section and everything up till
*/ ?> શક્તિ પુંજ - Shabdoni Sangathe

શક્તિ પુંજ

હું નારી બની નારાયણી, આ સંસાર ત્યાગી આવી છું,
ઘાયલ થઈ નખશિખ, વળતો પ્રહાર ત્યાગી આવી છું.

ઘૂંઘટ પાછળ સતત જ્યારે આખું અસ્તિત્વ મારુ રુંધાયું,
ઊણપોનો જે કરે અસ્વીકાર હું એ દ્વાર ત્યાગી આવી છું.

થઈ પસાર સમયની ધારાઓમાંથી, મંઝિલ મળે કે નહિ!
હું ક્ષુલ્લક સર્વ વિચારો સાથે ઓસાર ત્યાગી આવી છું.

હું શ્રી, હું સતી છું , હું લક્ષ્મીનું ધરી રૂપ, હું જ જનની,
જગતને દેવા આધાર, સ્વનો અધિકાર ત્યાગી આવી છું.

અર્કથી પવિત્ર મુજ વામાને કાલિમા સ્પર્શશે કઈ રીતે?
અનંતપદના માર્ગે, હું જગ સાથેનો તાર ત્યાગી આવી છું.

વ્યોમ અને વસુધા વચ્ચેનો વ્યાસ મારો એક પલકારો છે,
અપલક રહી શાશ્વત, બ્રમ્હાંડનો સંહાર ત્યાગી આવી છું.

🖊️Himanshi Parmar

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

One comment on “શક્તિ પુંજ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *