section and everything up till
*/ ?> શું મળ્યું? - Shabdoni Sangathe

શું મળ્યું?

ખુદની ખેવના કર્યા વિના ખરપાઈ ગઈ આખી શું મળ્યું?
જાણે છે જરાય કદર નથી ત્યાં આશા રાખી શું મળ્યું?

એકની એક મુર્ખામી આ હરણી વારે વારે કરે એને પૂછો,
જાંજવાના દરિયામાં અરમાનની હોડકી નાખી શું મળ્યું?

નાનાની ગણતરી જ ક્યાં ચાંદના સગા છે બધા અહીંયા,
પેલા તારલાને પૂછો કે એને આખી રાત જાગી શું મળ્યું?

ના મળી રાધા તો કાનાએ રાસ ન રમવાના સોગંધ ખાધા,
વાંસળીને દેહ વિંધાવિ રોજ વનરાવનમાં વાગી શું મળ્યું?

એકલતા કડવી છે માન્યું પણ વિરહથી સો ગણી સારી,
પૂછો કોઈ પ્રેમીને કે આ પ્રેમનું ગળપણ ચાખી શું મળ્યું?

બહુ ઉતાવળ હતી સમજદાર બની દુનિયા સમજવાની,
‘આરસી’ હવે ગાંડપણ અને ભોળપણ ત્યાગી શું મળ્યું?

– સૃષ્ટિ ખમળ “આરસી”

9 comments on “શું મળ્યું?”

  1. ગાંડપણ અને ભોળપણ ત્યાગી શું મળ્યું,wah..amazing🔥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *