section and everything up till
*/ ?> કેમ કરી દુભાણા - Shabdoni Sangathe

કેમ કરી દુભાણા

જખમ આપનારને જ વળી પાછા ઉજરડા દેખાણા,
બેશરમીની હદ વટાવીને પૂછે છે કેમ કરી દુભાણા?

સાથ એમનો કઈ તરાહનો હતો ચાલો એય જણાવું,
પાનખર આવે ને જેમ ખરી પડે જે વસંતમાં કમાણાં.

હું એકલી ઉથલાવતી રહી પાના કેટલુંક ઉકલવાનું?
સબંધના ચોપડાને ચડી ઉધી અને પડી ગયા કાણા.

સાંત્વનાની ખરીદી તો મારાં ગજા બહારની વાત છે,
પણ શું કરું મારી પાસે અશ્રુ રૂપી પડ્યા નથી નાણાં.

વીતેલી તિથિ તો કોઈ ‘દી બ્રાહ્મણ પણ નથી વાંચતા,
તો મરેલી પ્રીતિના હું વળી શું કામ ગાયા કરું ગાણા!

એમને વહેમ રહ્યો છેતરવાનો પણ હકીકત સાંભળો,
અમારે છેતરાવું ‘તું એની પાસે અમે એટલે છેતરાણા.

સૃષ્ટિ ખમળા “આરસી”

8 comments on “કેમ કરી દુભાણા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *