section and everything up till
*/ ?> ઋણાનુંબંધ - Shabdoni Sangathe

ઋણાનુંબંધ

આજે સવારથી જ સોશિયલ મીડિયા, સ્ટેટ્સ, સ્ટોરી બધે જ ઢગલોબંધ શુભેચ્છાઓ માતૃશક્તિને અર્પણ થઈ રહી છે. પણ શું માંના ઉપકારોના ઉજવણી શક્ય છે? જેની રચના સમજવા દાયકાઓ પણ ખૂટી પડે શું એનું ઋણ એક દિવસમાં ચૂકવી શકાય?હા, કદાચ આ વ્યસ્ત જીવનમાં વ્યક્તિ તરીકે આપણા વ્યકિતત્વના ઘડતરના પાયાની ઈંટને ભૂલીના જઈએ એ હેતુ થી પશ્ચિમી દેશોએ માતૃ દિવસની ઉજવણીનું અલાયદું આયોજન કર્યું છે.જે ઘણા અંશે આવકારને પાત્ર પણ છે.

“માં” એ માત્ર શબ્દ નથી એક વિશાળ અનુભૂતિ છે, એક એવો વિશ્વાસનો સંબંધ કે જે હંમેશા પોતીકો હોવાનો આત્મવિશ્વાસ વ્યક્તિમાં જગાડી રાખે છે.ગર્ભમાં અબોલી નાજુક આહટથી લઈને નવજાતના ગુલાબી અવતરણ સુધી, માસૂમ કિલકારીઓથી લઈને કડવા નિર્મમ બોલી સુધી, બાળપણની નિર્દોષ ભૂલો થી લઈને ઘણા અક્ષમ્ય ગુનાહ સુધી, એક માં માતૃત્વની કેટલી પરિભાષાઓ રચે છે અને દરેક પરિભાષમાં એ ખરી પણ ઉતરે છે.

સ્નેહ, ત્યાગ, ઔદાર્ય અને સહનશીલતાના કેટલા આદર્શો રચે છે ? ઋણ આભાર, કૃતજ્ઞતા જેવા શબ્દોથી બીજાઓને સન્માનિત કરી શકાય પણ માં તો આપણી જ હોય છે. એટલી આપણી કે જેટલાં આપણે પણ આપણા નથી હોતાં. આપણે એનો જ અંશ છે તેનુ ઋણ કેવી રીતે ચૂકવીએ? ઋણ ચૂકવવાની કલ્પના કરવી એ પણ ધૃષ્ટતા કહેવાશે. કેટલા અને કેવા કેવા ઉપકારો છે તેના આપણા પર. જો વ્યક્તિ એના આ ઉપકારનો બદલો ચૂકવવાનુ વિચરશે તો ગૂંચવાઈ જશે.

ઈશ્વરે માત્ર એની સર્જનશક્તિ માં ને આપી છે અને આ એક સર્જનશક્તિ આપીને માઁને વિલક્ષણ વ્યવસ્થાની ભાગીદાર બનાવી છે. એક અધોષિત અવ્યક્ત વ્યવસ્થા પરંતુ જેનુ પાલન દરેક માં કરે છે. ભલે પછીએ એક ગાય હોય, નાનકડું પારેવડું હોય કે વનમાં વિહરતી સિંહણ હોય. પ્રકૃતિના ખોળામાં રમતા જાનવરોમાં પણ તમને આ અવ્યક્ત વ્યવસ્થા જરૂર જોવા મળશે.

“માં” વ્યક્તિના જીવનનો એવો સંબંધ છે કે, જે ઉંમરની સાથે વધે છે પણ ક્યારેય સમયની સાથે વહી નથી જતો. કોઈ પણ વયમાં,એક વર્ષથી લઈને સો વર્ષ સુધી માં કદી પણ નથી બદલતી. ભલે સમય બદલે, સમાજ બદલે, સંસ્કૃતિ બદલે, પણ સદીઓથી માંની વાર્તા હજુ એ જ છે એ ક્યારેય નહીં બદલાય, માંની ભૂમિકા પણ નહીં બદલાય. માંના ખોળાની ઠંડક દરેક યુગમાં એવી જ રહેશે એની આંખોમાં પોતાના સંતાન માટેનો સ્નેહ સદાય ચમકતો જ રહે છે. વગર પ્રીમિયમ ભર્યે મળતું એક માત્ર સુરક્ષા કવચ હોય તો એ છે “માં”.

માં આંગળીઓ પર નાચે પણ છે અને એ જ માં બાળકોને આંગળીઓ પર નચાવે પણ છે પોતાના બાળક સાથેનો એનો સંબંધ હમેંશા ત્રીજી વ્યક્તિની સમજની બહાર જ રહ્યો છે.પોતાના બાળકની તોતડી ભાષામાં બોલાયેલા વાક્ય તેને ગીતાથી પણ વધુ ઉંડા અને વિશાળ લાગે છે. તેના આનંદનુ માપદંડ જુદુ હોય છે. માં વાર્તા કહે છે અને માં વાર્તા સાંભળે છે. પણ એની વાર્તાઓ સમયની સાથે જૂની થતી નથી કે બદલાતી નથી.

કુદરતે જ માંને પોષણ આપવાનો અધિકાર આપ્યો છે અને એ જ પોષણ આપે છે અને યોગ્ય સમય આવે ત્યારે પોષણ એકત્ર કરવાનુ પ્રશિક્ષણ પણ. પોષણ આપવામાં જેટલી એ કોમળ છે એટલી જ પ્રશિક્ષણ આપવામાં કઠોર.માં બંને રૂપોમાં પૂજનીય છે. આ બંને રૂપોમાં સંતાનનુ કલ્યાણ જ છુપાયેલુ છે.ભલે અભણ હોય પણ પોતાના સંતાનોની સૌથી શ્રેષ્ઠ ગુરુ તો માં જ હોય છે.

આપણા ઈતિહાસ અને આપણી સંસ્કૃતિમાં તો સાહિત્યનો આ નાનકડો શબ્દ “માં” ઘણો વિશાળ અર્થ ધરાવે છે.આપણે સહુ તો માંની આસપાસ ઉગતી, ઉછળતી, વૃદ્ધિ પામતી સંતતિ છીએ. જીવનના દરેક પડાવમાં જયારે ઈચ્છા થાય ત્યારે માંની સોડમાં ઘૂસીને બાળક બની રહેવાનું સૌભાગ્ય આપણી ભારતીય સંસ્કૃતિના સંતાનોને જરૂર મળી રહે છે. માંનું ઋણ ચૂકવણી કરવી એ તો વ્યક્તિના ગજા બહારની વાત છે પણ હા, એને આપેલ સંસ્કારોનું જતન કરી શકીએ તો કદાચ થોડા અંશે ઋણમુક્ત થવાની રાહ પર ખરા ઉતરી શકીએ.અને હા, માંના સ્નેહભર્યા ઋણાનુંબંધમાં જોડાઈ રહેવું એ જ ખરું સૌભાગ્ય છે.

🖊️Rekha Manvar

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

10 comments on “ઋણાનુંબંધ”

 1. very nice article
  જેના પ્રમને ક્યારેય પાખંડ ના નડે તેનું નામ “માં”

 2. 👌👌 beautiful thought ❤
  You’re my masi
  maa jaisi, ” masi ”
  Happy mother’s day to you 💗

 3. વાહ માં માટે નું મહત્વ લખવા બેસીએ તો શબ્દો પણ ઓછા પડે.. ખુબજ સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *