section and everything up till
*/ ?> લઘુકથા Archives - Shabdoni Sangathe

સાચું વરદાન – Lekhanotsav

એક મહાદેવના બહુ મોટા ભક્ત હતાં. તેમનું નામ કાનજીભાઈ હતું. તે હંમેશા મહાદેવની ખૂબ સેવા કરતાં. તેમને એકવાર મહાદેવને મળવું હતું.અને તેમને પ્રસન્ન કરવું હતું. તેમની આ ઈચ્છાને પુરી થવા બહુ વાર ન હતી. કારણ કે તેઓ  છેલ્લા એક મહિનાથી કંઈ પણ ખાધા-પીધા વગર બસ તેમનું જ નામ બોલ્યા કરે.

 

આજ પૂનમની રાત હતી. આજનો એ દિવસ હતો જ્યારે મહાદેવ પોતાના ભક્તને મળવાના હતાં. રોજની જેમ આજે પણ કાનજીભાઈએ કંઈ ખાધું ન હતું. અને મહાદેવનું નામ લીધું હતું. અચાનક તેમની સામે ખૂબ પ્રકાશ આવ્યો. હવા પણ ખૂબ ચાલવા લાગી.થોડી વાર પછી આંખ ખોલીને જોયું તો સામે મહાદેવ ઉભા હતા. કાનજીભાઈને દર્શન દેતા હતાં. કાનજીભાઈ તો ખૂબ ખુશ થઈ ગયાં. તેમનાં દર્શન કર્યા. મહાદેવ ખુશ હતા તેથી તેઓએ કાનજીભાઈને ત્રણ વરદાન આપ્યા જેમાં કાનજીભાઈની જે ઈચ્છા હશે તે જ થશે.

 

કાનજીભાઈએ પહેલું વરદાન આપ્યું કે તે ખૂબ દુરનું સાંભળી શકે એવી શક્તિ તેમને મળે. 100 કિમિ દૂર ઉભેલો માણસ પણ શું વાત કરે છે તે એવું સાંભળી શકે. મહાદેવે આ વરદાન કાનજીભાઈને આપ્યો.

 

કાનજીભાઈ ખૂબ ખુશ હતાં. જેની સાંભળવાની શક્તિ ખૂબ ઓછી હતી તેની ઘણી બમણી થઈ ગઈ એ વિચારીને જ તે ખુશ થઈ રહ્યાં હતાં. આજે તેમની દીકરીના લગ્ન હતા. તેમનાં સંબંધીઓ ત્યાં આવ્યા. અને કહ્યું કે જમવાનું ખૂબ સારું હતું. કાનજીભાઈ પણ ખૂબ ખુશ થયા કે બધાને લગ્નનો ઉત્સવ ખૂબ ગમ્યો. તે લોકો પોતાના ઘરે જાય છે.અને ઘરે જઈને કહે છે, “આવું ખાવાનું તો ક્યાંય હોય? કંઈ સ્વાદ જ નહોતો. લગ્નમાં તો જરાય મજા ન આવી. બધાં પૈસા પાણીમાં ગયા.” કાનની શક્તિ હોવાને કારણે કાનજીભાઈ આ વાત સાંભળી શકે છે અને તેમને ખૂબ દુઃખ થાય છે. આવી જ વસ્તુ ઘણી વાર થઈ. જ્યારે તે બહાર જતા ત્યારે તેમની સામે લોકોની વાત કંઈક અલગ હોય અને પાછળથી તેઓની મશ્કરી કરે.

 

કાનજીભાઈ ફરી મહાદેવ પાસે ગયા અને કહ્યું, “વધું સાંભળવાની શક્તિ તો મને નુકસાન પહોચાડે છે. ન સાંભળવાનું પણ સંભળાય જાય છે. તમે મને વધું જોવાનું વરદાન આપો.” આ વરદાન તેમને મળી જાય છે.

 

તે બહાર નીકળે છે. અને એક પગ પર ચાલતા ભિખારીને મળે છે. તે ભિખારી ભીખ માંગવા આવે છે ત્યારે તેમને સાલથી ઢંકાયેલા પગ પણ દેખાય છે કે તે એકદમ સરખાં ચાલે છે. તે ભિખારીને પગને કંઈ નથી થયું હોતું. કાનજીભાઈ બસ નિરાશ થઈ ત્યાંથી જતાં રહે છે. ઘરે જઈ પોતાના છોકરાને મળે છે અને કહે છે, “બેટા, આ મહિનાના પૈસા થોડા ઓછા પડ્યાં.  થોડાં વધુ દે તો સારું રહેશે.” છોકરો કહે છે, “મારા પાકિટમાં તેટલાં પૈસા જ નથી રહ્યાં. હું તમને આ વખતે કદાચ નહિ આપી શકું.” વધું જોવાની શક્તિ સાથે કાનજીભાઈ ખિસ્સામાં પડેલા પાકિટમાં જોવે છે કે તેમાં 10000 રૂપિયા છે. તેમને ખૂબ દુઃખ થાય છે.

 

તે મહાદેવ પાસે પોતાનું આખરી વરદાન માંગવા જાય છે અને કહે છે, “હું ઘણો નિરાશ થયો. સમાજ આટલું ખોટું બોલે છે એ મને કદી નહોતી ખબર. મને એવી શક્તિ આપો કે હું કદી નિરાશ ન થવું અને સાચા માણસને પારખી શકું કે કોણ મારું છે? જો એ ખબર પડી શકશે તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ પાર કરી શકીશ.” મહાદેવ તેને પોતાનું આખરી વરદાન પણ આપી દે છે.

 

માણસ લોકોને ઘણી શક્તિઓ કદાચ ભગવાને વિચારીને જ નથી આપી. કારણ આપણો સ્વભાવ જ તેવો છે. બીજાને નિરાશ કરવા. અને જો એ વસ્તુ બીજું માણસ જાણી જાય તો તેને ઘણું દુઃખ થાય છે. તેથી જો એવી શક્તિ આપણી પાસે આવે કસ અપને સાચા અને ખોટનો ફરક જાણી શકીએ તો એ ઘણું મદદરૂપ થશે. કાનજીભાઈએ ખૂબ “સાચું વરદાન” માંગ્યું.

Niti Sejpal

થાક્યો હું પપ્પા ! – Lekhanotsav

ધોરણ : 10 ની બોર્ડ એક્ઝામ નું પરિણામ જાહેર થવાનો એ દિવસ . કેટલાયને તો આગલા દિવસે રાતે ટેન્શનમાં ઊંઘ જ ન આવી અને કેટલાંય લોકો પરિણામ જોવા માટે આતુરતાપૂર્વક સવારે વહેલા જાગી ગયા હતા . આ દિવસે કેટલાય લોકોના સપનાંની નીવ તરી જાય જ્યારે કેટલાય લોકોની નીવ ડૂબી જાય  . ફક્ત વિદ્યાર્થીઓ ને નહી તેમના પરિજનોને પણ પરિણામ જાણવાની આતુરતાથી રાહ હોય અને કેટલાયના મનમાં પ્રશ્નોનો તો ઢગલો હોય ,

“મારો પુત્ર / પુત્રી ઉત્તીર્ણ તો થઈ જશે ને ?

ત્યારબાદ આગળ ક્યાં મુકીશું ?

વિજ્ઞાન પ્રવાહ સિલેક્ટ કરાય કે કોમર્સ ?

ડિપ્લોમા કોર્સ માં એડમીશન કરાઈ દઈશું ?

અરે પણ ! નાપાસ તો નહીં થાય ને !? “

આવા હજારો પ્રશ્નો વિદ્યાર્થીઓ અને તેમના માતા – પિતાના મનમાં ઘર કરીને જ બેઠા હોય છે .

આવી જ રીતે ધોરણ દસ બોર્ડની એક્ઝામ આપીને પોતાના પરિણામની રાહ જોતા પંકજ અને તેના પિતા અશ્વિનભાઈ સાથે બેઠા હતા . વેબસાઇટ પર કેટલાય લોકો એકસાથે ધસી પડયા હોવાથી તે ઓપન નહોતી થતી . છેવટે એક કલાકના અથાક પ્રયાસ બાદ પરિણામ ખુલ્યું અને પંકજ અને તેના પિતાની ખુશીનો પાર ના રહ્યો . પંકજ બોર્ડની પરીક્ષામાં ૯૦% પ્રાપ્ત કરીને સફળતાથી પાર પડી ગયો હતો .

હંમેશા તેને ટોકતાં રહેતા અને તેને ચામડા ના બેલ્ટ્ટથી ઢોર માર મારતાં તેના પિતા આજે તેને ભેટી પડ્યા અને તને ગળે મળતાં જ કહ્યું ,

“ બસ ! હવે , જો હું તારું ડિપ્લોમા એન્જીનીયરીંગ માં એડમીશન કરાવી દઉં અને તું તારે એમાં પાસ થઈને ફટાફટ નોકરીએ લાગી જજે . “

બસ આ વાક્ય સાંભળતાની સાથે જ પંકજની આંખમાંથી આંસુઓ ની ધાર છૂટી ગઈ અને પિતાનું આલિંગન છોડાવીને ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો . પોતાના રૂમમાં કલાકો સુધી ખુદને બંધ કરીને તે રડતો રહ્યો . આટલા સારા ગુણથી પાસ થવા છતાં પણ તે જમ્યો નહી , અન્નનું એક કોળિયું પણ તેના ગળેથી ના ઊતર્યું . જોતજોતામાં રાત પડી ગઈ અને પંકજ હજી પણ તે રૂમમાં જ પડ્યો રહ્યો , ના તો કોઈ એને છાનું રાખવા આવ્યું કે ના તો કોઈ એને હેતથી જમાડવા આવ્યું , બસ તેના મિત્રોનાં કોલ્સ આવતાં હતાં પરંતુ તેણે કોઈનો કોલ ઉપાડીને વાત ના કરી .

આમ ને આમ બે દિવસ વીતી ગયાં . પંકજ ઉદાસ જ રહ્યો . તે દિવસ તેનાં ખાસ મિત્ર મિતથી ટકાયું નહી એટલે તેની ખબર લેવા ઘરે આવી ચડ્યો .

“ કેમ ભાઈ પંકજ ? કોલ કેમ નથી ઉપાડતો ?નાપાસ થયો તો અમારા કોલ પણ નહી ઉપાડે ? ચાલ ચાલ હવે ફરી પરિક્ષા આપી દેજે , આમ શું મો લટકાવીને બેસી ગઈ છે ! “

ઘરે આવતાં જ પગથિયાં પરથી તેણે પંકજ ને આમ કહીને બૂમ મારી .

ત્યાં પંકજ નાં મમ્મી આવી ચડ્યા ,

“ અરે અરે ! આ શું બોલે છે ? પંકજ પૂરા ૯૦ % થી પાસ થયો છે . કોણે કહી દીધું નાપાસ છે ! “

“ હે ! એ અમારા કોલના જવાબ જ નથી આપતો બે દિવસ થી , બધાંયને એમ છે કે એ નાપાસ થઈ ગયો . આટલા સારા ટકા આવ્યા છે તો કેમ આમ છે માસી ? ક્યાં છે પંકજ ? “

એની મમ્મી કઈ જ જવાબ આપે એના પહેલાં જ ત્યાં પંકજ આવી ગયો .

“ મને કંઈ નથી થયું મિત ( તે સ્વસ્થ થઈને બોલ્યો ) .

બસ તબિયત થોડી ખરાબ છે . ચાલ , આવ્યો છે તો ચા પીતો જા ,  બેસ . “

આમ કહી તેણે વાત પલટાવી નાખી , બંને મિત્રો સાથે બેઠાં , સ્કૂલની બધી જ સારી – નરસી વાતો યાદ કરી અને થોડીવાર બાદ મિતે રજા લીધી  અને બંને મિત્રો છૂટા પડ્યા .

થોડાંક દિવસ બાદ પંકજ અને તેનાં પિતા અશ્વિનભાઈ તેનાં પિતાનાં મિત્રની કોલેજમાં મુલાકાતે ગયા અને ડિપ્લોમા એન્જીનીયરીંગ માં પંકજનું એડમીશન કરાવતાં આવ્યાં .

લાંબા વેકેશન બાદ કૉલેજ શરૂ થયાં અને પંકજ પણ કૉલેજના પ્રથમ દિવસે કૉલેજ પહોંચી ગયો . આમ જ ચાલતું રહ્યું , તે દરરોજ કૉલેજ જાય , ઉતરેલું મોઢું લઈને ત્યાં બેસે , ઘરે આવીને જમીને પોતાનાં રૂમમાં ઉતરેલા મોઢા સાથે જ સૂઈ જાય અને જોતજોતામાં એક વર્ષ વિતી પણ ગયું પરંતુ પંકજની ઉદાસી એમ ની એમ જ રહી . પંકજને એક વિષયમાં કે. ટી. આવી ( નાપાસ થયો ).

બીજું વર્ષ પત્યું ત્યાં તે બે વિષયમાં નાપાસ થયો અને આગલી કે.ટી.  ક્લિયર કરવાની તો હજી બાકી હતી . પંકજ ગળાડૂબ ટેન્શનમાં પડી ગયો અને એવામાં તેના પ્રિન્સિપાલનો તેના પિતા અશ્વિનભાઈને કૉલ આવ્યો.

“ દસમાં ધોરણમાં ભલે એના ૯૦ % આવ્યા હોય અશ્વિનભાઈ , અત્યારે પંકજ અમારી કૉલેજનો સૌથી ઠોઠ વિદ્યાર્થી ગણાય છે , એને કંઈ ટપ્પો જ નથી પડતો . સતત બે વર્ષમાં કે.ટી. આવી છે એને , જે એ સોલ્વ કરી શકશે એવું મને જરાય નથી લાગતું . બીજું કંઈ નહિ આ તો તું મારો મિત્ર છે એટલે તને જાણ કરવી મારી ફરજ હતી એટલે તને કોલ કર્યો . “

કૉલ મૂકતાં જ અશ્વિનભાઈએ પંકજને ફરી ચામડાના બેલ્ટ થી ઢોર માર માર્યો ,  તેને મારતી વખતે તેની ચિખો સાંભળીને પણ તેમણે જરાય દયા ન ખાધી . બેલ્ટ અને ચપ્પલથી બસ મારતાં જ જતાં હતા , જોનારનાં મન માં પણ પ્રશ્ન થઈ ઉઠે કે આ તેનો બાપ જ છે ને !?

પરંતુ તે દિવસ પંકજની પણ સહનશીલતા ની હદ આવી ગઈ હતી . તે મોટેથી બોલી ઉઠ્યો ,

 

“ બસ પપ્પા , ક્યાં સુધી મારવો છે હે ? મરી ના જાવ ત્યાં સુધી ?

આમ મને ઢોર ની માફક મારીને જ મને ડિપ્લોમા કૉલેજમાં  એડમીશન માટે લઇ ગયા હતા , યાદ છે તમને ?

મેં તો ત્યારે પણ તમને કીધું હતું ને કે મારે એન્જીન્યરીંગ નથી ભણવું , મારે તો પહેલાં થી જ સાયન્સ ભણવું હતું પપ્પા . તમે જ મને કૂતરાની જેમ મારીને ડિપ્લોમા માં એડમીશન કરાવ્યું હતું ,

જેનાં લીધે હું બે વર્ષથી ઠોઠ ગણાતો આવું છું . “

 

તે રડતાં રડતાં તેના પિતા સમક્ષ તેમની ભૂલો રજૂ કરતો જતો હતો અને માર ખાતો જતો હતો.

 

“ તમારું સપનું હતું કે હું એન્જીનીયરીંગ ભણું તો શું તમે મને એના માટે જિંદગીભર મારતાં રહેશો ? તમારાં એક સપનાં માટે તમે તો મારી આખી જિંદગી બગાડી જ નાખી ને ! શું ભણું હું પપ્પા ? “

 

તે આટલા સમયથી તેની અંદર લાગેલી આક્રોશની એ આગથી સંપૂર્ણપણે દજાઈ ગયો હતો અને આજે એની એ આગ પહેલી વખત પ્રશ્નો દ્વારા બહાર નીકળી હતી આથી તેની ફરિયાદો , તેનું રુદન અટક્યા વગર શરૂ જ રહ્યું .

 

“ મને એમાં કઈ સમજાતું જ નથી , મને એમાં કઈ રુચિ જ નથી તો હું કેવી રીતે ભણી શકું પપ્પા ? આમ રોજ રોજ મને મારવા કરતાં મને મારી નાખો પણ હવે મારાથી નહીં સહેવાય . “

 

બહુ જ હિંમત ભેગી કરી આજે પંકજ પહેલીવાર તેના પિતા સામે બોલ્યો હતો પણ તેના પિતા પોતાની ભૂલ સમજવાની જગ્યાએ તેના જવાબ સાંભળીને વધુ ગુસ્સે ભરાયા અને તેને ચપ્પલ , બેલ્ટ અને લાકડીથી જે હાથમાં આવે તેનાથી વધુ ને વધુ મારતાં ગયા પણ પંકજનું બોલવાનું , તેની ફરિયાદો આજે અટકી નહી.

 

“ હું કૉલેજમાંથી પણ લિવિંગ સર્ટિફિકેટ લેતો આવીશ , પપ્પા .

નથી ભણવું મારે.  “

 

રડતાં – રડતાં પંકજથી બસ આટલું જ બોલાયું અને તે ભાંગી પડ્યો અને છેલ્લે તે બસ એટલું બોલ્યો ,

 

“ થાક્યો હું પપ્પા ! “

 

અને તે બોલતો અટકી ગયો .

પિતાનો માર ખાતાં ખાતાં તે ત્યાં જ ઢળી પડ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું .

 

Jannat Asnani

અહેસાસ – Lekhanotsav

“નિયતીની નિયતી  નીલ (-) રહેશે.. !?

કે નિયતીની નિયતીમાં  નિલ રહેશે …!?”

 

વાત છે નિયતીની, આજે સાંજથી તે ખૂબ અપસેટ હતી, વારેવારે ફોનનું નોટિફિકેશન ચેક કરતી હતી, રોજ સાત વાગ્યાથી મેસેજ ચાલુ કરનાર નીલનો આજે સાડા આઠ થવા આવ્યા પણ કોઈ મેસેજ કે ફોન ન હતો પાછો આજે તે કોલેજ પણ નહોતો આવ્યો, અંતે નિયતી એ જ ફોન કર્યો પરંતુ આ શું.. બે રીંગમાં ફોન કટ.. બીજી ટ્રાય કરી તો સ્વિચ ઓફ..!! હવે તો નિયતી ને બિલકુલ અજીબ લાગ્યું.. કેમ કે એ જાણતી હતી કે નીલ કોઈ દિવસ કોઈનો ફોન ઈગનોર કરેજ નહીં.. અને આજે કોલેજમાં, મેસેજમાં, ફોન કોલમાં પણ એની ગેરહાજરી..!! હવે તો નિયતીનું મન ઉદાસ થઈ ગયું.

 

ત્યાં તેની મમ્મી એ જમવા બોલાવી, ઈચ્છા તો ન હતી પણ ના પાડે તો મમ્મી પપ્પાના સવાલો ઊભા થાય અને તે અત્યારે કોઈ જવાબ આપવાના મૂડમાં ન હતી, માટે જમવા તો ગઈ પણ તેના પપ્પાને ખ્યાલ આવી ગયો. એમણે તરત જ પુછ્યું કે કેમ આજે મારી ચીડિયા ઉદાસ છે ?? પણ પોતે કહી દીધું કે કોઈ ખાસ નહીં પણ થોડુ માથું દુખે છે. આમ કહીને વાત ટાળી.. જમ્યા પછી મમ્મી એ કહ્યું તુ આરામ કર હું સાફ સફાઈ કરી લઈશ .એટલે તરત નિયતી રૂમમાં આવી ગઈ.

 

ફ્રેશ થઈ બેડ ઉપર બેઠી કે તરત જ એને ફરી ફોન કર્યો પરંતુ સ્વિચ ઓફ.. એને ફોન મૂકી દીધો અને  જાણે એ  ભૂતકાળમાં ખોવાઈ ગઈ. એની નજર સામે એ થર્ડ ઈઅરના પહેલો દિવસ થી રીલ ચાલુ થઈ,

 

કોલેજના પહેલા દિવસે નવા સ્ટુડન્ટને જોવાની જિજ્ઞાસા એ બધા જ સ્ટુડન્ટ કેમ્પસમાં હતા. નિયતી અને તેનું ગૃપ પણ ત્યાં હાજર હતુ, ક્લાસ ચાલુ થવામાં થોડો સમય હતો ત્યારે એક બાઈક કેમ્પસમાં દાખલ થઈ, જાણે કોઈ ફિલ્મ નો હીરો પણ શું લાગે એવો! હેન્ડસમ, સ્માર્ટ, કોલેજીયન દાખલ થયો,, હજુ બધા સરપ્રાઈઝ હતા ત્યાં જ એને આવી કહ્યુ, હાઈ આઈ એમ નીલ મહેતા, ન્યુ એડમિશન, થર્ડ ઈઅર ,પ્લીઝ હેલ્પ મી, વેર ઈઝ થર્ડ ઈઅર બી કોમ કલાસ??

 

બસ નિયતી એને સાંભળતી જ રહી ગઈ, કંઈક આકર્ષણ હતુ એના અવાજમાં, નિલે જવાબના બદલામાં થેંક્સ કહ્યુ એ પણ નિયતીને ધ્યાન ન રહ્યું.. એવું ન હતું કે નિયતી દિલ ફેક આશિક હતી.. આવું પ્રથમ વખત જ બન્યુ હતું.. નિયતી પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતી એનું વર્ણન હું શું કરૂ..!! તમારી સ્વપ્ન સુંદરી, ડ્રીમ ગર્લ જ સમજી લ્યો. નીલ ને પણ પ્રથમ નજરે ગમી ગઈ હતી.. પણ એ પછી બંને વચ્ચે કોઈ વાતચીત તો નહોતી થઈ પણ બંને જ્યારે આમને સામને આવે ત્યારે હાસ્યની આપ લે કરી લેતાં..

 

અઠવાડિયુ તો જોત જોતામાં પુરૂ થયુ.. રવિવારે સવારથી નિયતીને કંટાળો આવવા લાગ્યો.. તે બજારમાં થોડી ખરીદી કરવા અને ફ્રેશ થાવા નિકળી ગઈ.. પણ આ શુ.!! પાછી ફરી ત્યાં ફળિયામાં નિલનુ બાઈક. એનુ દિલ એક ધભકારો ચુકી ગયું. સાથે બીજી એક બાઈક પણ હતી, તે ધડકતા હ્દયે અંદર ગઈ, આવો અનુભવ તો ક્યારેય બોર્ડ એક્ઝામ કે રિઝલ્ટ સમયે પણ નહોતો થયો.

 

તે અંદર ગઈ એટલે તરત જ એના પપ્પા બોલ્યા આ જો નિયતી કોણ આવ્યું છે..!?? અરે તું નહીં ઓળખે હું જ કહી દવુ આ પરમ મિત્ર રાજેશભાઇ મહેતા, મારા માટે કૃષ્ણ અને હું  એમનો સુદામા.. આ એમનો સન છે નિલ, તારી કોલેજમાં જ છે.. તરત નિયતી નીલ ના મમ્મી પપ્પા ને પગે લાગી અને નિલ બોલ્યો એક કોલેજ નહીં એક કલાસ માં જ છીએ.

 

આખો દિવસ નીલ તેના મમ્મી પપ્પા સાથે નિયતીના ઘરે જ રોકાઈ ગયા, અને સાંજે તો રાજેશભાઇ એ કહી પણ દીધુ કે મારો આ બિઝનેસ, બેન્ક બેલેન્સ, પ્રોપર્ટી નીલની જ છે, આ વર્ષે ભણવાનું પૂર્ણ થાય એટલે બિઝનેસમાં સેટલ કરી દેવો છે જો તમને બધાને વાંધો ન હોય તો હું નિયતીને.. નિયતી નીલ મહેતા બનાવવા ઈચ્છુ છું.. આ સાંભળીને  નીલ અને નિયતી સિવાય ના ત્રણે વ્યક્તિ બોલી કે તમે તો અમારા મન ની વાત કરી.. બધા એ નિયતી સામુ જોતા તે શર્માઈ ને બીજા રૂમમાં જતી રહી.. એટલે મૂક સંમતિ મળી ગઈ, અને નીલ તો આ કોઈ સ્વપ્ન તો નથી ને એ વિચારવામાં રહ્યો તો રાજેશભાઇ બોલ્યા કે તને પસંદ ન હોય તો રહેવા દે.. આ સાંભળીને તે ઝડપથી બોલી ગયો ના ના મને તો બહુ ગમે છે, તો બધા હસી પડ્યા તો નીલ પણ ઊઠી ને  જતો રહ્યો ..

 

આમ સર્વ સંમતિ એ બંને ની સગાઈ કરી નાખી .આમ ને આમ ખુશીમાંને ખુશીમાં  દિવસો પસાર થતા ગયા અને તે ખૂબ મસ્તી થી જીવવા લાગી. ઓચિંતા જ તે પોતાના વર્તમાનમાં પાછી ફરી.. એને જોયુ હજુ નિલનુંનેટ બંધ હતુ, પોતે પથારીમાં આડી પડી પણ આજે એને ઊંઘ જ ન આવી, છેક મળસ્કા એ આંખ બંધ થઈ ત્યાં આલાર્મ વાગ્યો, કોલેજે જાવ કે રજા રાખુ એ વિચારતા વિચારતા તે ફ્રેશ થઈ નીચે ગઈ .હજુ ચાનો કપ હાથમાં લીધો ત્યાં નિયતીના પપ્પાના મોબાઈલની રીંગ વાગી, સ્ક્રીન પર રાજેશ મહેતા ચમક્યુ.. ફોન રિસિવ કરતા જ નિયતીના પપ્પા ના ચહેરા નો રંગ ઊડી ગયો.. અને ફોન પણ કટ થઈ ગયો.. ફરી ટ્રાય કરી તો બિઝી, બીજા નંબર સ્વીચ ઓફ, ફોન મુકી નિયતીના પપ્પા બોલ્યા બેટા, આજે હું માણસ ઓળખવામાં ખોટો પડ્યો, નિયતીના માથે હાથ મુકી રડમસ અવાજે એક પિતા એટલું જ બોલી શક્યા, “બેટા મારી નિયતીની નિયતી રિસાણી છે, નિલને કોઈ કારણોસર આ સંબંધ મંજૂર નથી ” નિયતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી, એના મમ્મીથી પણ રડી પડાયુ, અને એક બાપના દિલ અને અરમાનના ચૂરા થઈ ગયા .

 

થોડી વાર પછી નિયતીના મમ્મી અે કહ્યું, “ચાલો ને આપણે એક વખત રુબરૂ જઈ આવી અે.” આ વાત ત્રણેય ને યોગ્ય લાગી, ત્રણેય વ્યક્તિ ફ્રેશ થઈ નિલના ઘરે જવા નીકળ્યા ત્યારે નિઃશબ્દતા છવાયેલી હતી, સૌ પોત પોતાનામાં ખોવાયેલા હતા, નિલના ઘરે પહોંચ્યા, પણ આ શુ…!!!???   નિલના ઘરે તાળુ. !!! પડોશી એ જણાવ્યું કે તેઓ વહેલી સવારે જ આ શહેર છોડી દીધું છે, ત્યાથી પાછા ફરવુ ખૂબ અઘરું લાગ્યું .

 

દુઃખ ની ખબર તો એને જ પડે, વ્હાલા જેને દુઃખ પડે ,બાકીના શું જાણે દર્દની રીત.. બધા નિયતીને ખૂબ સમજાવતા કે તું નીલને ભુલી નવી શરૂઆત કર, પણ નિયતીનો એક જ જવાબ રહેતો કે,

‘સંજોગો જે કહે તે, મારા દિલ નો અહેસાસ કંઈ ઓર છે,

મુખની ભાષા ગમે તે હોય પણ નિલના દિલની ભાષા કંઈ ઓર છે ‘

 

આમ ટી. વાય પુરુ કરી તે મન ને વ્યસ્ત રાખવા વૃધ્ધાશ્રમમાં જવા લાગી, સંસ્થાના કામમાં મદદ કરવા લાગી, તે બધા ની ખૂબ કાળજી લેતી, તે બધાની પ્રિય થઈ ગઈ,એક દિવસ ત્યાં ના એક વૃધ્ધ મહિલા જે ને બધા રાધાબા કહેતા તેના પેટમાં ખૂબ દુઃખાવો થવા લાગ્યો, ઈમરજન્સી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ઈન્જેક્શન થી દુઃખાવો બેસી ગયો, પણ ડોક્ટરે થોડા ટેસ્ટ કરાવ્યા અને રિપોર્ટમાં આવ્યુ પહેલા સ્ટેજનુ કેન્સર, પણ ડોક્ટરનુ કહેવું હતું કે જો બોમ્બે લઈ જવામાં આવે તો ત્યાં સ્પેશિયલ હોસ્પિટલ છે અને સંસ્થાના કાગળને લીધે ખર્ચ પણ ઓછો થશે,

 

હવે વાત એ હતી કે રાધાબા સાથે બોમ્બે જશે કોણ..? તો નિયતી નું કહેવું હતું કે આમ પણ મારે તો સેવા કરવી છે અને સમય જ પસાર કરવો છે તો હું રાધાબા સાથે જવા તૈયાર છું, બે દિવસ પછી જરૂરી તૈયારી કરી રાધાબા, નિયતી અને સંસ્થાના વડિલબંધુ અમૃતભાઈ બોમ્બે જવા રવાના થયા, જેમ જેમ બોમ્બે નજીક આવતુ ગયુ તેમ તેમ નિયતીને અજબ અહેસાસ થવા લાગ્યો, એનુ દિલ ખૂબ જોરથી ધડકવા લાગ્યું.

 

જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે સવારે દસ વાગ્યા હતા, રિસેપ્શન ટેબલ પર જરૂરી કાર્યવાહી કરતા હતા ત્યાં જ એની દ્રષ્ટિ રાજેશભાઇ ઉપર પડી, પણ આ શું..! આટલા છ સાત મહિનાના ટુંકો સમય છતાં એને અંકલ બદલાયેલા લાગ્યા, એ અમૃતભાઈને ઊભા રહેવાનુ કહી નીલ ના પપ્પાનો પીછો કરતા એક રૂમ સુધી પહોંચી ગઈ હવે એનુ હૃદય એટલું જોશથી ધડકવા લાગ્યું કે ક્યાંક હૃદય બ્લાસ્ટ થઈ જશે, એને ધડકતા હ્દયે રૂમ ને ધક્કો માર્યો તો આ શુ..!!?? સામે બેડ પર નિસ્તેજ ચહેરા સાથે નિલ સુતો હતો. તે અંદર દોડી ગઈ, તરત તો રાજુભાઈ દિગ્મૂઢ બની ગયા, પણ પછી નિયતીના માથે હાથ મૂકી બોલ્યા, “માફ કર જે બેટા નિલને મગજમાં એક નાની ગાંઠ હતી, અને ડોક્ટરે ૫૦% ચાન્સ કહ્યા હતા અને નીલની ઈચ્છા હતી.. “વાત કાપતા નિયતી બોલી હું બધુ સમજી ગઇ પપ્પા હવે ફક્ત એ કહો કે નીલ ને હવે કેમ છે.?”

 

નિયતીના પપ્પા સંબોધનથી જ રાજેશભાઇ હળવા થઈ ગયા, અને કહ્યું “બેટા, ‘હી ઈઝ આઉટ ઓફ ડેન્જર ‘ પણ રિકવરી આવતા થોડી વાર લાગશે.” નિયતીએ તરત કહ્યું, ” હું રાહ જોવા તૈયાર છું અગર તમને વાંધો ન હોય તો. તરત જ રાજેશભાઇ એ એને ગળે લગાવી બોલ્યા આજે મારી દીકરીની કમી પણ પૂરી થઈ ગઈ, તરત રાજેશભાઇ એ નિયતીના મમ્મી પપ્પા સાથે ફોન પર વાત કરી અને નીચે ઉભેલા રાધાબા અને અમૃતભાઈ ને કાર્યવાહીમાં મદદ કરી ત્યાં દવાના ઘેનમાંથી નિલ જાગ્યો અને નિયતી ને જોઈ કંઈ બોલે તે પહેલાં જ નિયતી એના હાથ ઉપર પોતાનો હાથ મૂકી એટલું જ બોલી કે “દિલના અહેસાસ ” શું આટલા સાચા હોતા હશે..!!  I am so happy.. and I proud of you.. really I am so lucky.. બધા ની આંખમાં આંસુ રોકાતા ન હતાં.

 

થોડા મહિના પછી નિયતી અને નિલના લગ્ન નક્કી થયાં

 

“નિયતી ની નિયતી આજે ખૂબ સુંદર રંગ લાવી છે..

નિલ ના નામની મહેંદી આજે ખાસ મહેક લાવી છે. ”

 

(જી વાંચકમિત્રો ઘણી વાર દિમાગ પાસે સો બહાના તૈયાર હોય છતાં દિલ માનવા તૈયાર ન હોય ત્યારે માનવુ કે નજરે જોયેલું કે સાંભળેલુ પણ ખોટું હોય શકે,)

Jagruti Kaila