section and everything up till
*/ ?> કવિતા કોર્નર Archives - Page 53 of 63 - Shabdoni Sangathe

પરિણામ શું?

થાય મન તમને મળવાનું તો પછી પરિણામ શું?
જાહેરમાં નહિ ખાનગીમાં કહેવાનું પરિણામ શું?

આમ તો રિસાયેલુ છે સ્મિત તમારા ગયા પછી,
આંસુઓ ફરી ઉઠશે તો જોવાનું પરિણામ શું?

ને આ શ્વાસની આવ જાવની ક્રિયા મંદ પડી છે,
એક ધબકાર ચુકે તો સમજવાનું પરિણામ શુ?

તમે પણ રિસાયેલાં છો ને મને પણ ઉત્સાહ નથી,
સુકાયેલા સબંધને પ્રીતમાં બાંધવાનું પરિણામ શુ?

અને હવે તો સાવ ખોખલી થઇ ગઈ લાગણીઓ,
આમ તમારું વારંવાર એને અડવાનું પરિણામ શું?

🖊️Alpesh Prajapati

જાણી રહો પરિણામને

જેવું કરો એવું ભરી, જાણી રહો પરિણામ ને.
શ્ર્વાસે ઠરી જાશું મરી, જાણી રહો પરિણામ ને

ચાહત ધરી આ દીપકે, તેલે જલાવી વાટને..
પ્રગટી જશે પૂંજે પછી, જાણી રહો પરિણામને.

પાને મળી હીના ગમી, પાસાણ પર પીસાઈ પણ..
કરમાં લગાવી ચાહથી, જાણી રહો પરિણામ ને.

ખીલી રહી ફૂલો હસે, ફોરી રહે ફાગે પછી..
વાસંતની ગંધે વહી, જાણી રહો પરિણામ ને.

જુગટું રમી હારી ગયાં, ત્યારે મહાભારત થયું…
ખોટું થયું બૂરાઈથી, જાણી રહો પરિણામને.

રાવણ બની સીતા હરી, કીધું દમન દંભી બની…
હાલાત એ ના એ કહી, જાણી રહો પરિણામ ને.

આવ્યા જગે માનવ બની, માનવપણું ક્યાં કોકિલા?
સદ્ ભાવથી સાચું કરી, જાણી રહો પરિણામ ને.

🖊️Kokila Rajgor

જ્યાં જ્યાં નજર મારી ફરે

જ્યાં જ્યાં નજર મારી ફરે,
ત્યાં ત્યાં ગઝલ મારી વહે.

આંખે અમી ક્યાં રહી?
આસું નહીં પણ છળ ઝરે.

માનવ છળે માનવને જો,
ચ્હેરા ઉપર ચ્હેરા મળે.

પૂંજાય પૈસાદાર જન,
ને દીન લ્યો ભૂખ્યો મરે.

મારી નજર જ્યાં જઇ ઠરે,
ત્યાં પ્રભુ છબી તારી જડે.

🖊️Taru Mistri