section and everything up till
*/ ?> uncategorized Archives - Shabdoni Sangathe

લાલસા

ગુસ્સામાં નરેશના ગળામાંથી એક કર્કશ ચીસ નિકળી અને એણે જોરથી બુંમ પાડતાં કહ્યું,
“એક તો આ તિજોરી ખુલી નહોતી રહી, અને હવે જ્યારે ખુલી, તો એમાંથી આ ભંગાર મળ્યું! શું આના માટે મેં આટલી તકલીફ લીધી અને મારી જાન જોખમમાં નાખી?”
કોઈ પણ સાધારણ બાપને એના દીકરાની આવી પીડા જોઈને દુઃખ થાય, પણ મને એક જુદી પ્રકારની શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. નરેશને એમ કે મેં તિજોરીમાં વર્ષોથી જમા કરેલો ખજાનો મુક્યો છે, જેના ઉપર હું સાંપ બનીને બેઠો હતો. પણ આજે એને આઘાત લાગ્યો, જ્યારે એણે જોયું કે તેમાં ફક્ત આ મકાનના દસ્તાવેજો હતા, જે હું પહેલેથી વૃદ્ધાશ્રમને દાન કરી ચુક્યો છું.

મારી પુત્રવધુ ધ્રુજી રહી હતી. એણે નરેશના ખભા પર હાથ મૂકીને કહ્યું,
“નરેશ, આ આપણાથી શું થઈ ગયું? તમને ખબર છે, પપ્પાની આરામ ખુરશી જોઈને મને બહું ડર લાગે છે.”
“કેમ, એમાં ડરવા જેવું શું છે?”
“જ્યારે એમની ખુરશી સામે જોઉં છું, તો એ હલતી જ હોય છે.”
“બેકારની વાત નહીં કર! એ કાંઈ પાછા નથી આવવાના.”

મારી હંસી ફૂટી અને મેં કહ્યું,
“હાં દીકરા, હું તો ક્યાંય ગયો જ નથી, તો પાછા આવવાની શું જરૂર છે?”
હવે તો મારે આ તમાશો જીવન ભર જોવાનું છે. હું મારી ખુરશી પર બેઠા બેઠા, આરામથી ધીમે ધીમે હીંચકોલા ખાય રહ્યો છું. એ જ અમારી ખાનદાની આરામ ખુરશી, જેના પર એણે મારુ ગળું દબાવીને મને મારી નાખ્યો હતો.

🖊️Shamim Merchant

તારા બાળ

અમે તારા બનીએ, બાળ અમે તારા બનીએ…
નિત સત્ય બોલીએ, અમે લોક હિત કરીએ…
પ્રાતઃકાળે સમરીએ, પછી કામ બીજા કરીએ…
અમે તારા…

સૌની સેવા કરીને, સુખ અનોખું પામીએ;
કડવી વાણી, કાળજા કોરી ના બતાવીએ;
અમે તારા…

સતનો આધાર જગમાં, મોટો અમે જાણીએ;
કથિત મારગ ચાલીયે, પાપ કરતાં બચીએ;
અમે તારા…

તારું સ્મરણ ના વિસરે, ના પ્રપંચને પાળીએ;
‘તુષાર’ જગમાં મહિમા મોટો, નિત ગાઈએ;
અમે તારા…

🖊️Tushar Jethava

“કંઈક ચૂક રહી જાય છે”

આગળ વધતા પહેલા એક પ્રશ્ન પૂછું, “શું આજે માં-બાપ અને બાળકો વચ્ચે ખુલ્લાપણે વાર્તાલાપ થાય છે?” આ પ્રશ્ન તમે જેવો વાંચ્યો એવો તરત જ મનમાં જવાબ સ્ફૂર્યો કે, “નહીં!” જેમ જેમ બે વ્યક્તિઓ વચ્ચે ઉંમરનો તફાવત વધારે હશે એમ એમ એ બંને વ્યક્તિઓ માનસિક રીતે એકબીજાથી અળગા હશે. આ અળગા રહેવાનું કારણ શું? કોઈ નફરત કે એકબીજાની અમુક ના ગમતી ચીજો! નફરત તો ના કહી શકાય કારણ કે, અહીં કોઈ દુશ્મનની વાત તો નથી થતી અને ના ગમતી વાતો..! કદાચ આ કારણ હોઈ શકે. ચાલો, એક સામાન્ય ઉદાહરણ આપું, એક ૨૨ વરસના છોકરાને જીન્સ પેન્ટ પહેરવું ગમે છે પરંતુ તેની સામે તેના પિતાને લઈ લો જેની ઉંમર ૫૦ વરસની છે જેને કોટનનું સીવરાવેલું પેન્ટ પહેરવું ગમે છે! મેં હજુ પેન્ટનું જ ઉદાહરણ આપ્યું, આવા તો અઢળક ઉદાહરણો આપણે રોજબરોજ આપણી આસપાસની દુનિયામાં ઘટતા જોઈએ છીએ.

મુખ્ય વાત શું છે ખબર? “વિચારધારા” નાના બાળકને જ લઈ લો કે જે માત્ર પાંચ વરસનું છે! શું એને એટલી સમજ પડી શકતી હશે જેટલી ૧૫ વરસના યુવાનને પડે છે? ના.. નહીં પડી શકે. ૧૫ વરસના યુવાને ૫ વરસના બાળક કરતા ૧૦ દિવાળી વધારે જોઈ છે, આ ૧૦ વરસમાં એણે કેટકેટલા અનુભવો કર્યા હશે, કેટકેટલા લોકોને મળ્યો હશે, કેટકેટલી વાર નાપાસ થયો હશે! અને આ જ રીતે એક બીજું ઉદાહરણ આપું. એક ૨૫ વરસનો યુવાન અને તેની સામે એક ૪૫ વરસનો પુરુષ! ૨૫ વરસના યુવાનને એટલા અનુભવ નહીં હોય જેટલા ૪૫ વરસના પુરુષને હશે. બંનેની વિચાર શક્તિમાં પણ ઘણો ફેર હશે. ૨૫ વરસના યુવાનને જે સાચું લાગતું હશે તે કદાચ ૪૫ વરસના પુરુષને ખોટું પણ લાગતું હશે, આમ બંનેની દુનિયાને પારખવાની શક્તિ પણ અલગ અલગ હશે.

એકવાર મેં મારા પાડોશીના ઘરે ઝઘડો થતાં સાંભળ્યો અને જોરથી બૂમ સાંભળતા જ હું તેના ઘરે દોડી ગયો કે થયું શું? જઈને જોયું તો બાજુવાળા બાબુભાઈ તેના ૨૨ વરસના દીકરા જયને જોરજોરથી ખીજાતા હતા! જય મુંજાયને રૂમના એક ખૂણામાં પડેલા પલંગ ઉપર બેઠો હતો અને બાબુભાઈ ગુલાબજાંબુ જેવા મોટા મોટા બે ડોળા ફાડીને એકદમ ક્રોધિત ચિતે જય ઉપર તાંડવ કરતા હતા. આ બધું જોઈને મારાથી ના રહેવાયું! હું તરત જ એના ઘરનો ઉંબરો વટ્યો અને અંદર જઈ બાબુભાઈના ખભે હાથ મૂક્યો પૂછ્યું શું થયું ભાઈ? કેમ આટલા ધુઆમુઆ થાવ છો? કેમ આટલા અકળાવ છો? બાબુભાઈ ક્રોધિત સ્વરે મારી સામું ફર્યા અને બોલ્યા, દીપભાઈ મેં આને શું વિચારી ઉછેર્યો હશે! મારા કેટલા શમણાંઓ હશે! પણ આજે આ નાલાયકે મારી બધી આશાઓ ઉપર પાણી ફેરવ્યું! હવે આ ભાઈને લગ્ન કરવા છે, હજુ તો કામધંધે પણ નથી ચડ્યો અને છોકરી ગોતી લાવ્યો. બોલો આનું શું કરવું મારે?

શું તમને ખબર છે આ બધી વાતો પાછળ ક્યાં ક્યાં પરિબળો જવાબદાર હશે? શું જય ખોટો છે અને બાબુભાઈ સાચા છે? કે પછી બાબુભાઈ જયને ખોટે ખોટા વઢે છે? મારા મત મુજબ બંને વ્યક્તિ સાચા છે! હવે તમે પૂછશો એવું તે કઈ રીતે? જયએ પોતાના પિતાના સપનાઓ ઉપર, આશાઓ ઉપર પાણી ફેરવ્યું છે તો જય કઈ રીતે સાચો ગણાય? ચાલો તમારું મન તો યોગ્ય કારણ વગર નહીં જ માને! ૧૬ થી ૨૩ વરસની ઉંમર એટલે “કંઈક કરી ચૂકવાની ઉંમર!” એ પછી સારું હોય કે ખરાબ એ ખુદ ઉપર આધાર રાખે. ભવિષ્ય કેવું બનાવવું છે એ આધારિત આ ઉંમરગાળામાં વર્તન કરવું પડે! ઓક્સીટોસિન નામનો હોર્મોન આ ઉંમરમાં ખૂબ માત્રામાં સ્ત્રવતો હોય છે! જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ ઓક્સીટોસિન હોર્મોન ઉત્પન્ન થવાનો દર ઓછો થતો જાય છે. ઓક્સીટોસિન છે શું? આ એક પ્રેમ હોર્મોન છે જે વ્યક્તિના સ્વભાવમાં, વિશ્વાસ કરવાની રીતભાતમાં, સંબંધો બાંધવામાં, લાગણી ઉત્પન્ન કરવામાં.. આવી બાબતોમાં પોતાના લક્ષણો ધરાવે છે. અને ૧૬-૨૩ વરસ એટલે આ હોર્મોન ઉત્પન્ન થવાનો યોગ્ય સમય! જો યોગ્ય જગ્યાએ મગજને શિક્ષિત કરવામાં આવે તો ઓક્સીટોસિનનો પણ સરખો ઉપયોગ થઈ શકે! આપણે ફરીથી જયના ઉદાહરણ ઉપર જઈએ.. જય, જે ૨૨ વરસનો નવયુવાન હતો તેને આ હોર્મોન ઉપર પોતાની પ્રતિક્રિયા કોઈને પ્રેમ કરીને આપી. જેની સામે બાબુભાઈ કે જે ૫૦ વરસના પુરુષ જેનામાં આ હોર્મોન સાવ નિમ્ન માત્રામાં સ્ત્રવતો હોય જેને આ બાબત ખોટી દેખાય! બોલો હવે આમાં વાંક કોનો? વાંક તો બંનેનો છે પરંતુ બંને પોતાની ઉંમર પ્રમાણે ક્રિયા કરતા હોય એટલે બંને પોતાની જગ્યાએ સાચા છે!

એક અલગ પાસા ઉપર નજર કરીએ, સોશિયલ મીડિયા! આજે વાલીઓ અને બાળકો વચાળે વાતચીત ઓછી થતી જાય છે. આજના બાળકો દુનિયા સાથે સીધા જોડાય ગયા છે. જ્યાં મન ફાવે ત્યાં સંબંધ બનાવી શકે અને થોડા સમયમાં જો ના ગમે તો એ સંબંધ તોડી પણ શકે. નિતનવા દોસ્તો બનાવવા અને નિતનવી વાતો કરવી, આ બધામાં આજનો યુવાન પોતાના માતાપિતાને સરખો સમય આપી શકતો નથી. વાતચીત થાય તો પણ એટલી જ થાય કે, “આ વખતે આટલી ફી છે, મારે આટલા રૂપિયાની જરૂર છે!” જ્યારે આ માણસ સોશિયલ મીડિયામાં અજાણીતા કોઈ માણસ સાથે બે જ દિવસમાં પોતાના સર્વે સુખ દુઃખનું વર્ણન કરી દેય છે. તો શું એવું કહી શકાય કે, માતાપિતા પોતાના બાળકોને સાંભળતા નથી? ના ના.. એના પાછળનું પણ એક કારણ છે. ૪૫ વરસથી ઉપરના લોકો જેની વિચારશૈલી આજની યુવાપેઢીથી મહદઅંશે અલગ પણ હશે! એટલે યુવાનો અમુક વાત તેના માતાપિતાને કહી શકતા નથી. અને બંને વચ્ચે દિવસે ને દિવસે અંતર વધતું જાય છે.

વિચારોની પણ એક બાઉન્ડરી હોય છે! મોટી ઉંમરની વ્યક્તિ તેને અઢળક અનુભવો હશે એટલે કંઈક અલગ વિચાર ધરાવતી હશે જ્યારે હજુ આજે સવારે ઉગેલ યુવાનપેઢી પોતાએ કરેલા ૪-૫ અબળા સબળા અનુભવ થકી ખુદને રાજા પણ સમજતી હશે! મુખ્ય વાત શું છે ખબર? “વાંક બંને પેઢીનો છે.” આપણને ખબર જ છે કે જનરેશન ગેપ તો પૃથ્વીનું અસ્તિત્વ છે ત્યાં સુધી રહેવાનો જ છે. આજે ૨૨-૨૫ વરસના યુવાન આવતીકાલે વૃદ્ધ બનશે ત્યારે તેની વિચારશૈલી તેના જન્મનારા એટલે કે આવતી પેઢીથી અલગ હશે! પરંતુ આ બધી વાતોનું સોલ્યુશન શું? – “સમજદારી, જતું કરવાની શક્તિ, માણસ માત્ર ભૂલને પાત્ર આ વાક્યને સત્ય ગણવાની ભાવના.” જો આ બધું હશે તો બંને પેઢી એકબીજાથી અળગી નહીં રહી શકે. ચૂક તો બંને પેઢીથી રહી જાય છે. યુવાવર્ગ તેના વડીલોને કોઈ કોઈ સમયે સમજી નથી શકતો અને વડીલો પોતાના બાળકોને કોઈ કોઈ સમયે સમજવાના બદલે બાબુભાઈની જેમ તાંડવ કરવા લાગે છે! તો વાત છે ફક્ત જતું કરવાની અને જે જે ચૂક રહી જાય છે એને સુધારવાની.

(અહીં નામ કાલ્પનિક લીધા છે.)

Always check on https://www.affordable-papers.net/ the reputation of the organization before you start using their solutions.