section and everything up till
*/ ?> માણસની રમતો - Shabdoni Sangathe

માણસની રમતો

બંધારણ: ગાગાલગા×૪

હર માણસે માણસની સાથે અવનવી રમતો રમી,
આપી ઘણીયે ઓળખો, દુનિયાનાં સૌ ખૂણે ભમી.

કોશિશ ભલે લાખો કરી લો, મેળ બેસે ના કદી,
કોઈથી ના પૂરી શકાતી કોઈ માણસની કમી.

અનુભવ કરાવ્યો તો હવે પરિણામમાં એવું મળ્યું,
કડવી હકીકત ના ગમી, મીઠી સપન નગરી ગમી.

પ્રીતમ જો ને સામે ઉભો આજે તો પ્રત્યક્ષ રૂપથી,
મુસ્કાન હોઠે પ્રેમની, લજ્જા ભરી આંખો નમી.

સાચી પ્રણાલી જિંદગીમાં દિલથી અપનાવે અને,
વિશ્વાસ સાચો હોય ત્યાં વર્ષા બની વરસે “અમી”.

— Ami maheta

3 comments on “માણસની રમતો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *