section and everything up till
*/ ?> Aanal Goswami Varma Archives - Shabdoni Sangathe

અધૂરો પ્રેમ – ૭

ભાગ-૬ માં આપણે જોયું કે, સિધ્ધાર્થ ઓફિસે પહોંચીને, તારા સાથે અઘટિત થતું રોકી લે છે. હવે તારા સિધ્ધાર્થની સાથે છે. કમલેશ હજી ઓફિસમાં જ છે. શુ સિધ્ધાર્થ આજે પોતાના પ્રેમને વ્યક્ત કરશે? શું તારા, સિધ્ધાર્થ માટેના પ્રેમને સ્વીકારશે ?

ચાલો ત્યારે વાંચીએ..

સિધ્ધાર્થ, દરેક સ્ત્રીને આદર આપનાર એક સમજુ પુરુષ હતો. પોતે પુરુષ હોવાથી સ્ત્રીથી વિશેષ છે અને સ્ત્રીને જયારે ઈચ્છે ત્યારે દબાવી શકે, એવી હીન માનસીકતા ન હતી, સિધ્ધાર્થની.

તારા, જે એનું સર્વસ્વ હતી એની સાથે કમલેશનું આવું વર્તન સિધ્ધાર્થ માટે અસહનીય હતું પણ કદાચ અત્યારે કમલેશ ને પાઠ ભણાવવાનો સમય ન હતો. હાલના સમય અને સંજોગોમાં તારાની સલામતી સિવાય, સિધ્ધાર્થ માટે બીજું કંઈ જ અગત્યનું ન હતું. કમલેશ પણ આટલા વખતથી સિધ્ધાર્થને જાણતો હતો. એને ખબર હતી કે જો સિધ્ધાર્થ, તારાના પક્ષમાં હશે તો એનો ખરાબ સમય હવે શરૂ થઇ ચૂક્યો છે!

પોતાની જગ્યા પર પહોંચતા જ તારા રડવા લાગે છે પણ સિધ્ધાર્થ એને ખભેથી પકડી એની જગ્યા પર બેસાડે છે અને તારાની બાજુમાં એવી રીતે ઉભો રહે છે કે કમલેશ તારાને ના જોઈ શકે. જયારે તારા કોમ્પ્યુટર બંધ કરતી હોય છે ત્યારે સિધ્ધાર્થ કમલેશને એવી રીતે જુવે છે કે જાણે ચેતવણી આપતો હોય કે તારાની સામે જોતા પણ વિચારજે!

સિધ્ધાર્થ તારાને લઈને ઓફિસની બહાર નીકળે છે અને કેબ બુક કરે છે. કંપનીની ઓફિસ દૂર હોવાથી કેબને આવતા પણ વાર લાગે એટલે રાહ તો જોવાની જ હતી , પણ હવે સિધ્ધાર્થ, તારાને આ બિલ્ડીંગથી દૂર લઇ જવા માંગતો હતો અને એટલે જ બન્ને પીક અપ પોઇન્ટ પર પહોંચી જાય છે, ખુલ્લી હવામાં બન્નેને સારું લાગી રહ્યું હોય છે!

થોડો નિર્જન વિસ્તાર હોવાથી સિધ્ધાર્થ તારાની સલામતીને લઈને એકદમ સજાગ હોય છે. એ તારાનો હાથ પકડી જ રાખે છે. ત્યાં એક બીજી વ્યક્તિ જેને એ લોકો જાણતા નથી હોતા એ ત્યાં આવીને ઉભી રહે છે. એ તારાને જોતા તારા થોડી કોન્સિયસ થઇ જાય છે. આ વાત સિધ્ધાર્થ નોટિસ કરે છે અને એ કેબ ના આવે ત્યાં સુધી તારાની આગળ આવીને ઉભો રહી જાય છે.

સિધ્ધાર્થ તારાની જોડે પાછળની સીટ પર જ વચ્ચે જગ્યા રાખીને બેસે છે. એના હાથમાં હજી પણ તારાનો હાથ હોય છે. કેબ તારાના ઘર તરફ જવા માંડે છે. તારાને એના હાથ પર થોડું ભીનું લાગે છે. એ સિધ્ધાર્થ સામે જુવે છે. સિધ્ધાર્થ એની સામે જ જોતો હોય છે આંસુ ભરી આંખોએ! એ સિધ્ધાર્થનું આંસુ જ હતું જે તારાના હાથને ભીંજવી ગયું. એ તારાને કહે છે કે જો તારાને કંઈ થયું હોત તો એ પોતાને માફ ના કરી શકત. તારા સિધ્ધાર્થની આંખોમાં પોતાના માટે એ પ્રેમ જુવે છે, જેને એ શોધતી હતી. એને જે ખૂટતું હતું એ આજ હતું .

“મારામાં ખૂટતું કૈક ,
તારામાં જડી આવશે ,
તું જોઇશ તો, તારામાં ખૂટતું એ કંઈક,
મારા કોઈ ખૂણામાં મળી જ આવશે ”

તારા સિધ્ધાર્થને પૂછે છે કે કેમ? એને જવાબ ખબર જ છે પણ કદાચ સિધ્ધાર્થના મોઢે સાંભળવું છે. હવે એનાથી રાહ જોવાય એમ નથી. સિધ્ધાર્થ તારાને કહે છે ” I LOVE YOU, હા આ દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરું છુ તને અને કરતો રહીશ . તારી હંમેશા રક્ષા કરીશ. આ સાંભળીને તારાના હૃદયના ધબકારા વધી જાય છે. એ સમજી જ નથી શકતી કે એ કેવી રીતે પ્રયાઘાત કરે. કદાચ સિધ્ધાર્થને પણ એના ધબકારા સંભળાતા હોય છે. એ તારાને ખૂબ જ પ્રેમથી પૂછે છે કે તું બરાબર છે ને ?

સિધ્ધાર્થ તારાને કહે છે કે એ આ વિષય પર ના વિચારે. એને કોઈ જ વિશેષ અપેક્ષાઓ નથી. એ તારાની પરિસ્થિતિથી વાકેફ છે, એને સમજે પણ છે. એ પોતાના પ્રેમના બદલામાં કંઈજ નથી ઈચ્છતો. એ કહે છે કે એને બહુ પ્રયત્ન કર્યો તારા સામે આ વાત ના લાવવાનો પણ એ મજબૂર છે પોતાના પ્રેમથી અને એ તારાને કહ્યા વગર મરવા નથી માંગતો. તારા એના મોઢા પર હાથ મૂકી દે છે. તારા કંઈ બોલે એ પેહલા સિધ્ધાર્થના મોબાઈલમાં ફોન આવે છે .

તારાના મનમાં વિચારોના ચક્રવ્યૂ ચાલતા હોય છે. એ હવે જાણે છે કે સિધ્ધાર્થ એના માટે શું વિચારે છે. એ ખુશ છે કે એ સાચી હતી સિધ્ધાર્થની પોતાના માટેની લાગણીને લઈને. એ ખુશ છે કે એને હવે એનો રાજકુમાર મળી ગયો છે. પોતાના હાથમાં રહેલો સિધ્ધાર્થનો હાથ એને દુનિયામાં સર્વસ્વ પામી લીધું હોય એવું અભિભૂત કરાવી જાય છે. ત્યાંજ કાર રોકાય છે. સિધ્ધાર્થનો ફોન પતે અને એ તારા સાથે વાત કરે એ પહેલા તારાનું ઘર આવી જાય છે. એ તારા સાથે વાત નથી કરી શકતો .

તારા ઉતરવા જતી હોય છે ત્યારે સિધ્ધાર્થએ પકડેલો એનો હાથ ખેંચાય છે. બંને ફરી એક વાર એક બીજા સામે જુવે છે અને તારા પોતાના ઘર તરફ જાય છે. જ્યાં સુધી એ દેખાતી બંધ નથી થતી ત્યાં સુધી સિધ્ધાર્થ ત્યાંજ રાહ જુવે છે.

હવે કેબ સિધ્ધાર્થના ઘર તરફ જાય છે.

સિધ્ધાર્થ એમ વિચારે છે કે એને કદાચ તારાને પોતાની લાગણી વ્યક્ત નોહતી કરવાની. એ પણ કદાચ આ રીતે. એને પોતાના પર ગુસ્સા આવે છે. તારાને જોવા માટે અને એની સાથે વાત કરવા માટે હવે સોમવાર સુધી રાહ જોવી પડશે એ વિચારતા જ એ બેચેન થઇ જાય છે .

શું તારા પણ પોતાના પ્રેમનો સ્વીકાર કરશે? વાંચતા રહો અધુરો પ્રેમ.

✍️© આનલ ગોસ્વામી વર્મા

અધૂરો પ્રેમ – ૬

આપણે ભાગ પાંચમાં જોયું કે તારા કમલેશના કહેવાથી ઓફિસમાં મોડે સુધી બેસવાની છે. સિધ્ધાર્થ તારાને બસમાં ન જોતા બસમાંથી ઉતરી જાય છે અને તારા સલામતીપૂર્વક ઘરે પહોંચી જાય એની ખાતરી કરીને જ પોતે ઘરે જશે એવું વિચારતો, મુખ્ય દરવાજાથી ઓફિસ બિલ્ડીંગ તરફ આવવા નીકળે છે .

હવે આગળ………………….

કમલેશ ઇન્ટરનલ ઓડિટ હેડ હતો અને એ ઘણા સમયથી કંપનીમાં હતો. એની આવી એક ત્રણ ચાર જણાની ટુકડી હતી કંપનીમાં, જે સુંદર અને સ્માર્ટ છોકરીઓને પોતાની મિલકત સમજતી હતી. વખત આવે કંઈક અડપલાં કરી પોતાનો પુરુષ ઈગો સિદ્ધ કરવા પ્રયત્ન કરતી. કમલેશ જ્યારથી તારાની એના કામ માટે પ્રશંસા થઇ હતી ત્યારથી ઈર્ષાથી બળતો હતો અને આજે એ તારા સાથે બદલો લેવા માંગતો હતો. એની સાથે એવું કંઈક કરવાની એની દાનત હતી જેથી એ જયારે ઈચ્છે ત્યારે એને પોતાના કાબુમાં કરી શકે અને એટલેજ એને આ પ્લાન બનાવ્યો હતો. સ્ત્રીને ઉપભોગના સાધન તરીકે જોવાની માનસીકતાથી પીડાતો પુરુષ કમલેશ આજે લઘુતાગ્રથીથી ઘેરાયો હતો. એ સારા નરસાનો ભેદ ભૂલી ગયો હતો .

કમલેશે ઇન્ટરનર ઓડિટને લગતા એવા મુદ્દા ખોલ્યા જેનું આટલા વખતથી કંઈજ થયું ન હતું. કહો ને કે કરવામાં જ નહોતું આવ્યું. એને તારાને મુશ્કેલીમાં મુકવા માટે આ બધી વસ્તુની ચર્ચા કરી જેથી તારાને ના છૂટકે કમલેશ કહે એમ કરવું પડે. પાંચ એક મિનિટ આ નાટક કરીને એને તારાને કહ્યું કે જો તારા ઈચ્છે તો કમલેશ એના માટે આ બધું ઉકેલી શકે છે પણ એના માટે તારાએ પણ કમલેશ માટે કંઈક કરવું પડે .

કમલેશ હોદ્દા અને ઉંમર, બંનેમાં તારાથી ઘણો મોટો હતો એટલે તારાએ જરા વિવેકથી પૂછ્યું કે સર હું સમજી ના શકી. કમલેશ તારાની નજીક આવી નફ્ફટાઈથી બોલ્યો ” Give and take “. તારા કમલેશની લોલુપ નજરનો ઈશારો સમજી ગઈ. તારા એક મિનિટ માટે તો ડરી ગઈ. એના હાથ પગ ઠંડા પડી ગયા.

અંદરથી ડરી અને સહેમી ગયેલી તારા એક ચંડીનું સ્વરુપ લઇ લે છે. એ નક્કી કરી લે છે મારે મારી રક્ષા જાતે કરવાની છે. પોતાની વ્યવસાયિક જિંદગીને લઈને સ્પષ્ટ એવી તારા આવા “give and take” માં માનતી ન હતી . એ કમલેશને એક તમાચો મારી દે છે.

કમલેશ તારાને ઓળખી નહોતો શક્યો એને એમકે તારા એના પદના ઠસ્સા નીચે ઝૂકી જશે. પોતાના અહં અને અસ્વીકારથી છંછેડાયેલો કમલેશ ભાન ભૂલી ગયો અને તારા સાથે જબરજસ્તી કરવા લાગ્યો. એને તારાના કપડાં ફાડવા માટે તરાપ મારી, તારા ખસી ગઈ અને એક્ઝીટ તરફ ભાગવા લાગી. પાછળ જોઈને ભાગતી તારા એકદમ અથડાઈ, એને જોયું કે, એ સિધ્ધાર્થના આલિંગનમાં છે. ભલે પોતે હિમ્મત કરી હતી પણ અંદરથી તો ખુબ જ ડરી ગયેલી. એ એકદમ જોરથી સિધ્ધાર્થને વળગી પડી અને રડવા લાગી. પાછળ કમલેશને આવતો જોઈ સિધ્ધાર્થ એના અનુભવથી આખી પરિસ્થિતિ વિશે સમજી ગયો.

એક મિનિટ માટે એ ડરી જાય છે. પણ બીજી જ પળે એ પરિસ્થિતિને સાંભળી લે છે. એ કલ્પના પણ નથી કરી શકતો કે જો એ પોતાના ઇન્સ્ટિકને અનુસરીને બસમાંથી ઉતરી ના ગયો હોત તો અહીંયા કેવી દુર્ઘટના ઘટી જાત! જો તારા સાથે કઈ ખરાબ થઇ જાત, તો એ પોતાની જાતને માફ ના કરી શકત. સિધ્ધાર્થ મનો-મન પોતાના દેવનો આભાર માને છે. એનું મગજ હવે બે બાબતો પર એક સાથે કાર્યશીલ થઇ જાય છે. એને ખબર છે કે એને ડરી ગયેલી તારાને પણ સંભાળવાની છે અને કમલેશની સાથે પણ ટેકલ કરવાનું છે .

કમલેશ, સિધ્ધાર્થને જોઈને બે મિનિટ માટે ગભરાઈ જાય છે પણ તરત જ પોતાનો બચાવ કરતા કહે છે કે ” આ સ્ત્રીની જાત …………….હજી આગળ કઈ બોલે એ પહેલા સિધ્ધાર્થ પોતાનો હાથ ઊંચો કરીને એને રોકવાનો ઈશારો કરતો, લગભગ ત્રાડ પાડતો હોય એમ ” ચૂપ “રહેવાનું કહે છે. કમલેશ ત્યાંથી જતા રહેવાનું પસંદ કરે છે. કમલેશ તારા વિરુદ્ધ ખરાબ બોલવા જતો હતો પણ સિધ્ધાર્થ એને એમ કરવા નથી દેતો.

તારા પાંચ એક મિનિટ સુધી આમ જ સિધ્ધાર્થના આલિંગનમાં રડતી રહે છે. પછી કળ વળતા એ સિધ્ધાર્થના આલિંગનમાંથી નીકળે છે. બંનેની આંખો મળે છે. તારા સિધ્ધાર્થની આંખોમાં પોતાના માટે ખૂબજ પ્રેમ, અધિકાર અને ચિંતા જુવે છે. એ બોલવા જાય છે કે, સિધ્ધાર્થ એના હોઠ પર આંગળી મૂકી, એનો હાથ પકડીને રિસેપ્શન તરફ લઇ જાય છે. એક નાની બાળકીની જેમ તારા એની સાથે દોરાય છે. એને રિસેપ્શન એરિયામાં બેસાડી સિધ્ધાર્થ એને પાણી પીવડાવે છે. પાણી પીને તારા પાસેથી ગ્લાસ પાછો લેતા ફરી બંનેની નજર મળે છે ત્યારે સિધ્ધાર્થ, તારાને કહે છે કે, તું રડે ત્યારે બિલકુલ સારી નથી લાગતી. જો તારી આંખોની આસપાસ કાજળના કુંડાળા થઇ ગયા. તારા રડતા રડતા પણ હસી પડી. સિધ્ધાર્થ ફરીથી તારાને કહે છે કે એ આમ જ હસતી રહે! પ્રિયતમને હંમેશા હસતું જોવું એ દરેક પ્રેમીની ઈચ્છા હોય છે અને સિધ્ધાર્થ પણ એમાંથી બાકાત નથી .

સિધ્ધાર્થ તારાને કહે છે કે હવે એ લોકો તારાની જગ્યાએ જશે અને એનો સામાન લેશે. સિધ્ધાર્થ તારાના મગજમાંથી ડર દૂર કરવા માંગતો હતો. તારા ઉભી થાય છે પણ પછી ખચકાય છે, સિધ્ધાર્થ એનો હાથ પકડીને કહે છે ” હું છું ને તને કઈ નહિ થવા દઉં ” અને તારાને દોરીને લઇ જાય છે. તારા આજ્ઞાંકિત બાળકીની જેમ એની પાછળ દોરાય છે. એને સિધ્ધાર્થ પર વિશ્વાશ છે. એને ખબર છે કે સિધ્ધાર્થ એની જોડે કંઈ જ ખરાબ નહી થવા દે.

કહેવાય છે, ને દરેક વસ્તુનો એક સમય હોય છે અને આ સમય તારા અને સિધ્ધાર્થનો હતો. શું આજ એ પળ છે ,જે એમની હતી? શું હવે બંને પોતાની અંદર ધૂઘવતા પ્રેમના સાગરને રોકી શકશે? શું આજે સિધ્ધાર્થ અને તારા બંને સ્વીકારી લેશે કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે ?

વાંચો આવતા અંકમાં…..

🖊️Aanal Goswami Varma

અધૂરો પ્રેમ -૫

મારા પ્રિય વાચકો,આપ ને ભાગ ૪ સુધી વાંચવાની મજા આવી હશે. તમારા સૂચન ખુબ જ પ્રેમ સાથે આવકાર્ય છે .

આગળ જોયું તેમ, સિધ્ધાર્થ અને તારા બંને અધૂરી જિંદગી જીવી રહ્યા હતા પણ બંને એકબીજાની આ હકીકતથી અજાણ હતા.

તારાને ફરિયાદ હતી કે સિધ્ધાર્થ પોતાની લાગણી કેમ તારાની સામે વ્યક્ત નથી કરી શકતો અને સિધ્ધાર્થને એવું હતું કે પોતાની અધૂરપની કિંમત તારા પાસેથી ના વસૂલ કરી શકાય. એકલા, અધૂરા અને એકબીજાની લાગણીથી અજાણ બંને પોતાની જિંદગી જીવી રહ્યા હતા. ………….હવે આગળ .

તારાના ડેડીકેસન અને મહેનતથી ક્લોસીંગનું કામ જે કમલેશનો પોર્ટફોલિયો હતો અને તારા એ સંભાળ્યો હતો એ પૂરો થઇ ગયો હતો.તારાના ખૂબ વખાણ થયા હતા. ગઈ કાલની લિફ્ટ પછી હવે સિધ્ધાર્થ અને તારા એકબીજાની સાથે કેન્ટીનમાં કે ઓફિસમાં જ્યાં પણ મળે ત્યાં હાય,હેલોનો શિષ્ટાચાર કરી લેતા હતા અને બસમાં ચડતા જ બંનેની નજર મળતી અને એક સ્માઈલની આપ લે થઇ જતી, કહોને હાજરી પુરાઈ જતી પણ એનાથી વધારે કઈ નહિ. બંને પોતપોતાની લાચારી, મજબૂરી અને કંઈક અસ્પષ્ટતામાં કેદ હતા અને એટલે અંદરથી બંને બેચેન હતા.

તારા, જેણે સિધ્ધાર્થની આંખોમાં પોતાના માટેની વિશેષ લાગણી જોઈ હતી, જે અંદરથી બેબસ થઇ રહી હતી એ જાણવા માટે કે શું એને જે જોયું એ પ્રેમ છે ? એજ પ્રેમ જેના માટે એ આટલા વર્ષો સુધી ઝંખતી રહી? શું સિધ્ધાર્થ જ એનો રાજકુમાર છે? પણ સિધ્ધાર્થે એને ક્યાં કશું કહ્યું હતું? હા પોતે પરણિત છે પણ પ્રેમને ક્યાં સ્ટેટસ સાથે લાગે વળગે છે. પ્રેમ થઈ જ ગયો છે તો સ્વીકાર કરવામાં શું વાંધો છે. મર્યાદામાં રહીને પણ હકીકત તો સ્વીકારી જ શકાય ને!

પછી વિચારતી કે સિધ્ધાર્થ ખુશ હશે એની જિંદગીમાં એટલે જ તો આગળ વાત નહીં વધારતો હોય !

આ બાજુ સિધ્ધાર્થ એ રાતથી ખૂબ બેચેન રહેતો હતો. એનું મન તો કરતુ હતું કે તારાને જઈને કહી દે કે એ તારાને ખૂબ પ્રેમ કરે છે, સૌથી વધારે પ્રેમ કરે છે. જો એને કોઈને ચાહી હોય તો એ ફક્ત તારા છે પણ તારાનો સિંદૂરવાળો ચહેરો યાદ આવતા એ રોકાઈ જતો. પાછો વિચારતો કે શું તારા ખુશ હશે? શું એની આંખોમાં પણ એવી તડપ નથી જે પોતે આટલા વર્ષોથી અનુભવતો હતો? પરિણીત તો પોતે પણ છે. પ્રેમ ક્યાં વિચારીને થાય છે, કે કરાય છે, એ તો થઇ જાય છે. આવા કેટલાય સવાલોના જવાબ સિધ્ધાર્થ પાસે ન હતા.

“આંખોની સંતાકૂકડી બહુ થઈ,

હવે મનની ગોષ્ઠીનો વારો.”

આવી હાલત હતી તારા અને સિધ્ધાર્થની!

હજી તો એક અઠવાડિયું માંડ થયું હશે એ રાત ને જયારે સિધ્ધાર્થએ તારાને એના ઘેર ઉતારી હતી અને પાછો શુક્રવાર આવ્યો. કમલેશ જેનું કામ તારાએ થોડા સમય માટે કર્યું હતું એને તારાને કહયું કફ કે એ આજે મોડે સુધી બેસવાનો છે અને બોર્ડ મિટિંગ આવવાની છે તો તારા પણ બેસે જેથી એ લોકો કામ વિશે ચર્ચા કરી શકે.

તારા એ પોતે કાર નથી લાવી એવું કહ્યું. સ્ટાફ બસ એક વાર સાડા છ એ નીકળ્યા પછી પછી આવતી નોહતી. આ રીતે મોડા બેસવાની તરફેણ નોહતી કરતી. કમલેશએ કહ્યું કે એ તારાને ઉતારી દેશે. કંપની સેક્રેટરી તરીકે બોર્ડ મિટિંગ એ તારાની જ જવાબદારી હતી. એણે ઘરે પણ જણાવી દીધું કે પોતે મોડી આવશે.

બીજી બાજુ સિધ્ધાર્થએ બસમાં તારાને આવતી ના જોઈ એટલે એને આશ્રય થયું.એ જાણતો હતો, કે મોડા રોકાવનાર પોતાની ગાડી લઈને આવતા કારણ કે બસ એક જ ફેરો કરતી . વળી સવારે તો તારા બસમાં જ આવી હતી એટલે એની પાસે પાછા જવાની વ્યવસ્થા નથી જ .તારાને ક્લોસીગ સિવાય મોડી રોકાતા પણ જોઈ ન હતી.

એ પોતાની રીતે કયો પુરુષ તારાને કઈ રીતે જુવે છે એ ધ્યાન રાખતો હતો. એ તારા માટે ચિંતિત હતો, માલિકીભાવ ધરાવતો હતો. પોતે પોતાના પ્રેમનો સ્વીકાર તારા સામે ભલે ના કરી શક્યો હોય પણ તારાનું રક્ષણતો કરી જ શકતો હતો અને કરતો પણ હતો. કેટલીય વાર કૅન્ટિંમાં કે બસમાં કોઈ તારાને ખરાબ રીતે જોતું ઝડપાય તો સિધ્ધાર્થ એ વ્યક્તિ પાસે જતો અને કોઈ વાત કાઢીને એનું ધ્યાન તારા પરથી ખસેડતો. એ વ્યક્તિ સાથે કોઈને કોઈ વિષય પર વાત કરવા જતો જેથી એ વ્યક્તિ તારાને જોવાનું બંધ કરે. આજે, એને તારાની ચિંતા થઇ.

કોઈ અજાણી પ્રેરણાથી એને એવો વિચાર કર્યો કે હું પણ રોકાઈ જાઉં અને જો તારા હા પડે તો એના ઘરે ઉતારી દઈશ અથવા એ જેની પણ જોડે જાય , પોતે પાછળ જશે અને એ કાળજી પૂર્વક ઉતરે છે કે નહિ એ ખાતરી કરીને પછી જ ઘરે જશે. આમ વિચારી એ બસને ઉભી રખાવીને ઉતરી જાય છે. કાર પોતાની પાસે પણ નથી પણ કઈ મેનેજ થશે એમ વિચારતો એ ઓફિસ બિલ્ડીંગ તરફ ચાલવા લાગ્યો. બસ મેઈન ગેટની બહાર નીકળી ચુકી હોય છે એટલે સ્વાભાવિક ૭/૮ મિનિટ લાગે પાછા આવતા .

શું એની ચિંતા વ્યાજબી છે? શું તારા કોઈ મુસીબતમાં છે ? શું હવે એ પોતાના પ્રેમનો સ્વીકાર કરશે તારા સમક્ષ ?

વાંચો આવતા અંકમાં.

🖊️Aanal Goswami Varma