section and everything up till
*/ ?> ગઝલ Archives - Shabdoni Sangathe

લાચારી

બંધારણ: લગાગાગા×૪

જગત ઘૂમી શક્યા ના એ હતી કાયાની લાચારી,
હતી એ માન્યું પણ એને હૃદયમાં કેમ કંડારી?

દબાવી દે છે આજે લાગણીને ભોંયતળિયામાં,
છે કારણ એનું, ચારેબાજુ લોકો છે અહંકારી.

અપેક્ષા રોશની ક્યારેય ના જોઈ આ જીવનમાં,
ફકત જોઈ નયન સામે, છવાઈ રાત અંધારી.

કશો મતલબ નથી જીવનથી એમજ ભાગવાનો પણ,
હવે તો સ્થિતિમાંથી જીતવાની વાત સ્વીકારી.

પ્રભુનાં ધામની યાત્રાને ભૂલ્યો ભક્ત અવતારી,
ફરી માયા ને મૂડીમાં બન્યો સંપૂર્ણ સંસારી.

🖊️Ami Maheta

અણસારમાં

બંધારણ: ગાગાલગા×૪

થોડો સમય જાતાં ફરક દેખાય છે વ્યવહારમાં,
વ્યવહારનો ઉત્તર મળે છે શબ્દના થડકારમાં.

આખો સમંદર પાર કરવાનો રહે બાકી હજી,
તૂફાનથી હારીને અટકે કેમ રે મઝધારમાં.

એક મૂંઝવણની ઓરડીમાં રોશની છે ધૂંધળી,
પણ દ્રશ્ય આખું જોઈ લીધું માત્ર એક અણસારમાં.

જીવનની બાજીમાં ભલે આવ્યો હશે એક્કો છતાં,
જોજે જરા પલટી જશે એ આંખનાં પલકારમાં.

ખીલી ઉઠે સૌંદર્ય જાણે રૂપનાં શણગારથી,
સોનું કે ચાંદી ઝાંખું પડશે કુદરતી શણગારમાં.

🖊️Ami Maheta

સાંધો નડ્યો

ગાગાલગા /૪

વરસાદથી વાંધો પડ્યો, સંવાદથી સાંધો નડ્યો.
મરજાદથી વાંધો પડ્યો, સંવાદથી સાંધો નડ્યો.

વરસ્યો છતાં કોરી રહી, ભીંજી જવા દોડી રહી.
ઉન્માદથી વાંધો પડ્યો, સંવાદથી સાંધો નડ્યો.

યાદો ચડી લોભાવતી, વાદો કરી થોભાવતી.
ઊસ્તાદથી વાંધો પડ્યો, સંવાદથી સાંધો નડ્યો.

વ્હાલા વિના હું તાપતી, મીઠા બવાલો દાબતી.
કરનાદથી વાંધો પડ્યો, સંવાદથી સાંધો નડ્યો.

તલસાટ સ્હેતી કોકિલા, બરબાદ કરતાં જલજલા.
જલ્લાદથી વાંધો પડ્યો, સંવાદથી સાંધો નડ્યો.

🖊️Kokila Rajgor