section and everything up till
*/ ?> માન્યતા (લાઘવિકા) - Lekhanotsav - Shabdoni Sangathe

માન્યતા (લાઘવિકા) – Lekhanotsav

“મમ્મી, ગઈકાલે સાંજે હું ધ્વનિને ઘરે હતી ત્યારે ધ્વનિ કચરો વાળતી હતી ત્યારે એની મમ્મી એના પર ગુસ્સો થઈ ગઈ, એવું કેમ કર્યું એની મમ્મીએ?”એકતાએ કુતૂહલતાથી એની મમ્મી શાંતાબેનને કહ્યું.

“બેટા, એમાં એવું છે ને કે પહેલેથી એવી માન્યતા છે કે સાંજ થાય પછી કચરો ન વાળવો જોઈએ.”

“તે હેં મમ્મી, એવું કેમ હશે? કચરો વાળવાથી શું થવાનું?”એકતાની જાણવાની ઉત્સુકતા વધી રહી હતી.

“સાંભળ, પહેલેના જમાનામાં અત્યારની જેમ લાઈટ ને એવી બધી સુવિધા નહોતી તેથી કોઈ કિંમતી વસ્તુ ઘરમાં પડી ગઈ હોય અને તે ખોવાય ના જાય માટે સાંજે વાળવાની મનાઈ હતી અને એક પ્રકારની માન્યતા બની ગઈ” શાંતાબેને ચોખવટ કરી.

“બસ આ એકલી જ માન્યતા છે કે બીજી કોઈ પણ છે?”

“બેટા, આવી તો ઘણી પાયા વિહોણી માન્યતાઓ, રૂઢિઓ, અંધશ્રદ્ધા માણસોના મનમાં ઘર કરી ગયા છે.”

બન્ને વાતો કરી રહ્યા હોય છે ત્યારે એકતાની મોટી બહેન સંગીતા ત્યાં આવે છે અને એની મમ્મીને પૂછે છે, “મમ્મી , આજે જમવાનું શું બનાવવાનું છે?”

“તારે આજે રસોડામાં પગ જ નથી મુકવાનો, આજે હું રસોઈ બનાવી લઈશ એટલી પણ ખબર નથી પડતી કે પિરિયડ હોય ત્યારે રસોઈ ન બનાવાય.”

શાંતાબેનની આ વાત સાંભળીને એકતા એકીટશે વિહવળ બનીને જોયા જ કરે છે.

Narendra Sinha

28 comments on “માન્યતા (લાઘવિકા) – Lekhanotsav”

  1. લેખનનો સરસ પ્રયાસ!
    લખતા રહો!
    સ્વરૂપના લક્ષણોને જાણી એ મુજબ આગળ વધો.
    શુભેચ્છાઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *