section and everything up till
*/ ?> તમને શું વાંધો? - Shabdoni Sangathe

તમને શું વાંધો?

આગળ રસ્તો નથી એ જ ગલીમાં વળું તો તમને શું વાંધો?
હું સૂરજ સાંજના બદલે સવારમાં ઢળું તો તમને શું વાંધો?

અષાઢ ઉમંગે ઉભરણો વાદળ ઘેરાય મારાં ઘરની મેડીએ,
હું સાવ કોરી રહુ કે રોમે રોમથી પલળું તો તમને શું વાંધો?

તમારા રિવાજના ચોગઠામાં ગોઠવાઈ ગઈ તો બધું ઠીક!
હું દૂધમાં સાકરની જેમ ના પણ ભળું તો તમને શું વાંધો?

આ બે હાથથી પ્રાર્થના થાય એ જ રીતે દુઆ પણ થાય,
હું રોજ મંદિરે ને આજ મસ્જિદે મળું તો તમને શું વાંધો?

ઉમર પાકતા વ્યવહારમાં પરિવર્તન આવવું જોઈએ, વાહ!
હું પરિપક્વતા જન્મારો આખો ના રળું તો તમને શું વાંધો?

તમે રાખો રાધાની ચૂંદડી, તમે રાખો રુકમણીનું ઘરચોળું,
હું માધવની મીરા ભગવામાં જળહળું તો તમને શું વાંધો?

જાણું છું કે ખોવાઈ ગઈ છું છતાંય રોજ મોજે દરીયા છે,
હું આરસી જાણી જોઈને ખુદને છળું તો તમને શું વાંધો?

🖊️Srushti Khamal

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

13 comments on “તમને શું વાંધો?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *