section and everything up till
*/ ?> ઈચ્છું તારા પ્રેમમાં - Lekhanotsav - Shabdoni Sangathe

ઈચ્છું તારા પ્રેમમાં – Lekhanotsav

તું સાગર તો હું કમળ બનવા ઈચ્છું તારા પ્રેમમાં.
તું પ્રેમી તો હું પ્રણય બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

જો થાય દુનિયાની નવી શરૂઆત ક્યારેય પણ,
તું આદમ તો હું ઇવ બનવા ઈચ્છું તારા પ્રેમમાં,

છુટા ના પાડી શકે દુનિયાની કોઈ તાકાત બંનેને,
તું કાગળ તો હું કલમ બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

એક તરફ જ છે મંઝિલ બે મનમૌજી મુસાફરની,
તું રાહ તો હું સફર બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

શાયર બની બેઠી તને એકાંતની યાદોમાં મળવા,
તું ગઝલ તો હું રમલ બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

જખમોને રોકી ના શકું પણ બચાવી તો શકુંને,
તું દરદ તો હું મલમ બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

એકમેક વગર અધૂરી લાગે છે મળતી નામના,
તું નામ તો હું અટક બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

સાથ જન્મોજનમનો જીવનની અંત ક્ષણો સુધી,
તું શબ તો હું કબર બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

મારા માટે ધર્મ કર્મ પુણ્ય મોક્ષની પ્રાપ્તિ તારા થકી,
તું જળ તો હું કળશ બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

બની ગઈ છું તારા પ્રેમમાં એટલી બધી ઘેલી કે,
તું દિવસ તો હું વરસ બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

🖊️Gayatri Shrimali

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *