section and everything up till
*/ ?> કવિતા Archives - Shabdoni Sangathe

કેમ નથી?

સપનું ખરેખર તૂટીને થયું ચૂર, કંઇ વહેમ-બહેમ નથી,
ફરી સંધાય શકે એટલો પણ એ ચૂરો હેમ-ખેમ નથી.

આતો મારું સ્મિત છે જિદ્દિલું કે હોઠે પરાણે બેઠું છે,
અન્યથા, વક્ર સમયના પ્રહાર ચિત પર જેમ-તેમ નથી.

જ્યાં અડગ રહેવા ધારું ત્યાં જ બગાવત પર ઉતરે,
મારા થઇને,પણ અશ્રુઓને મુજ પર,રહેમ-બહેમ નથી.

આજ સુધી ભરમાવ્યા તેથી જ શ્વાસ ચાલે છે હજી,
સ્પષ્ટતા કરવાનું રહેવા દો, કે કોઈ પ્રેમ – બ્રેમ નથી.

ઘણું હોય નજરની સામે, છતાંય અદૃશ્ય રહેતું હોય,
જેની શોધમાં તમે ભટકો એ બધું કંઈ આમ-તેમ નથી.

સુખની એક પાંદડી,ને દુઃખના ટોપલા,આ કેવું જિંદગી!
સુખના હોય બાગ,ને દુઃખનું એક પાંદડું, એમ-કેમ નથી?

-Himanshi parmar

શું મળ્યું?

ખુદની ખેવના કર્યા વિના ખરપાઈ ગઈ આખી શું મળ્યું?
જાણે છે જરાય કદર નથી ત્યાં આશા રાખી શું મળ્યું?

એકની એક મુર્ખામી આ હરણી વારે વારે કરે એને પૂછો,
જાંજવાના દરિયામાં અરમાનની હોડકી નાખી શું મળ્યું?

નાનાની ગણતરી જ ક્યાં ચાંદના સગા છે બધા અહીંયા,
પેલા તારલાને પૂછો કે એને આખી રાત જાગી શું મળ્યું?

ના મળી રાધા તો કાનાએ રાસ ન રમવાના સોગંધ ખાધા,
વાંસળીને દેહ વિંધાવિ રોજ વનરાવનમાં વાગી શું મળ્યું?

એકલતા કડવી છે માન્યું પણ વિરહથી સો ગણી સારી,
પૂછો કોઈ પ્રેમીને કે આ પ્રેમનું ગળપણ ચાખી શું મળ્યું?

બહુ ઉતાવળ હતી સમજદાર બની દુનિયા સમજવાની,
‘આરસી’ હવે ગાંડપણ અને ભોળપણ ત્યાગી શું મળ્યું?

– સૃષ્ટિ ખમળ “આરસી”

ભક્તિ ભોળાનાથની

(રાગ : આજ મારા મંદિરીયા મા મહાલે શ્રીનાથજી…)

સેવા કરો તમે શિવ શંકરની,
ભક્તિ કરો તમે ઉમિયાજીના વરની… સેવા કરો… (૧)

શંભુ શરણમાં જે કોઈ આવે,
કૃપાન નિધાન એ તો મોટો કહાવે… સેવા કરો… (ર)

એ હરિના પ્રેમી હરિ એના છે પ્રેમી,
સામસામી રહેતા ધ્યાનમા મસ્તાની… સેવા કરો… (૩)

નરસૈંયાએ નાદ કર્યો આવ્યો કૈલાશથી,
શીર પર સોંપી જ્યારે ખડગ વિશ્વાસથી… સેવા કરો… (૪)

“પુનિત” ભાવનો ભોળો છે ભોગી,
વંદે “યુવા કવિ” યોગીઓના યોગી… સેવા કરો… (૫)

*સંત શ્રી પુનિત કૃપાથી*

રચના : મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)