section and everything up till
*/ ?> ભાઈથી વિશેષ કશું નથી - Shabdoni Sangathe

ભાઈથી વિશેષ કશું નથી

તમને ખબર છે આ દુનિયામાં બધા જ સંબંધોમાં સ્વાર્થ વ્યાપેલો છે. કોઈ કહે કે ના કહે દરેક માણસને પોતાનો એક અંગત સ્વાર્થ હોય છે જેના પ્રેરણ દ્વારા જ જે તે માણસ તમારી સાથે જોડાયેલો રહે છે. દુનિયામાં કદાચ વિના સ્વાર્થનો સંબંધ શોધવો અશક્ય છે પરંતુ હવે તમને બધું જોઈતું મળે એવું પણ શક્ય નથી. વાત ફરતા ફરતા ત્યાં જ આવશે કે સૌથી વિશ્વાસુ અને સૌથી મદદરૂપ જો કોઈ સંબંધ હોય તો એ કયો છે? સાહજિક રીતે એક જ હોઈ શકે એ છે ભાઈ. ભાઈ એટલે કે એવો માણસ જે આપણા તડકે છાંયડે હંમેશા આપણી જોડે રહેતો હોય. આપણી ચડતી આવે કે પડતી એનો હાથ હંમેશ માટે આપણા ખભા પર અડીખમ મુકાયેલો જ રહેતો હોય. કદાચ પરિભાષા આપવાની કોશિશ કરીએ તો ભાઈ એ પડછાયાને તુલ્ય ગણી શકાય પરંતુ આજે આ સંબંધમાં પણ ખટાશ પ્રવેશી ચૂકી છે.

બાળપણમાં ભાઈ જોડે તમે ઘણું ફરતા હતા, જોડે રમતા હતા, એકબીજાના વાળ ખેંચી લેતા હતા, ક્યારેક ક્યારેક તો એકબીજાને પથ્થર પણ મારી દેતા હતા. આટલા મોટા મોટા ઝઘડા પછી પણ બીજા દિવસે ભાઈનો હાથ હાથમાં પકડી કેવા વટથી ફળિયામાં નીકળી પડતા. એવું કહેવાય છે કે નાનપણમાં થોડી ઓછી બુદ્ધિ હોય તથા જેમ જેમ મોટા થઈએ એમ બુદ્ધિનો વિકાસ થાય. આ વાક્યને આપણે સો ટકા દોષવાળું બનાવીને મૂક્યું છે. નાનપણમાં ઝઘડા પછી જેમ ભેગા થઈ જતા એમ અત્યારે કેમ નથી થતા? શું આને બુદ્ધિની પ્રગતિ કહેવાય કે અવગતિ? નાના હોય ત્યારે સો વાર લડો અને સો વાર ભેગા થઈ જાવ છો પણ મોટા થઈને એકવાર લડો અને જિંદગીભર બોલતા નથી. એવું તે શું થઈ જાય છે તમને? ત્રણ ખંડનો અધિપતિ હતો તથા નવ ગ્રહો એના નિયંત્રણમાં હતા એવો લંકાધિપતિ રાવણ એના વિનાશનું કારણ શું હતું? બસ એના ભાઈનો એક દગો અને રાવણનું જીવન પૂરું. શાસ્ત્રો મુજબ રાવણથી મોટો જ્ઞાની માણસ આખા ઇતિહાસમાં કોઈ ન હતો પરંતુ અંતે ભાઈએ જ સાથ ના આપ્યો તેથી એને નષ્ટ થઈ જવું પડ્યું. આપણા શાસ્ત્રોનો એક સાર કાઢીએ તો એવું જ જાણવા મળ્યું છે કે જ્યારે જ્યારે ભાઈઓ લડ્યા છે ત્યારે ત્યારે સર્વનાશ સિવાય કશુંય પણ થયું નથી.

દુનિયા છે તો થોડા ઘણા ઝઘડા તો સાહજિક છે. તમે શું એકવાર પોતાના ભાઈ સાથે માફી ના માંગી શકો? ના પણ આપણને તો એમાં રસ જ નથી. એણે મને આવું કહ્યું એટલે હવે હું એના ઘરે પગ પણ નહીં મુકું! બસ આ વિભાવનામાં જ તમે ઉકલી જશો તમને ખ્યાલ પણ નહીં આવે. યાદ રાખજો દુનિયામાં તમારા ભલે ને અઢળક સંબંધો હશે પણ અણીના સમયે તો ભાઈ જ આવીને ઉભો રહેશે. એ લીમડા જેવો કડવો ભલે હશે પણ અંદરથી એ ગુણકારી જ હોય. ભાઈ જોડે નફરતનું વલણ ક્યાં સુધી રાખશો? યાદ રાખજો એ સુખમાં હંમેશા પાછળ રહ્યો છે અને તમારા દુઃખમાં હંમેશા આગળ.

આજથી નિયમ લઈએ કે ભુલ ગમે એની હશે એકવાર આપણે નમતું રાખી લઈશું પરંતુ ભાઈ જોડે સંબંધ બગાડવાનું પાપ ક્યારેય નહીં કરીએ.

🖊️ Adarsh Prajapati

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

3 comments on “ભાઈથી વિશેષ કશું નથી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *