે પૂછતું કે હે ભગવાન મારી સાથે આવું કેમ ?

પણ ખબર નહિ એ મેનેજર ને શું થયું એ પાછો ઈશાની પાસે આવ્યો, તે વખતે ઈશાની ની જોડે સુરેખા પણ ઉભી હતી.એમણે સુરેખા ને કહ્યું કે શું ઈશાની એમના માટે મોડેલિંગ કરશે અને સુરેખા આગળ કઈ બોલે એ પહેલા એ બોલ્યા કે મારી પાસે ડબિંગ આર્ટિસ્ટ છે જે ઈશાની માટે બોલશે. સુરેખા એ ઈશાની ની સામે જોયું અને બંને ની આંખોમા માં એક સાથે હર્ષ ના આંસુ આવી ગયા . બંને એકબીજા નું મૌન સમજી ગયા . અને બંને એ એકસાથે હા પડી.

રખે ને એમ સમજતા કે એ લોકો મોડેલિંગ ની વાત થી ખુશ થયા. એ બંને તો એટલે ખુશ હતા કે, પરદા ઉપર કોઈ બીજા નો પણ અવાજ તો મળશે ઈશાની ને ક્ષણ માટે તો એવું લાગશે કે ઈશાની પણ બોલે છે.

બસ એ દિવસ અને આજ નો દિવસ , ઈશાની એ નહીં તો પાંચસો એડ્સ મોડેલિંગ કર્યું છે અને શબનમ એની ડબિંગ આર્ટિસ્ટ હવે એનો અવાજ બની ચુકી છે. શબનમ રૂપાળી નથી પણ એનો અવાજ એટલો મદમસ્ત અને સુરીલો છે કે ભલભલા એક વાર એ અવાજ ને સાંભળ્યા પછી ભૂલી ના શકે. એને એવુ લાગે છે કે એનો અવાજ ઇશાનીના દેહ માટેજ બન્યો છે અને કોઈ ગમે એટલે પૈસા આપે એ ઈશાની સિવાય કોઈના માટે ડબિંગ ધરાર ના કરે. ઈશાની બોલી નથી શકતી એ વાત મોડેલિંગ એજેંસીમાં અમુક ખાસ લોકો સિવાય કોઈને ખબર નથી. શબનમ એ ઈશાનીને એના મૌન સાથે એવી રીતે સ્વીકારી લીધી છે કે ઈશાની માટે એણે પોતાની ઓળખ જ છુપાવી દીધી છે. સુરેખા બહુ ગર્વ થી કહે કે મારે એક નહિ બે દીકરી છે. એક મૌન રાખે અને બીજી એ મૌન ને ભેદે.

🖊️Aanal Goswami

આદુ વાળી ચા

વાત છે અબીર અને ઈશુ ની .

૨૨ વર્ષના ઈશુ અને અબીર, ઈન્ડિકેન ઓઇલ નામ ની કંપની માં ટ્રેઈની તરીકે જોડાયા. એમની ૩૦ લોકો ની બેચ હતી અને બધા અલગ અલગ જગ્યા એ થી આવ્યા હતા. એક બીજા થી એકદમ અજાણ બધા પહેલી વખત ટ્રેનિંગ માં જ મળ્યા હતા. બે દિવસ પછી ટ્રેનિંગ શરૂ થનારી ટ્રેનિંગ માટે બધા લગભગ ૨ એક દિવસ પહેલા આવી પહોંચ્યા હતા. ૩૦ દિવસ ની આ ટ્રેનિંગ માં રહેવાનું અને ખાવાનું કંપની તરફ થી હતું.

બે સુંદર બિલ્ડીંગ ની વચ્ચે એક નાનું સરસ મેસ હતું જેની આજુ બાજુ બગીચો હતો જેમાં નાનું એવું કિચન ગાર્ડન પણ હતું.એક બિલ્ડીંગ માં મેલ એમ્પ્લોયીઝ અને બીજામાં ફિમેલ એમ્પ્લોયીઝ .

જે દિવસે ટ્રેનિંગ શરૂ થવાની હતી એ દિવસે ઈશુ થોડી મોડી પડી અને એટલે એ ફટાફટ ચા પીવા canteen માં આવી.

બાકી બધા ટેબલે હજી ગંદા હતા એટલે એ જે ટેબલ અબીર વાપરી રહ્યો હતો એ ટેબલ તરફ આવી અને અબીર ની સામે ની ખુરશી ખાલી હતી ત્યાં બેસી ગઈ.

ચા મો પાસે લાવતા જ એનું મો બગડી ગયું કારણકે આદુ વાળી સરસ ચા પીવા ટેવાયેલી ઈશુ થી આ બેવાર ઉકાળીને ને જગ માં ભરેલી સસ્તી ભૂક્કી નાખી ને બનાવેલી ચા ની સુગંધ જ ના જીરવાઈ અને હવે આમ એક મહિનો કેવી રીતે જશે એ વિચારે જ એના મોતિયા મરી ગયા. વળી સવાર ની ચા તો એના માં ઉર્જા નો સંચાર કરતી હતી . જેમ પેટ્રોલ વગર ગાડી ના ચાલે એમ ઈશુ નું એન્જીન ચા વગર ના ચાલે.

એનું ઉતરેલી કઢી જેવું મો જોઈ ને અબીર હસી પડ્યો. અને ઈશુ ને પોતાની સામે વિફરેલી વાઘણ થયેલી જોઈ ને બોલ્યો કે મને પણ આવું જ લાગ્યું હતું એટલે જ કોફી પીવું છું.

આ હતી ઈશુ અને અબીર ની પહેલી મુલાકાત. એ સવારે તો ઈશુ ચા વગર જ ટ્રેનિંગ માં ગઈ અને લંચ સુધી એમ જ બેસી રહી . એને નાસ્તો કરવાનો સમય તો મળ્યો જ ન હતો.બપોરે લંચ માં પણ મેસ માં જ જવાનું હતું અને લંચ વખતે પણ ઈશુ ને સમજાઈ ગયું કે એને અહીંયા ખાવા પીવા ની તકલીફ પડ્યા વગર નહિ રહે. અને આવા ૩૦ દિવસ કાઢવાના છે.

સાંજે ટ્રેનિંગ પરથી પાછા ફરતા ફરી ચા અને નાસ્તો હતા . પણ એજ સ્વાદહીન , મન વગર બનાવેલી ચા. અચાનક ઈશુ ને મમ્મી અને ચા બન્ને નું મહત્વ એક સાથે સમજાઈ ગયું. એ વિચારવા લાગી કે મમ્મી ને પણ ચા ખૂબ પસંદ છે અને એટલેજ એ મન થી ચા બનાવે છે કદાચ એટલે જ એની મમ્મી ની ચા આટલી સરસ બને છે.

આમ વિચારતી એ દુઃખી મને નાસ્તા માં આપેલું ભજ્જી જેવું કંઈક ખાઈ રહી હતી કે અબીર આવ્યો અને બોલ્યો કે એ પણ ઈશુ નું ટેબલે શેર કરે ? ઈશુ નું ધ્યાન તો આમેય અહીંયા ન હતું . એ તો ક્યારનીય વિચારો માં મમ્મી પાસે રસોડા માં પહોંચી ગઈ હતી.

અબીર ધીરે થી બોલ્યો કે આદુ વાળી ચા ? ઈશુ એની સામે જોઈ રહી ? કદાચ એને સાંભળ્યું ન હતું. અબીર ફરીથી બોલ્યો કે મને ખબર છે આદુ વાળી ચા, ક્યાં મળે છે?

ઈશુ અબીર સામે એવી રીતે જોઈ રહી કે જાણે ખજાના નું સરનામું આપતો હોય ! બંને જોડે ચા પીવા ભાગ્યા. ચા પીતા પીતા મનોમન કેટલીય ક્ષણ જીવી લીધી ઈશુ અને અબીર એ.

પછી તો આ ક્રમ રોજ નો થઇ ગયો. રોજ સવારે અબીર અને ઈશુ પોતપોતાની બિલ્ડીંગ માં થી બહાર નીકળી ને સાથે સવાર ની ચા પીવા જાય. સાંજે ટ્રેનિંગ પછી પણ આ જ નિત્ય ક્રમ .

અને આ ચા ટ્રીપ માં બંને વચ્ચે એટલો સરસ મેળ પડી ગયો કે ટ્રેનિંગ ના ૩૦ દિવસ પછી તો બંને નિશ્ચિંન્ત હતા કે પરણશે તો એક બીજા ને જ .

અને બસ આજે એમ ની સાત મી વેડિંગ એનિવર્સરી છે . બંને સાથે જ સવાર ની ચા પીવે છે. પણ હવે એ ચા ઈશુ પોતે બનાવે છે અને અબીર આદુ છોલી આપે છે. એમ ના ૪ વર્ષ ના દીકરા આદિત્ય ને પણ ચા ખુબ પસંદ છે , હોય જ ને ચા એના લોહી માં છે.

🖊️Aanal Goswami
Valentine Special