section and everything up till
*/ ?> SNS columns Archives - Shabdoni Sangathe

જો જો નજર ના લાગી જાય!

જો જો નજર ના લાગી જાય!

આપણાં દેશમાં ૧૩૫ કરોડ લોકો રહે છે, અને જેટલા લોકો છે એટલી જ એમની અલગ અલગ નજર લગાડવાની પદ્ધતિ છે. નજર પર આપણી હિન્દી ફિલ્મોમાં ગીતો પણ જાત જાતનાં છે, “નજર કે સામને જીગર કે પાસ, કોઈ રહેતા હૈ વો હો તુમ.” આ લગ્ન પહેલા જ હોય પછી તો નજર સામે વીક્સ, આયોડેક્સ અને મુવ જ જોવા મળે.

આપણો દેશ સર્વ ધર્મ સમભાવ ધરાવે છે છતાં આપણે જ્ઞાતિ મુજબ નજરોને ગોઠવી રાખી છે. હવે આ મુદ્દો જ નજરમાં આવી જાય એવો છે એટલે એને નજરથી દૂર રાખવો એ જ યોગ્ય રહેશે. અમસ્તા આપણને આદત તો છે જ કડવી વાતને નજરઅંદાજ કરવાની.

માણસોને નજર પણ ખુબ લાગી જાય. વિશ્વાસ નથી આવતો ને? જોવો.

નાનું બાળક ખૂબ રોવે એટલે માથેથી લીંબુ ઉતારીને નાખી દે કારણ, નજર લાગી હશે. ગઈકાલે એક ઘરે રાત્રે મહેમાન બની જમવા જવાનું થયું. ત્યાં નજર અલગ જ રીતે ઉતારતાં હતાં. છોકરું ખુબ રડતું હતું તો લોટમાં પાણી રાખી માથેથી સાત વખત ઉતાર્યું પછી એ લોટાને ઉંબરા પાસે રુમાલમાં લટકાવી દીધો. એમાં રહેલું પાણી સુકાઈ જાય એટલે નજર ઉતરી ગઈ.

છોકરી ખુલા વાળ રાખી બહાર જાય એ પહેલા કે આવે પછી એની નજર ઉતારવાની, આ બુકાની બાંધવાનું એમા જ શરૂ થયું! કોઈ શુભકામ શરૂ કરો ને શ્રીફળ વધેરતાં એ જો સડેલું નીકળે તો કારણ, કોઇની નજર લાગી હશે. શ્રીફળ પણ વિચારમાં પડેલું, “ભાઈ, હું પંદર દિવસથી જેમ તેમ પડેલું એટલે સડ્યુ!” ધંધામાં ખોટ જાય તો કારણ કોઇની નજર લાગી ગઈ, અને એજ ધંધામાં જો નફો થાઈ તો એ જ સલાહ, “બહુ હરખાય નો જા, નજર લાગતાં વાર ના લાગે.” વરરાજા બિચારા ખાલી કહેવાના વરરાજા, લગ્નના સાત દિવસ પહેલા એકલાં કાંઇ જાય તો નજર લાગી જાય. બિચારો વરરાજો પણ વિચારે, “આ નજર લાગી એમા તો લગ્નની મોકાણ થઈ!”

નજરના પ્રકાર પણ જોવા મળે છે, “જીવતી નજર, મરેલાની નજર, ભિખારીની નજર, ઈર્ષાવાળી નજર, પ્રેમની નજર, નફરતની નજર અને આ નજરનું તો ખાસ નામ છે “કાતર મારવી”. ઘણીવાર આંખ પણ વિચારતી હશે, “મને તો કોઇની નજર નથી લાગી ને!”

વાત નજરમાં  આવી જ ગઈ હશે તો વધુ નથી કહેવું નહીં તો શબ્દોને પણ નજર લાગી જશે!

સુનિલ ગોહિલ “માસ્તર”

માણસની રમતો

બંધારણ: ગાગાલગા×૪

હર માણસે માણસની સાથે અવનવી રમતો રમી,
આપી ઘણીયે ઓળખો, દુનિયાનાં સૌ ખૂણે ભમી.

કોશિશ ભલે લાખો કરી લો, મેળ બેસે ના કદી,
કોઈથી ના પૂરી શકાતી કોઈ માણસની કમી.

અનુભવ કરાવ્યો તો હવે પરિણામમાં એવું મળ્યું,
કડવી હકીકત ના ગમી, મીઠી સપન નગરી ગમી.

પ્રીતમ જો ને સામે ઉભો આજે તો પ્રત્યક્ષ રૂપથી,
મુસ્કાન હોઠે પ્રેમની, લજ્જા ભરી આંખો નમી.

સાચી પ્રણાલી જિંદગીમાં દિલથી અપનાવે અને,
વિશ્વાસ સાચો હોય ત્યાં વર્ષા બની વરસે “અમી”.

— Ami maheta

नारी

गालगागा लगालगा गागा

नारी

इस धरा पर बडा धरम नारी,
हर खुशी का यहाँ जनम नारी ।

द्रष्टि में शुद्धता अगर है तो,
पूज्य है पूज लो परम नारी ।

मिले सुख या कभी दरद पाये,
हर दरद का यहाँ मलम नारी ।

ना समज को समज ऐसी दे दे,
शब्द के अर्थ का मरम नारी ।

तन से मन से जुडी रहे घरमें ,
अपने बच्चों का जैसे दम नारी ।

जग की पालक हे वो वही चालक,
प्यार का जैसे हर कदम नारी ।

जिंदगी को ये हाथ में लेकर ,
खुद की किस्मत लिखे कलम नारी।

लीलाबहन पटेल’झलक’