section and everything up till
*/ ?> ક્ષિતિજ પરનું મિલન : ૬ - Shabdoni Sangathe

ક્ષિતિજ પરનું મિલન : ૬

મીરાંને જાણીને બહું દુઃખ લાગ્યું કે પોતે એક પાપી અને હત્યારાનો અંશ છે. મીરાંને એટલો આઘાત લાગ્યો કે મીરાંને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. મીરાએ મનોમન વિચાર કરી લીધો કે હું એક વાર મારા પાપી પિતા શેખરને મળીને પૂછીશ કે ‘આવું પાપ કરતાં એના હાથ એક વાર પણ અચકાયા નહિ?’ મીરાંએ ડાયરીનું એક પન્નું ફેરવ્યું જ્યાં સમાચારપત્રનો થોડો એવો ભાગ હતો જેમાં શેખરને સજા મળ્યાના સમાચાર હતા. ત્યાં સુહનાએ લખ્યું હતું કે, ‘બેટા મીરાં ! તારા પિતા શેખરને મદદ કરવા માટે ઘણા લોકો છે એટલે તે ગમે ત્યારે જેલમાંથી નીકળીને સીધો મને શોધતો આવશે કારણ કે મેં અને મારા પતિએ અદાલતમાં શેખરને સજા અપાવવા માટે બધાંની સમક્ષ સાચું બોલ્યા હતા. અમારે સાચું બોલવાની કિંમત કદાચ અમારો જીવ આપીને ચૂકવવાની છે. શેખરના પિતાએ મારા પતિનું અકસ્માત કરાવીને એમને તારાથી દૂર કરી દીધા. અને જ્યારે શેખર જેલમાંથી નીકળીને મને શોધશે ત્યારે કદાચ એ સત્ય પામી જાય કે તું એ પાપીનો અંશ છે તો કદાચ એ તને પણ નુકશાન પહોંચાડશે એ ડરથી મેં તને મારાથી દૂર મોકલી દિધી છે. માફ કરજે બેટા મને કે હું તને મારી મમતા આપી શકી નહિ! પણ મીરાં હંમેશા યાદ રાખજે તારી હજી એક માં છે રજની! તને ભણાવવાનો ખર્ચો રજની મોકલે છે. ભલે રજની ક્યારેય તને મળી નથી પણ પોતાના સાસરે રહીને તને બધી જ સગવડતા મળે એટલે તારો બધો ખર્ચો એ ઉપાડે છે.’
મીરાં વિચાર કરવા લાગે છે કે પોતે કંઈ રીતે રજનીબહેનનો આભાર માનશે! છેલ્લા ૬ મહિનાથી પોતે હોસ્પિટલનો ખર્ચો એમને પાછો આપી રહી છે પણ રજનીબહેન અને આકાશભાઇનો ઉપકાર મીરાં ક્યારેય ચૂકવી શકે એમ નથી! આગળ ડાયરીમાં લખ્યું હોય છે કે ‘મીરાં તું જે શહેરમાં રહે છે રજની ત્યાં જ રહે છે. પણ રજની તને ક્યારેય મળી નથી. છતાં પણ તારી માં બનીને તારી સાથે ઊભી છે. બેટા મીરાં તું અમારા માટે ખૂબ જ કિંમતી છો એટલે અમે રહીએ કે ના રહીએ તું તારું જીવન ખૂબ જ ખુશીથી વિતાવજે એવા આશીર્વાદ તને આપું છું’ મીરાં ડાયરી બંધ કરે છે અને પેટીમાં બીજું શું છે તે જુએ છે. પેટીમાં એક ડબ્બામાં થોડા સોનાનાં ઘરેણાં અને મીરાંના નાનપણના થોડા કપડાં હોય છે જે સુહાના પોતાના હાથથી બનાવતી! ઘરેણાંના ડબ્બામાં એક ચિઠ્ઠી પણ હોય છે જેમાં રજનીબહેનનુ સરનામું હતું. પણ મીરાં એ સરનામાં પર છેલ્લા ૬ મહિનાથી રહે છે. મીરાં પેટી બંધ કરે છે.
મીરાંએ થોડી વાર વિચાર કર્યા પછી રજનીબહેન સાથે વાત કરવા માટે રૂમમાંથી બહાર આવે છે. રજનીબહેન આગણમાં હિંચકા પર બેઠા હતા. મીરાં તેમની પાસે જાય છે અને રજનીબહેનને કહે છે કે ‘માં તમે મને ઓળખી કે હું કોણ છું?’ રજનીબહેન મીરાં સામે જોઈને કહે છે, બેટા મેં તને જ્યારે હોસ્પિટલમાં પહેલી વાર જોઈને ત્યારે જ હું પામી ગઈ હતી કે તું નક્કી સાવિત્રીની દિકરી હોવી જોઈએ કેમ કે બેટા તું તારી માં જેવી જ દેખાય છે. મીરાં રજનીબહેનને ભેટીને ખુબ જ રડે છે. મીરાં જ્યારે રડતી હોય છે ત્યારે રજનીબહેન પ્રેમથી તેના માથા પર હાથ ફેરવે છે. આ દ્રશ્ય અર્જુન પોતાના રૂમની બારીમાંથી જુએ છે. મીરાંને આટલું રડતા જોઈને અર્જુનની આંખમાં પણ આંસુ આવી જાય છે.
અર્જુને વિચાર કર્યો કે એક મિત્ર તરીકે તે બને એટલી કોશિશ કરશે કે મીરાં એના જીવનમાં સુખી રહે! રજનીબહેન અને મીરાં અંદર આવે છે. આકાશભાઈ જાણે બધી જ વાત જાણી ગયા હોય તેમ મીરાં સામે એક સ્મિત ભર્યો આવકાર આપે છે. અહીંયા આવ બેટા મીરાં! હવે કદાચ તને ખબર પડી ગઈ હશે કે રજની કોણ છે, એટલે હવે અહીંયા તારે પોતાનું ઘર સમજીને રહેવાનું છે. ત્યાં જ અર્જુન પોતાના રૂમમાંથી બહાર આવે છે અને મીરાંને કહે છે કે મીરાં ઓફિસના મિત્રો આજે બહાર મળવાના છે મેં તને કીધું તો હતું કે તૈયાર રહેજે, જા જલ્દી તૈયાર થઈને નીચે આવ હું તારી રાહ જોઉં છું.
મીરાં અર્જુનને ના પાડે છે પણ અર્જુન મીરાંને પરાણે બહાર લઈ જાય છે. અર્જુન અને મીરાં શહેરની બહાર આવેલી એક જગ્યા જ્યાં ઓફિસના લોકો મળવાના છે ત્યાં પહોંચે છે. બધાં લોકો આ શહેરથી દૂર આવેલી શાંત જગ્યા પર આનંદ લઇ રહ્યા હતા. આ શાંત એવી જગ્યા પર મીઠો પવન અને સુરિલું સંગીત મીરાંના ચહેરા પર સ્મિત લાવી દે છે. આ જોઈને અર્જુન પણ ખુશ થાય છે. બંને મોડી રાત્રે ઘરે પાછા આવે છે. ધીરે ધીરે મીરાં બધી વાતોને ભૂલી જવાનો વિચાર કરીને હંમેશની જેમ ઓફિસે જવા લાગે છે. મીરાં હવે અર્જુનના પરિવારને પોતાનો પરિવાર સમજીને રેહવા લાગી હતી. પણ આકાશભાઇ એક દિવસ મીરાંને પોતાની પાસે બોલાવીને કંઇક કહે છે. આકાશભાઈએ મીરાંને શું કહ્યું હશે? મીરાં ખરેખર બધી વાતોને ભૂલી ગઈ હશે? સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો સંબંધોની બારાક્ષરી દર બુધવારે..

🖊️Divya Parmar

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

5 comments on “ક્ષિતિજ પરનું મિલન : ૬”

  1. આગળ શું થશે એનો ઇન્તજાર..આપની કોલમની રાહ માં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *