section and everything up till
*/ ?> મશહૂર - Shabdoni Sangathe

મશહૂર

બંધારણઃ ગાગાલગા*4

મુજ કાર્ય શૈલી આ જગતનાં લોકમાં મશહૂર થઇ,
સપનાને સમજી ના શકી, નાચી ઉઠી ચકચૂર થઇ.

મૃગજળ થયું જીવન હવે આગળ જતાં આભાસ છે,
આઘાત વર્ષાથી વહી ગઇ લાગણીઓ પૂર થઇ.

આંખે રહેલો સ્મૃતિ પટ પણ અશ્રુઓ ભેળો વહે,
અનુભવ ભર્યો બેડો છલક્યો પ્રીતથી ભરપૂર થઇ.

સંભાવનાની વાત કેવી ભિન્ન લાગે સત્યમાં,
કપરાં સમયમાં હારતી, હાલાતથી મજબૂર થઇ.

ઝાંખા પ્રકાશે ચોકમાં ચોમેર ગરબે ઘૂમતા,
હર ઘાઘરાની આભલીની એ ચમક તો નૂર થઇ.

– Ami maheta

5 comments on “મશહૂર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *