section and everything up till
*/ ?> જીવનની સાર્થકતા - Shabdoni Sangathe

જીવનની સાર્થકતા

અહીં નંદનવનના ઇચ્છુકને, અંતે માત્ર રણ મળે છે.
મંઝિલ માંગતા પગલાંઓને,ફરી ફરી ભ્રમણ મળે છે.

વિપત પડ્યે સૌ મદદ કરવાની, હસીને પાડી દે “હાં “,
ને વળી એ “હાં” પાછળ નકાર સૂચક ‘પણ’ મળે છે.

લિટમસ પેપર જેમ પળ-પળ રંગ બદલતા માણસનો,
સાચો રંગ પારખવા, શું કોઈ જાદુઈ દર્પણ મળે છે?

સારા કર્મોનું સારુ, ખરાબનું ફળ ખરાબ માની લીધું,
છતાં પચરંગી જીવનમાં,આપવાદો હર ક્ષણ મળે છે.

પ્રપંચી આ સંસારમાં સૌ,સ્વનો સ્વાર્થ સાધી બેઠા છે,
જરૂર પડ્યે તો અહીં, સૌની જીભે માખણ મળે છે.

ભરાયા જેની ભૂલોના મટકા,ફૂટવાના આરા સુધી,
એવા મહાનુભાવોના મોઢામાં અગણિત શિખામણ મળે છે.

આખું જીવન તમે ઉત્કૃષ્ટ નાટક, ભજવી જાણો ત્યારે,
નિર્ણાયક એ ઈશ્વર પાસેથી, ઉપહારમાં મરણ મળે છે.

દુઃખના અનલે આખા હૃદયને બાળીને રાખ કર્યું છતાં,
સંતોષથી ફરી સિંચાયેલું, સુખનું એક ઝરણ મળે છે.

🖊️Himanshi Parmar

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

14 comments on “જીવનની સાર્થકતા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *