section and everything up till
*/ ?> કવિતા કોર્નર Archives - Shabdoni Sangathe

કેમ નથી?

સપનું ખરેખર તૂટીને થયું ચૂર, કંઇ વહેમ-બહેમ નથી,
ફરી સંધાય શકે એટલો પણ એ ચૂરો હેમ-ખેમ નથી.

આતો મારું સ્મિત છે જિદ્દિલું કે હોઠે પરાણે બેઠું છે,
અન્યથા, વક્ર સમયના પ્રહાર ચિત પર જેમ-તેમ નથી.

જ્યાં અડગ રહેવા ધારું ત્યાં જ બગાવત પર ઉતરે,
મારા થઇને,પણ અશ્રુઓને મુજ પર,રહેમ-બહેમ નથી.

આજ સુધી ભરમાવ્યા તેથી જ શ્વાસ ચાલે છે હજી,
સ્પષ્ટતા કરવાનું રહેવા દો, કે કોઈ પ્રેમ – બ્રેમ નથી.

ઘણું હોય નજરની સામે, છતાંય અદૃશ્ય રહેતું હોય,
જેની શોધમાં તમે ભટકો એ બધું કંઈ આમ-તેમ નથી.

સુખની એક પાંદડી,ને દુઃખના ટોપલા,આ કેવું જિંદગી!
સુખના હોય બાગ,ને દુઃખનું એક પાંદડું, એમ-કેમ નથી?

-Himanshi parmar

શું મળ્યું?

ખુદની ખેવના કર્યા વિના ખરપાઈ ગઈ આખી શું મળ્યું?
જાણે છે જરાય કદર નથી ત્યાં આશા રાખી શું મળ્યું?

એકની એક મુર્ખામી આ હરણી વારે વારે કરે એને પૂછો,
જાંજવાના દરિયામાં અરમાનની હોડકી નાખી શું મળ્યું?

નાનાની ગણતરી જ ક્યાં ચાંદના સગા છે બધા અહીંયા,
પેલા તારલાને પૂછો કે એને આખી રાત જાગી શું મળ્યું?

ના મળી રાધા તો કાનાએ રાસ ન રમવાના સોગંધ ખાધા,
વાંસળીને દેહ વિંધાવિ રોજ વનરાવનમાં વાગી શું મળ્યું?

એકલતા કડવી છે માન્યું પણ વિરહથી સો ગણી સારી,
પૂછો કોઈ પ્રેમીને કે આ પ્રેમનું ગળપણ ચાખી શું મળ્યું?

બહુ ઉતાવળ હતી સમજદાર બની દુનિયા સમજવાની,
‘આરસી’ હવે ગાંડપણ અને ભોળપણ ત્યાગી શું મળ્યું?

– સૃષ્ટિ ખમળ “આરસી”

ચોમાસું ચીતરે બારી : ગીત

ચોમાસું ચિતરતી બારી ખુલ્લી રાખી મૂકી છે,
પાણીનાં ટીપાંના ભારે ડાળીઓ સૌ ઝૂકી છે.

ચીં ચીં કરતી ચકલી પેલી ભીનું તન ખંખેરી ગઈ,
એની સાથે મનમાં તારી યાદોનાં બી વેરી ગઈ,
વાછટ ક્યારે અંદર આવી અશ્રુ સાથે ભેળી થઈ,
સંતાકૂકડી રમતી આંખો સઘળા દાવો ચૂકી છે,
ચોમાસું ચિતરતી બારી ખુલ્લી રાખી મૂકી છે.

ભીની ભીની વાછંટે ભીંજાતું સપનું મારું,
હૈયે બેઠું વરસોથી તરબોળ સ્મરણ છે તારું,
ઝરમરતા આ વ્હાલ ઉપર હું મારું દિલડું હારું,
દિલથી દિલની રાહ બની સીધી ને સાવ ટૂંકી છે ,
ચોમાસું ચિરતતી બારી ખુલ્લી રાખી મૂકી છે.

🖊️Leelaben Patel