section and everything up till
*/ ?> મનોબળ - Shabdoni Sangathe

મનોબળ

કોઈ માણસ આત્મહત્યા કરે એ પાછળનું કારણ શું હોઈ શકે? મનની સ્થિતિ. ઘણા લોકો એમ કહેતા હશે અમુક પરિસ્થિતિના લીધે પણ થઈ શકે પરંતુ માણસ મનથી જ ભાંગશે નહિ તો શું એ આત્મહત્યા કરશે? આ બધું કહેવાનો તાત્પર્ય એ છે કે માણસ જો તનથી ભાંગ્યો તો કદાચ સીધો થઈ શકે પરંતુ જો મનથી ભાંગ્યો તો ઘણું મુશ્કેલ થઈ જાય છે સુધરતા સુધરતા. એકાદ દ્રષ્ટાંત પરથી સમજો તો યોગ્ય રહેશે.

અમેરિકાની કોઈ ટીમ દ્વારા એક માણસ ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ પ્રયોગ પૂર્વે જે તે માણસ સાથે ચર્ચા પણ થયેલી હતી કે જો જીવનું જોખમ થશે તો એના જવાબદાર એ પોતે જ હશે. પ્રયોગમાં કંઈ એવું હતું કે એ માણસની આંખ પર પાટો બાંધી દીધેલો. હવે ધીમે ધીમે પીંછા વડે તેના હાથ અને પગ ઉપર સ્પર્શ કરવામાં આવે છે. અચાનક બે ટાંકણી લઈ એના હાથ પર મારવામાં આવે છે અને હાહાકાર મચાવવામાં આવે છે કે ભાઈ તને સાપ કરડી ગયો છે. હવે વાસ્તવિક રીતે એને ટાંકણી જ મારવામાં આવી હોય છે છતાંય એ માત્ર અડધા કલાકમાં મૃત્યુ પામે છે. પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ જોઈ ડૉક્ટર પણ દંગ રહી જાય છે. એ માણસના શરીરમાંથી ઝેર મળે છે. હવે ક્યાંથી એના શરીરમાં ઝેર આવ્યું હશે? આ ઘટના પરથી એ લોકોએ તારણ કાઢ્યું કે જે કંઈ પણ થાય છે એના ૮૦% તો આપણા મગજના લીધે જ થાય છે. જો આપણું મન સ્થિર નહિ હોય તો પરિસ્થિતિ આપણા હાથમાંથી ચોક્કસ છટકશે.

દ્રષ્ટાંત દ્વારા એટલું જ સમજાવવા માંગુ છું કે તમે લોકોમાં સકારાત્મકતા લાવવા પ્રયત્ન શરૂ કરો ના કે એના મનને તોડવા. અમુક વાર સવારે ઉઠી કોઈના સ્ટેટસ કે સ્ટોરી જોતો હોય તો હું સ્વસ્થ છું છતાંય એવું થઈ જાય કે મને કોરોના તો નહીં હોય ને? એ ગાડરિયા પ્રવાહની જેમ એક જણએ મૂક્યું એમ્બ્યુલન્સવાળું તો આખું ગામ એને મૂકી દેશે. એક પરિસ્થિતિ વિચારો જેમાં એક માણસ કોરોનાપીડિત છે અને દવાખાને દાખલ છે. માનો કે તમે સ્ટેટસ મૂક્યું કે ફલાણાનું આજે કોરોનાના લીધે મરણ થઈ ગયું અને એનું ઓક્સિજન લેવલ માત્ર ૭૦ ટકા જ હતું. હવે આ મેસેજ એ દવાખાને રહેલો માણસ વાંચે કે જેનું ઓક્સિજન લેવલ ૬૦% છે એ સ્વસ્થ અનુભવે છે પરંતુ તમારું સ્ટેટસ એનું મન વિચલિત કરી નાખશે. આપણે સ્ટેટસમાં મૂકવું હોય તો અન્ય વસ્તુ ના મૂકી શકીએ? ભલે કોઈનું મનોબળ ના વધારી શકો પણ યાર કોઈનું મનોબળ તોડવાનું કામ બંધ કરો. બને તો એકાદ ભગવાન, અલ્લાહ, જીસસ જે હોઈ એ ભગવાનના સ્ટેટસ મુકો કે પછી ના બને તો એકાદ જોક્સ મૂકી દો. એનાથી પણ લોકોને મદદ મળશે. યાદ રાખજો આ તમારા દુઃખનું કારણ ના બને.

માની લો કે હું મરઘી ઉછેર કેન્દ્ર ચાલવું છું. એ મરઘીને મોટી કરી હું આગળ મોકલું છું અને એનું આગળ જે થાય એ કપાય જાય કે પછી કો’કનો ખોરાક બને જે હોય એ. હવે હું એવું માનું કે આમાં હું તો બિલકુલ પાપમાં નથી તો હું સાચો છું? કહેવાનો મતલબ બસ એટલો જ છે કે એ મરઘીના મૃત્યુ પાછળ હું પણ જવાબદાર કહેવાઉ જ ને! માટે જ કહું છું જો તમારા મેસેજ કે સ્ટેટસ દ્વારા કોઈનું મનોબળ તૂટ્યું અને ભગવાન ન કરે ને એ માણસ ને કશું થયું તો એ માણસનું મૃત્યુ તમારા ખાતામાં જ લખાશે.

બધાને નમ્ર અપીલ છે આ બધા નકારાત્મક પાસા મુકવાના બંધ કરો એ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. વળી આપણા સમાચારવાળા પણ પાછળ પડી ગયા છે. કાલે એક વીડિયો હતો અમદાવાદ જીએમડીસી કોવિડ સેન્ટરમાં બપોરે ૪ કલાકના સમયગાળામાં માત્ર ૪ જ લોકો RT-PCR રિપોર્ટ કરવા માટે આવ્યા હતા. બધાને ખબર છે પરિસ્થિતિ ઘણી વિકટ છે પણ આવા સમાચાર આપો તો સમાજને પણ એમ થાય કે ના ના આ પરિસ્થિતિ સામે પણ લડી શકાય છે.

ચાલો બધા મળીને નિર્ણય લઈને આજથી આવા વિડિયો, ફોટા કે લેખ શેર કરવાની જગ્યાએ લોકોમાં સકારાત્મકતા જાગે એવા પ્રયત્ન કરીશું.

🖊️Adarsh Prajapati

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

14 comments on “મનોબળ”

  1. હા અમેરિકા વાળો લેખ મેં પણ ક્યાંક વાંચ્યો હતો. સત્ય વાત છે. સુંદર લેખ👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *