section and everything up till
*/ ?> લાઘવીકા(માઇક્રોફિક્શન ) Archives - Shabdoni Sangathe

ગુહિણી (“ઘરે તારે શું કામ હોઈ ?”નો જવાબ) – લાઘવિકા

ઉદય ઓફિસેથી ઘરે આવ્યો. ચારસો સાત નંબરનાં બંગલાનાં ગેટ પાસે ગાડી થોભાવી. વોચમેન લાલુ આજ ગેટ પર દેખાયો નહીં એટલે ઉદયે જાતે જ ગેટ ખોલીને ગાડી અંદર લીધી.ગાડી ડાબી બાજુ પાર્કિંગ કરી.

બંગલાની બહાર બે વર્ષનો રાહુલ દેખાયો. રાહુલનાં સફેદ ટી-શર્ટ પર લાલઘૂમ ડાઘ હતાં. રાહુલ એકદમ સૂનમૂન ઉભો હતો. ઉદયનાં મનમાં કાંઇક અઘટીત થવાનાં વિચાર આવ્યાં. ઉદયે ઝડપથી બંગલા અંદર પ્રવેશ કર્યો.

જોયું તો ટીપાઇ પર પડેલ પુસ્તક આમ તેમ નીચે પડ્યા છે. સોફા પર લાલ છાંટા ઉડેલ છે. તકિયા અને ઓશિકા સીડી પાસે પડેલ છે. બે ત્રણ બારીનાં પડદા અવ્યવસ્થિત રીતે લટકેલ છે. વચ્ચેના ચોગાનમાં કચરો એમ જ પડ્યો છે. રસોડામાં સવારનાં નાસ્તાનાં વાસણો હજી એમ જ એઠા પડેલ છે.

આ બધું જોઈ ઉદય એકદમ ડરી ગયો. ઉદયનાં મનમાં વિચારોનાં બોમ્બ ફૂટવા લાગ્યા. મનમાં ને મનમાં ગુંગણાવા લાગ્યો,”આ બધું શું છે ! મારી નેહાને કાંઈ થયું તો નહીં હોઇ ને..!”

આવો વિચાર આવતાં ઉદય જોરથી ચીખીને બોલ્યો, “નેહા…ક્યાં છે તું ?” આમ તેમ શોધવા લાગ્યો. ઉદય શોધતો શોધતો ઉપરનાં બેડરૂમ પાસે પોહચ્યોં.

ઉદયે જોયું તો તેનાં હોશ ઊડી ગયા. બેડરૂમનો દરવાજો જરાક ખુલ્લો હતો. સામે બેડ પર નેહાનાં પગ દેખાયા બેડસીટ વિખાયેલી હતી. ઉદય ખૂબ જ ડરી ગયો.ઉદયે ઝડપથી પૂરો દરવાજો ખોલ્યો.

ઉદય આશ્ચર્યથી બોલી ઉઠ્યો, ” નેહા… આ બધુ શું છે ! આખું ઘર આમ તેમ વેર વિખેર કેમ પડયું છે ? અને તું આમ આરામથી લેપટોપ લઇ પગ લંબાવી કેમ બેઠી છો ? મને તો કાંઇ સમજાતું નથી આ બધુ શું ચાલી રહ્યુ છે..!”

નેહાએ જાણે કાંઇ થયું જ ન હોઈ એવી રીતે આરામથી જવાબ આપ્યો, “ઉદય તે મને કાલ કીધું હતું કે હું ઘરે બેસીને શું કરૂ છું… ”

ઉદયને બધુ જ સમજાઈ ગયું…

🖊️Chintu Patel

માન્યતા (લાઘવિકા) – Lekhanotsav

“મમ્મી, ગઈકાલે સાંજે હું ધ્વનિને ઘરે હતી ત્યારે ધ્વનિ કચરો વાળતી હતી ત્યારે એની મમ્મી એના પર ગુસ્સો થઈ ગઈ, એવું કેમ કર્યું એની મમ્મીએ?”એકતાએ કુતૂહલતાથી એની મમ્મી શાંતાબેનને કહ્યું.

“બેટા, એમાં એવું છે ને કે પહેલેથી એવી માન્યતા છે કે સાંજ થાય પછી કચરો ન વાળવો જોઈએ.”

“તે હેં મમ્મી, એવું કેમ હશે? કચરો વાળવાથી શું થવાનું?”એકતાની જાણવાની ઉત્સુકતા વધી રહી હતી.

“સાંભળ, પહેલેના જમાનામાં અત્યારની જેમ લાઈટ ને એવી બધી સુવિધા નહોતી તેથી કોઈ કિંમતી વસ્તુ ઘરમાં પડી ગઈ હોય અને તે ખોવાય ના જાય માટે સાંજે વાળવાની મનાઈ હતી અને એક પ્રકારની માન્યતા બની ગઈ” શાંતાબેને ચોખવટ કરી.

“બસ આ એકલી જ માન્યતા છે કે બીજી કોઈ પણ છે?”

“બેટા, આવી તો ઘણી પાયા વિહોણી માન્યતાઓ, રૂઢિઓ, અંધશ્રદ્ધા માણસોના મનમાં ઘર કરી ગયા છે.”

બન્ને વાતો કરી રહ્યા હોય છે ત્યારે એકતાની મોટી બહેન સંગીતા ત્યાં આવે છે અને એની મમ્મીને પૂછે છે, “મમ્મી , આજે જમવાનું શું બનાવવાનું છે?”

“તારે આજે રસોડામાં પગ જ નથી મુકવાનો, આજે હું રસોઈ બનાવી લઈશ એટલી પણ ખબર નથી પડતી કે પિરિયડ હોય ત્યારે રસોઈ ન બનાવાય.”

શાંતાબેનની આ વાત સાંભળીને એકતા એકીટશે વિહવળ બનીને જોયા જ કરે છે.

Narendra Sinha

લાઘવિકા-પ્રધાનમંત્રી આવાસ યોજના

“ઓય મારા સમ ખા ચલ કે તું મને કાલે ફરવા લઈ જઈશ.”

“હા બાપા ચોક્કસ બસ તારા સમ.”

“તું મારી માટે શું શું કરી શકે છે?”

“અરે તું કંઈક માંગ તો ખરી પળમાં નથી હાજર કરી દેતો. મેં તારા જોડે જીવવા મરવાની કસમો પણ ખાધેલી છે. તું કહે તો ચાંદ તારા પણ તોડી લાવું. તું જે કહે એ તારી માટે કરવા તૈયાર છું.”

“તું એક કામ કરજે હું જ્યારે તારો સાથ છોડું….”

“ઉભી રે ઉભી રે સાથ છોડું એટલે?”

“એટલે કે હું મરી જવ ત્યારે મારા માટે તાજમહેલ જેવો એક મહેલ બનાવડાવજે.”

“અરે હા હા ચોક્કસ તારા માટે કંઈ પણ.”

બંને છુટા પડે છે પેલાને તેના મિત્રનો ફોન આવે છે. તે તેના મિત્રને કહે છે

“હા ભાઈ પછી શું કર્યું?? કઈ મેળ પડ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મનો??”

🖊️Adarsh Prajapati