section and everything up till
*/ ?> પોતાનાં જ પારકાં નીકળ્યા - Shabdoni Sangathe

પોતાનાં જ પારકાં નીકળ્યા

મારી મુશ્કેલીઓના વાદળાઓમાં,
જ્યારે મારાં નયનમાંથી અશ્રુ નીકળ્યા,
ત્યારે કેટલાય એ જોઈને ખુશ દેખાયા,
આજે પોતાનાં જ પારકાં નીકળ્યા..

એ અઘરાં રસ્તા પર જ્યારે ચાલવું હતું મારે,
ત્યારે ત્યાં ફૂલ મુકવાની બદલે,
કાકરાઓ અને કાટાઓ મુકાયા,
આજે પોતાનાં જ પારકાં નીકળ્યા..

સપનાઓની ઉડાન ભરવી હતી મારે,
પણ અહીં તો આકાશ જ ખુલ્લું નહોતું,
તેના બદલે મારાં પાંખો કપાયાં,
ખરેખર આજે પોતાનાં જ પારકાં નીકળ્યા..

જેને મેં મારો સ્તંભ સમજ્યો હતો,
એ તો મને પાછળ ખેંચવાનું દોરડું બન્યાં,
જ્યાં જોવું ત્યાં બધાં સ્વાર્થી બન્યાં,
એવું કેમ? આજે પોતાનાં જ પારકાં નીકળ્યા..

🖊️Niti Sejpal “તીતલી”

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *