section and everything up till
*/ ?> બહુચર મા - Shabdoni Sangathe

બહુચર મા

(રાગ : સાવન કા મહિના પવન કરે શોર…)

જગત જનનીની માડી એનુ બહુચર મા છે નામ
અટક્યા રે ઉકેલે માડી પુરા કરતી કામ…(૨)…જગત જનનીની… ટેક.

માવલડીને છોરું લાગે છે પ્યારુ,
અંતરથી ચંપી દે છે કહીને છે મારુ…(૨)
માવલડી ના પ્રેમ નો ન આવે કોઈ દિ’ પાર
અટક્યા રે ઉકેલે માડી પુરા કરતી કામ…(૨)…જગત જનનીની… (૧)

દુઃખ મા ને સુખ મા માડી છે સાથે
હાથ તુ રાખજે માં સદાયેને માથે…(૨)
મહેર તારી અમ પર વરસાવો દિન ને રાત
અટક્યા રે ઉકેલે માડી પુરા કરતી કામ…(૨)…જગત જનનીની… (૨)

ફિકર બધીયે માડી રાખે છે મારી
નડતી નથી મને જવાબદારી (૨)
માડી કરે છે હિતનુ રાખુ છું એ વિશ્વાસ
અટક્યા રે ઉકેલે માડી પુરા કરતી કામ…(૨)…જગત જનનીની… (૩)

આંટી ને ઘૂંટી મારા જીવન મા રે આવતી
તોય પણ તુજ મારુ ગાડું રે ચલાવતી…(૨)
યુવા કવિ જીવન મા માડી આપો પુનિત દાન
અટક્યા રે ઉકેલે માડી પુરા કરતી કામ…(૨)…જગત જનનીની… (૪)

શ્રી સંત પુનિત કૃપાથી
રચના : મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)

5 comments on “બહુચર મા”

  1. 🙏🙏અમારી તો કુળદેવી છે બહુચર માડી🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *