section and everything up till
*/ ?> નિબંધ Archives - Shabdoni Sangathe

દીકરી- વ્હાલ નું વાવેતર….. – Lekhanotsav

એક દીકરી તરીકે પિતા વિશે લખવાનું થાય ને ત્યારે આપણાં માનસપટ પર બાળપણ થી માંડી ને યુવાની સુધી ની ક્ષણો આંખ સામે થી પસાર થઈ જાય ….

અને મારા જીવન ની ધન્યતા તો એ છે કે મને બે પપ્પા નો પ્રેમ એક જ વેગ માં મળી રહ્યો છે ..

મારા પપ્પા શૈલેષભાઈ મારું જીવન છે તો કાકા સંજય ભાઈ મારી જિંદગી…

આંખ બંધ કરી ને વિચારું તો ક્યારેક પપ્પા ના ખભે ઘસઘસાટ ઊંઘતી જોવ છું ,તો વળી ક્યારેક ચાંદા ચાંદા ચોળી કરી ને જમાડતા પપ્પા દેખાય છે ,તો ક્યારેક રડી રડી ને જીદ કરતી હું દેખાવ છું તો વળી ક્યારેક સ્કુલબેગ લઈ ને સ્કૂલે જતી હું દેખાવ છું તો ક્યારેક કંટાળી ને થાકી ને આખા દિવસ નો ભાર આંખ માં ભરી ને પપ્પા ને મારા માટે હાલરડા ગતા સાંભળું છું.

 

જેનું સર્વસ્વ આપણે દીકરીઓ જ હોઈએ છીએ આપણાં સિવાય ભાગ્યે જ કોઇ એમનું પ્રિય હોય શકે એ વાત ને જાણીએ છીએ અને એમના વિશે લખવાનું થાય ને ત્યારે આંખ માંથી આંસુ વહી જાય..

અને માટે જ કોઈ એ લખ્યું હશે કે દીકરી એ પિતા ના જીવન ની છેલ્લી સ્ત્રી છે.

મારા પપ્પા નું નામ શૈલેષ સાકરીયા . વ્યવસાય ખેતી અને સાથે કલાકાર એમની ૪૫ વર્ષ ની ઉમર માં પણ આજે એમને કઈક નવું કાર્ય કરવાની એટલી જ ધગશ.

મારા માં રહેલી આવડત કે સારપ એ કદાચ તેમના તરફ થી જ મને મળેલી ગિફ્ટ છે અને મારા માં રહેલી અધૂરપ એ કદાચ એમને અવગણ્યા નું પરિણામ..

 

પપ્પા ને મારા જીવન ની દરેક બાબત માં રસ છે .મારા દરેક મહત્વ ના નિર્ણય માં હમેંશા મારી સાથે રહ્યા છે મારી કોઈ પણ પરેન્ટ્સ મીટીંગ તેમને મિસ નથી કરી મારા જીવન ના દરેક તબક્કે અમારી સાથે તેઓ અપડેટ થયા છે

 

અમારી આસપાસ ના લોકો હમેશા એવું કહેતા કે અમે આજકાલ ની પેઢી ખૂબ બદલાય ગયા છીએ . મોબાઇલ અમારી દુનિયા થય ગયો છે અને કમ્પ્યુટર અને ટીવી વગર અને નથી જીવી શકતા.ત્યારે મારા પપ્પા એ હમેશા એવું જ સમજાવ્યું છે કે દરેક વસ્તુ વ્યક્તિ અને પરિસ્થિતિ સમયાંતરે બદલાય છે.

 

પપ્પા એ હમેશા એમને કહ્યું છે કે અમારી પેઢી મન મારી ને જીવી ગઈ અને એના અફસોસ માં આજે પણ જીવે છે તેવી રીતે તમે ન જીવો તો એમાં ખોટું કશું જ નથી પણ તમે ટેકનોલોજી માં પ્રવેશ કરી તમારી સાથે રહેલા વ્યક્તિ ઓ ને પણ એટલી જ આત્મીયતા પ્રેમ લાગણી આપી શકો ને તો તમે તમારી તમારા પહેલાની,અને આવનારી પેઢી વચ્ચે સમતુલા જાળવી શકો.

 

મારા પપ્પા અને કાકા એ મને જીવન ની એ દરેક બાબતો કરવાની દરેક કાર્ય કરવાની પ્રેરણા અને શીખ આપી છે જે કદાચ એમને પોતાના માટે કલ્પી હતી .

અને છતાં મારા પપ્પા અને કાકા ક્યારેક ઉદાસ હોય એવું લાગે છે .મન માં ને મન માં કોઈ વાત એમને ડરાવતી હોય ને એવું લાગે છે.ઘણી વખત એમનો આ અદ્રશ્ય ડર એમની આંખો માં છલકાઈ.

પપ્પા મારે તમને આ દીકરી- વ્હાલ ના વાવેતર હેઠળ માત્ર હોંકારો નહીં  પપ્પા હિંમત આપતા કહેવું છે કે પપ્પા તમે કેમ ચિંતા કરો છો અને પપ્પા મારે તો દીકરા કરતા ય સવાઈ દીકરી થય ને તમને બતાવવું છે કે પપ્પા દીકરી તો એક એવો કિનારો છે જે ઉછળતા કૂદતાં ઝરણાં ને પણ રોકી રાખે છે તો પછી તમારે શેની ચિંતા.તમને અમે તૂટવા તો શું તરડવા પણ નહિ દઈએ.

 

પપ્પા અને કાકા તમે મને જેટલી સાચવી છે ,જેટલી સાંભળી છે એના કરતાં વધુ અમારે તમને આપવું છે તમને આ દુનિયા નો દરેક ખૂણો દેખાડવો છે જે તમે દેખાડવા માંગતા હતા પણ પપ્પા અમારે જરૂર પડશે તમારી ,તમારા સાથ ની, તમારા સહકાર ની,તમારા આધાર ની ,તમારા વિશ્વાસ ની અને ટેકા ની .

 

પપ્પા અને કાકા તમને દૂર ના ભવિષ્ય માં ક્યારેય મારી ઈમોશનલ નબળાઈ નહિ બનવા દવ.મારા વિના પણ તમે જલસા થી જીવી શકો અને તમારા વિના પણ હું જીવી શકું. અને જ્યારે પણ મળી એ ત્યારે બમણી મજા કરી શકીએ એટલું ઈશ્વર પાસે માંગુ તો કંઈ વધારે કહેવાય??

 

અને છતાં પણ પપ્પા આ દુનિયા ના ઉખડબખડ રસ્તે હું સાવ સ્ટેબલ થય જાવ ને ત્યાં સુધી મને સાચવજો .હું ક્યારેક તમારું કહ્યું નહિ માનું જીદ પણ કરું તો પણ પપ્પા મન મોટું રાખી ને મને માફ કરી દેજો.

Rita Sakariya