section and everything up till
*/ ?> સાચી મિત્રતા - Lekhanotsav - Shabdoni Sangathe

સાચી મિત્રતા – Lekhanotsav

રાજ અને વિકાસ બંને અમદાવાદ રહેતા. બંને ચોથા ધોરણથી કોલેજ સુધી ખૂબ સારા મિત્રો હતા. બંને આજુબાજુમાં જ રહેતા. બંને જોડે સ્કૂલ જાય, જોડે રમે,ઝઘડે,મસ્તિ કરે, સુખ દુઃખમા પણ જોડે જ હોય. બંનેને એક બીજા નો પરિવાર પણ સારી રીતે ઓળખતા જેમ બંને સગા ભાઈ જ હોય એમ.

 

રાજ અમીર કુટુંબમાંથી હતો અને વિકાસ મધ્યમવર્ગ પરિવારથી હતો. બંને કોલેજ સુધી તો જોડેજ હતા બસ વ્યવસાય અલગ હતો. રાજ ચિત્રકાર બન્યો. અને વિકાસ કંપનીમા જોબ કરતોતો.

 

રાજે સ્કૂલથીજ નક્કી કર્યુંતુ કે બનીશ તો ચિત્રકાર જ. અને એને ચિત્ર પણ સારુ આવડતુ સ્કૂલમા તે ચિત્રની સ્પર્ધામા હંમેશા પ્રથમ આવતો.વિકાસ ના માતા પિતા નાનપણમાં જ ગુજરી ગયા હતા. ત્યારથી રાજ ના પરિવારવાળા વિકાસને પોતાના દિકરાની જેમ જ રાખતા. વિકાસ કોલેજ ના છેલ્લા વર્ષ સુધી રાજની જોડે જ રહ્યો. પછી એને કોલેજમાંથી ખૂબ સરસ અમેરિકાની કંપનીનું પ્લેસમેન્ટ આવ્યુ. તો વિકાસને કાયમમાટે અમેરિકા જવાનું થયુ અને રાજ અમદાવાદમાં જ ખૂબ સારો ચિત્રકાર હતો. રાજ ના ચિત્ર ખૂબ સારી કિંમતે વેચાતા. વિકાસ ને રાજને અહીયા મૂકીને અમેરિકા જવાની જરાય ઈચ્છા નહોતી. વિકાસે રાજને કહ્યું “ભાઈ તારા વગર ત્યા સહેજ પણ મજા નહી આવે. તને તો ખબર જ છે જ્યા તુ ત્યા જ હું”. આ વાત રાજ ના મમ્મી સવિતા બહેન સાંભળી ગયા અને વિકાસને કહ્યુ “જો બેટા તને આટલી સરસ જોબ ઓફર થઈ છે અને રાજ તને મળવા આવશે અમે પણ આવશુ તું નિરાંતે જા અને ખૂબ આગળ વધ અમે તારી સાથે જ છીએ. એમ કહી સવિતા બહેને વિકાસને અમેરિકા જવાનો જુસ્સો વધાર્યો.

 

બીજે દિવસે સવારે વિકાસની ફ્લાઇટ હતી. રાજ અને તેનુ આખુ પરિવાર વિકાસ ને એરપોર્ટ ઉપર મૂકવા ગયુ. રાજ એને જતા પહેલા ખૂબ ભેટીને રડયો અને તેણે વિકાસને એક ખૂબ સરસ ભેટ આપી વિકાસે એ ભેટ પેક જ રાખી એણે મોડુ થતુ હતું ફ્લાઇટનું તેથી તેણે રાજને કહ્યું “ભાઈ ભલે તુ મારી સાથે હવે નહી હોય પરંતુ તે અંતરથી મારી સાથેજ છે. અને હુ આ ભેટ ફ્લાઇટમા જોઈશ. રાજ વિકાસને ભેટીને રડે છે અને કહે છે.”ભાઈ મુંજાતો નહી”. પછી વિકાસ તેની ફ્લાઇટ તરફ આગળ વધે છે. અને તે ફ્લાઇટ મા બેસી જાય છે.  વિકાસનુ ફ્લાઇટ અમેરિકા જવા રવાના થાય છે. પછી અને એનુ

પરિવાર પોતાના ઘરે જવા રવાના થાય છે. 

 

વિકાસે ફ્લાઇટમાં રાજે આપેલી એ ભેટ ખોલી અને જોવે છે તો સરસ મજાનું સુંદર હસતા ચહેરા વાળું રાજ અને વિકાસનું રાજે બનાવેલુ ચિત્ર હતુ. વિકાસ તે ચિત્રને જોઈ ખૂબ ખૂશ થઈ જાય છે અને મનોમન બોલે છે “હું આ ચિત્ર કાયમ મારી જીવની જેમ સાચવી રાખીશ. આટલુ બોલે છે ત્યા જ તેના વિમાનને અકસ્માત થાય છે અને વિકાસનુ મૃત્યુ થાય છે. આ વાત રાજ ને સમાચાર દ્વારા જાણ થાય છે. રાજ આ સાંભળીને સાવ ફિકો ફસ પડી જાય છે અને તેના રૂમમા આવીને ખૂબ રડે છે. તેને તેનુ અને વિકાસનુ બનાવેલું ચિત્ર તેની પાસે પણ હતું અને તે તેને એના જીવની જેમ સાચવીને પોતાની રૂમમા સાચવીને રાખતો. અત્યારના સમયમાં આવી દોસ્તી ભાગ્યેજ હોય છે.

Darshit Chandarana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *