section and everything up till
*/ ?> પુનિત સત્સંગ સરિતા Archives - Shabdoni Sangathe

ક્યારે મને મળશો માધવ

(રાગ : હૈયા ના હેતેથી આવ, શ્યામ તને જોવાનો છે લ્હાવ)

કેવા રૂપાળા લાગો રણછોડ, ક્યારે મને મળશો માધવ?
આજે લાવો આ વાતનો નીચોડ, ક્યારે મને મળશો માધવ?

મળવાની આજ મે તો હઠ લીધી શામળા,
પાછો નહીં જાઉં હું તો ખાલી હાથ શામળા,
આવી વાતોથી મુખડા ન મોડ, ક્યારે મને મળશો માધવ?

કસોટી ભગતની કરવાની શામળા,
આવીને આવી તને ટેવ પડી શામળા,
તારી ટેવને આવીને તોડ, ક્યારે મને મળશો માધવ ?

તારી સાથે પરણવા તૈયાર હું શામળા,
તુ જો તૈયાર પછી શેની વાર શામળા…?
ઓઢુ તારા નામની હું સોડ, ક્યારે મને મળશો માધવ?

“પુનિત” અભિલાષ મારી એટલીજ શામળા,
“યુવા કવિ”ને મળો ક્યારે સામસામી શામળા,
એને મનમાં જાગ્યા છે એવા કોડ, ક્યારે મને મળશો માધવ?

-સંત શ્રી પુનિત કૃપાથી

🖊️Miral Patel

શીદને તલસાવો આંખડી

(રાગ: ખોટો સંસારીનો સાથ, શામળા સાચો તુ એક છે…)

પ્રભુ મારી સામુ જુઓ, શીદને તલસાવો આંખડી…
આંસુથી ભર્યો કુવો, શીદને તલસાવો આંખડી…

ઉઠુ સવારે ત્યાં નવી ઉપાધિ,
થાક્યો હવે હું થીગડાને સાંધી,
કરુણા તો કંઈક કરી લાવો, શીદને તલસાવો આંખડી…

રોજ રોજ મહેણાંથી કર્ણ મારા થાક્યાં,
ક્યાં છે તારો પ્રભુ શું કામે ન આવ્યા,
પરચો આવીને બતાવો, શીદને તલસાવો આંખડી…

એવી શું ભુલ મારી વાટ દિખલાવો,
કાળજે કઠણ આપ કેમ તમે થાઓ,
દયા નો દરિયો કહાવો, શીદને તલસાવો આંખડી…

સાચો સહારો મારો રણછોડ રાય છે,
એની જ તો મારે પુનિત છાંય છે,
યુવા કવિને મન ભાવો, શીદને તલસાવો આંખડી…

શ્રી સંત પુનિત કૃપાથી

🖊️Miral Patel

સાચો મારગડો

( રાગ : લાગે છે મને વ્હાલો, કનૈયો મોરલી વાળો…)

ગુરુજી અમને બતાવો, ભક્તિનો સાચો મારગડો
આંગળી ઝાલીને ચલાવો, ભક્તિનો સાચો મારગડો

ધર્મ છે એક અને પંથ છે ઝાઝાં
મર્મ મને સમજાવો, ભક્તિનો સાચો મારગડો

અંધશ્રદ્ધાથી મને દુર જ રાખજો
શ્રદ્ધા ભરપૂર હૈયે લાવો, ભક્તિનો સાચો મારગડો

ઘેટાંના ગાડા માફક ચાલે છે લોકો
જ્ઞાન વડે થોભાવો, ભક્તિનો સાચો મારગડો

પુનિત પંથ સાચો સેવા સ્મરણમાં
યુવા કવિ જગમાં દિપાવો, ભક્તિનો સાચો મારગડો

-સંત શ્રી પુનિત કૃપાથી

રચના : મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)

સંત શ્રી પુનિત મહારાજની ૧૧૩મી જન્મ જયંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ