section and everything up till
*/ ?> પ્રભુ વિસામો દે - Shabdoni Sangathe

પ્રભુ વિસામો દે

ગાલગાગા/ ૪
દોટથી થાકી ધરારે,પ્રભુ વિસામો દે કરારે.
અંતથી જાગી ધરારે, પ્રભુ વિસામો દે કરારે.

રાત દિવસો ને વળાવી, જીંદગી ભાતે ગળાવી.
બોજથી આંચી ધરારે, પ્રભુ વિસામો દે કરારે.

બાલપણ ખોયું જ દાવે, જોબને ઝૂલી જ ભાવે.
ભોગથી તાપી ધરારે, પ્રભુ વિસામો દે કરારે.

ચાલતાં ડગર મળી ક્યાં? મ્હાલવું ભૂલી રહી ત્યાં.
લોભથી ચાલી ધરારે, પ્રભુ વિસામો દે કરારે.

મોસમે બદલાઈ જાતાં, કોકિલા ભૂલી થરકતાં.
આંખડી ઢાળી ધરારે, પ્રભુ વિસામો દે કરારે.

કોકિલા રાજગોર
ભીવંડી થાના મુંબઈ

6 comments on “પ્રભુ વિસામો દે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *