section and everything up till
*/ ?> સંમોહન-એક લઘુવાર્તા - Lekhanotsav - Shabdoni Sangathe

સંમોહન-એક લઘુવાર્તા – Lekhanotsav

જીત એક આઈ.ટી. કંપનીમાં નોકરી કરતો હતો. તેનું અમદાવાદથી રાજકોટ ટ્રાન્સફર થયું હતું. જીતની અર્ધાંગિનીનું નામ સુપ્રિયા હતું. જીતને એક પાંચ મહિનાનો દીકરો પણ હતો. રાજકોટમાં નવા નવા આવ્યા હોવાથી ત્યાં તે એક ઘર ભાડે શોધી રહ્યાં હતાં. મહામુસીબતે માંડ-માંડ ઘર મળે છે.

 

મકાન થોડી ઊંડી શેરીયોમાં હોવાથી ઉનાળામાં ખૂબ જ બફારો થતો હતો. આથી જીત, સુપ્રિયા અને તેમના દીકરાને લઈને ઘરની અગાસી પર સુતા હતા. જીત અને તેનો પરિવાર અહીં રહેવા આવ્યો તેને લગભગ બે-અઢી મહિના થઈ ગયા હશે!

 

એક દિવસ જીત ખૂબ ગાઢ નિંદ્રામાં સૂતો હતો. એવાના તેને એક મન મોહક અને સંમોહિત કરી નાખે તેવો અવાજ સાંભળાય છે. તે ગાઢ નિંદ્રા માંથી જાગી જાય છે અને આજુબાજુમાં અવાજ કોણે કર્યો તે શોધે છે. કોઈ દેખાતું નથી. છેવટે તે અગાસીની નીચે તરફ જોવે છે તો તે જોઈને દંગ રહી જાય છે.

 

“પ્રિયે તું અહીં આવ, હું અહીં તારા માટે આવી છું. આપણે બંને બધાથી દૂર બધી મોહમાયા છોડીને દૂર જતા રહીએ. પ્રિયે તું અહીં આવ.” નીચે ઉભેલી રાધિકા બોલે છે.

 

જીત રાધિકાનો મોહક અવાજ સાંભળી સંમોહિત થઈ જાય છે. જીત હજી દાદર પાસે પહોંચે ત્યાં સમર્થના રડવાનો અવાજ સાંભળીને જીત ભાનમાં આવી જાય છે ને સમર્થને શાંત કરવા લાગે છે. ફરી પાછો સમર્થ સુઈ જાય છે. જીત નીચે ઉભેલી છોકરીને શોધે છે પણ કોઈ દેખાતું નથી. એટલામાં સવારના ચાર વાગ્યા હોય છે ને સુપ્રિયા જાગે છે ને જીતને સુવા માટે કહે છે. પણ જીતને નીંદર આવતી નથી. આમતેમ તડફડીયા મારીને સવાર પાડી દે છે.

 

સવારે જીત ઓફીસ જાવ નીકળે છે ત્યારે તેના પાડોશી મિત્રને પૂછે છે,

“આપણી શેરીમાં કોઈ સત્તર-અઢાર વર્ષની કોઈ છોકરી તો રહેતી નથી તો કાલે રાત્રે ત્રણ વાગે કોણ નીકળ્યું હશે? ”

 

“સાચે તે કોઈ છોકરીને જોઈ?”

 

“અરે! હા ભાઈ.”

 

“તો નક્કી રાધિકા જ હશે.”

 

“એ કોણ રાધિકા?”

 

” અરે તું જે ઘરમાં રહે છે એમની દીકરી.”

 

” મેં તો ક્યારેય જોઈ નથી અને કાકા તો એમ કેતા હતા કે તેમની દીકરી સ્વર્ગવાસ થઈ ગઈ છે!”

 

“એક વાત કહું, ડરીશ તો નહી ને?”

 

“હા ભાઈ બોલ.”

 

“તે રાધિકાની જ આત્મ હશે, તે ઘણીવાર કેટલા બધાને દેખાણી છે તો કેટલાને તો ભરખી પણ ગઈ.”

 

જીત આવું સાંભળી પરસેવાથી લથપથ થઈ જલ્દીથી હાફળો-ફાફળો થઈ ઓફીસ પર જવા રવાના થઈ જાય છે.

 

Mayur Rathod

One comment on “સંમોહન-એક લઘુવાર્તા – Lekhanotsav”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *