section and everything up till
*/ ?> જીવન વર્તુળની ધરી.. માનસિકતા - Shabdoni Sangathe

જીવન વર્તુળની ધરી.. માનસિકતા

આપણા દરેકનું જીવન સતત દોડતું રહે છે અને આ દોડમાં ઘણા અવરોધો તેમજ પડાવો આવતા હોય છે. અમુક વાર આપણે પોતાને અન્ય કરતાં શ્રેષ્ઠતમ સમજવા લાગતાં હોઈએ એટલે આ બધું તો મને ખબર જ છે એમ સમજીને પડી રહીએ છીએ. અને મિત્રો ખ્યાલ છેને, બંધિયાર પાણીમાં જીવાત જલ્દી પડે છે.બસ એ જ રીતે અટકી ગયેલી જિંદગીમાં ઘણાં અભેદ વર્તુળ રચાવા લાગતાં હોય છે. કાળક્રમે આપણે એ વર્તુળમાં જ એટલાં ઘૂમ્યા પણ કરીએ છીએ અને અંતે ઘણું ચાલવા છતાં હતા ત્યાં ના ત્યાં જ હોઈએ એવું પણ લાગવા લાગે. આવા અભેદ વર્તુળમાંથી આપણે જાતે જ બહાર નીકળતા શીખવું પડે છે. આમ તો આવા વર્તુળ રચાય નહીં એ જ સર્વોત્તમ છે.

જીવનમાં રચાતા અમુક વર્તુળો જે સહ સામાન્ય છે એ છે, એમાંનું એક છે “માનસિકતાનું વર્તુળ”. દરેક વ્યક્તિની માનસિકતા અને તેનો દ્રષ્ટિકોણ વ્યક્તિના જીવનરથની દિશા નક્કી કરવામાં અગ્ર ભાગ ભજવી જાય છે.જીવન હમેંશા અસીમ શક્યતાઓ લઈને આવે છે, પણ સંકુચિત માનસિકતા એ આપણા જીવનને સીમિત કરી દેતી હોય છે.જો આપણે આપણા જ બનાવેલ આ સંકુચિત માનસિકતાના વર્તુળોમાં ફસાયેલા રહીશું, તો એ તમામ શક્યતાઓ સમાપ્ત થઇ જશે.

આપણી વૃદ્ધિ અને વિકાસ સાથે આપણા મનની કોરી પાટી પર આવા અસંખ્ય વર્તુળો રચાય જતાં હોય છે. જે વર્તુળો ઘણા ખરા અંશે આપણને સંકુચિત કરી દેતા હોય છે, માટે આપણે જ ત્રિજ્યા મોટી રાખી એમાંથી બહાર નીકળી જવું હિતાવહ છે. જો આપણે એ કુંડાળામાંથી બહાર નહિ આવી શકીએ તો આપણે એકદમ સંકુચિત બની રહીશું. દરેક વ્યક્તિ કાયમ મોટા ભાગે ઉતાવળમાં અન્ય વિશે પોતાનો મંતવ્ય રજૂ કરી દેતું હોય છે.અન્ય કેવા છે, અન્યના જીવનમાં શું ચાલી રહ્યું છે એવા જ વિચારોના વર્તુળમાં ઘેરાયેલા રહેતાં વ્યક્તિ માટે પોતના જીવનનું વર્તુળ સચવાતું નથી.અન્યનું સુખ પણ આંખમાં કણાંની જેમ ખૂંચતું હોય ત્યાં દ્રષ્ટિકોણની પરિપક્વતા કેટલી હશે એ દરેક એ સમજવું રહ્યું.

આજના માણસને પોતના જીવન વર્તુળમાં મસ્ત રહેવા કરતાં બીજાના જીવન વર્તુળમાં શું ચાલી રહ્યું છે એની મથામણમાં વ્યસ્ત રહેવું વધારે માફક આવે છે. વ્યક્તિ જેટલો ઊંચે સ્થાન પામતો જાય એટલી જ એની માનસિકતા નીચેના સ્તર પર જાતી જાય છે અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મહેનત કે આવડતથી સમાજના ખોખલા વિચારોના કોચલામાંથી બહાર આવીને જરા ઊંચે જવા પ્રયાસ કરે એટલે બાકીના તમામ એની પાંખો કાપવાની હરીફાઈ માં ઉતરી આવે છે. હવે વિચારો કે, આ માનસિકતા સાથે આપણે આપણા જીવનવર્તુળને કઈ દિશામાં આગળ વધારીશું?

ખરેખર જો વિકસિત જવું જ હોય ને તો જુના રીત-રીવાજો, પ્રણાલીઓના, રૂઢીઓના વર્તુળોમાંથી બહાર આવી જઈએ અને નવા વિચારોને આવકારીએ અને અન્યની નકામી પણોજણ માંથી મુક્ત રહીએ. જેઓ નવીનતાને આવકારે અને સ્વીકારે છે તેઓ જ મસ્ત બનીને જીવી શકે છે. જિંદગીને દરેક પગલે નવી તકો આપતાં રહીએ. નવીનતા અને વિવિધતા જ જીવનને જીવંત બનાવતાં રહે છે. ગીતા સાર તો આપણે સહુને કંઠસ્થ છે કે, ‘પરિવર્તન એ સંસારનો નિયમ છે’ માટે આપણે પણ સમય અનુસાર સતત બદલાતા રહેવું રહ્યું અને એ માટે આ જરૂરી છે કે નબળી માનસિકતાના આ વર્તુળની બહાર નીકળવું. અને બની શકે તો આપણા મૂલ્યાંકનની માપપટ્ટી આપણે આપણા ખિસ્સામાં જ રાખીએ. જો આપણે અન્યના જીવનમાં રસ લઈશું તો એક દિવસ આપણને આપણું જીવન જરૂર નિરસ લાગશે. આ તુચ્છ વર્તુળને જ દુનિયા માની જીવતા રહીશું તો આપણું જીવન એક દિવસ જીવંતતા જરૂર ગુમાવી દેશે. મનમાં કશુક એવું ખૂંચતું રહેશે જે કાયમ માટે પીડા દર્દ આપતું રહેશે.

વ્યક્તિની માનસિકતા એનાં વર્તન વ્યવહાર અને વાતોમાં ઉપસી આવતો હોય છે, અમુક વ્યક્તિમાં અમુક ઉંમરે પણ મેચ્યોરિટી આવતી જ નથી.એનું એક કારણ એ એમની માનસિકતા છે.ઘણા વ્યક્તિ પોતાનું જ ગાણું ગાયા કરતાં હોય છે એનું એક કારણ અન્ય માટેની એમની અદેખાઈ અથવા પોતે જ ઉત્તમ છે એ સાબિત કરવાની જીદ પણ હોય છે. પણ જો ખરેખત ઉત્તમ બનવું હોય તો પોતાની માનસિકતાને ઉચ્ચ કક્ષાની બનાવો.માત્ર પોતાનો વિસ્તાર વધારવો જરૂરી નથી પણ જરૂરી છે વિચારોથી વિસ્તૃત બનવું.

આપણે સહુ જાણીએ છીએ કે, ઋતુઓ અનુસાર એમનું વાતાવરણ બદલાતું રહે છે,નવા સંશોધનો સાથે વિશ્વ પણ બદલાતું રહે છે. કુદરતના પ્રત્યેક તત્વમાં કાળક્રમે બદલાવ આવતો રહે છે, તો આપણે શા માટે આવા વર્તુળમાં અટવાયેલા રહેવું? જિંદગીના સોફ્ટવેરને પણ મોબાઈલના સોફ્ટવેરની જેમ અપડેટ કરતા રહીએ, આપણી માનસિકતા અને દ્રષ્ટિકોણ દીર્ઘકાલીન હોવા જરૂરી છે. બની શકે તો સમયના પ્રવાહ સાથે આપણે આપણા ઉચ્ચ વિચારો સાથે વહેતા રહીએ, આમ પણ વહેતાં પાણી પર લીલ બાઝતી નથી. સતત વહેતું નાનું ઝરણું અન્ય માટે જરૂરથી પ્રેરણાદાયી બની રહે છે.

બીજાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે એ માપ્યા વગર નિજ જીવનવર્તુળને સહકાર, સમર્પણ, શ્રદ્ધા ,સ્નેહ અને સાહસની ધરી પર ભ્રમણ કરવા દો.જીવનવર્તુળની એ લયબદ્ધ ગતિ તમારા જીવન લક્ષ્યાંકને સફળ રીતે પાર પાડશે.

🖊️Rekha Manvar

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

9 comments on “જીવન વર્તુળની ધરી.. માનસિકતા”

  1. સમય સાથે જિંદગી અપડેટ કરવી જ જોઈએ.
    👌

    1. નકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકો થી હંમેશા દૂર જ રહેવું.આવા લોકોને પારકી પંચાત માટે સમય મળી રહે છે પરંતુ કોઈ કામ કરવા માટે કહો તો એમની પાસે સમય હોતો નથી.ખૂબ જ સરસ લેખ છે.એક કહેવત છે ને “ધૂળ આંખમાં હતી અને અમે અરીસો સાફ કરતાં રહ્યા…”

  2. ‘ સ્થૂળ થઈ ગયેલી જિંદગીને ગતિ આપતું પ્રેરકબળ ‘
    એટલે સ્નેહની શબ્દાવલી ની કલમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *